
UP: ઉત્તર પ્રદેશના લખનૌના પીજીઆઈ વિસ્તારમાં ગયા શુક્રવારે 37 વર્ષિય રેણુ યાદવ નામની મહિલાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હવે આ હત્યા અંગે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. પોલીસે રેણુ યાદવના પુત્રની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે રેણુ યાદવના પુત્ર નિખિલ યાદવે તેની માતાની હત્યા કરી છે.
અહેવાલો અનુસાર નિખિલ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીનો વ્યસની છે. જેમાં તેણે નાણાં ગુમાવ્યા હતા. તેણે લોન ચૂકવતા અન્ય લોન પણ લીધી હતી. જેથી લોનના હપ્તાવાળા તેને હેરાન કરી રહ્યા હતા. આ સ્થિતિમાં પુત્રએ ઘરમાંથી તેની માતાના દાગીના ચોરી કરવાનો પ્રયાસ કર્યો અને તેની હત્યા કરી નાખી.
એવું બહાર આવ્યું છે કે આરોપી નિખિલે તેની માતાના ગળા અને છાતી પર સ્ક્રુડ્રાઈવરથી હુમલો કર્યો હતો. ત્યારબાદ તેણે સિલિન્ડરથી તેનું માથું કચડી નાખ્યું હતું. ગુનો કર્યા પછી, નિખિલ ટ્રેન દ્વારા ફતેહપુર ગયો. પોલીસે તેને ત્યાં શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી.
ઘટના પછી નિખિલ ગુમ હતો
મળતી જાણકારી અનુસાર લખનૌના પીજીઆઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાબુખેડા ગામમાં ડેરી માલિક રમેશ યાદવની પત્ની રેણુ યાદવની 3 ઓક્ટોબરના રોજ તેમના ઘરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ ઘરમાંથી અંદાજે ₹5-6 લાખનો સામાન પણ ચોરાઈ ગયો હતો.
મૃતકનો વચલો પુત્ર 20 વર્ષનો નિખિલ યાદવ ઘટના પછીથી ગુમ હતો. જ્યારે રેણુ યાદવનો નાનો પુત્ર નીતિન ઘરે પાછો ફર્યો ત્યારે તેણે તેની માતાને લોહીથી લથપથ જોઈ હતી. દિવાલો, સિલિન્ડર અને ફ્લોર સહિત બધે લોહી હતું. પોલીસને શંકા છે કે હત્યા કોઈ ભારે વસ્તુથી અનેક વાર મારવાથી થઈ હશે.
ગુનો કર્યા પછી ગુમ થયેલા નિખિલે પહેલા તેના કાકાને ફોન કર્યો. તેમણે કહ્યું, “બંદૂકો સાથે કેટલાક લોકો મારો પીછો કરી રહ્યા છે, કૃપા કરીને મને બચાવો.” થોડીવાર પછી તેનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. આ કોલે પોલીસને પણ ગેરમાર્ગે દોર્યા. મૃતકના પતિ રમેશ યાદવે પણ પોલીસને એક રેકોર્ડિંગ આપ્યું. તેમાં નિખિલને લોન ચૂકવવામાં નિષ્ફળ જવા પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આરોપી પુત્ર બાઇક પર જતો જોવા મળ્યો
ડીસીપી સાઉથ નિપુણ અગ્રવાલે આ કેસની તપાસ માટે એક ટીમ બનાવી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા, જેમાં નિખિલ ઘટના પછી બાઇક પર જતો જોવા મળ્યો. આ ફૂટેજથી પોલીસનો નિખિલ પરનો શંકા વધુ ઘેરી બની છે. પોલીસે ધરપકડ કરી કડક પૂછપરછ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. નિખિલે કબૂલ્યું કે પોતાની માતાની હત્યા કરી હતી. આ ઘટના બાદ પરિવારમાં ભારે આક્રંદ છે.
આ પણ વાંચો:
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?
શું આ છે સનાતની સંસ્કાર?, CJI પર બૂટ ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલે કહ્યું ‘મને કોઈ પસ્તાવો નથી!’






