
Maharajganj children demand school continue: કાવડિયાઓ માટે સારી વ્યવસ્થા કરતી ભાજપ સરકાર સ્કૂલોને ખતમ કરવા બેઠી છે. તે લોકોને અભણ રાખવા માગતી હોય તે રીતે સ્કૂલો બંધ કરી છે. જેના કારણે બાળકો શિક્ષણ વિના રઝળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજના રુદ્રપુર ભાલુહી ગામમાં આવેલી પ્રાથમિક શાળાને બંધ કરી ગામથી 1 કિમી દૂર આવેલી કરનૌતી પ્રાથમિક શાળામાં ભેળવી દેવામાં આવી છે. જેથી બાળકો અને નારાજ વાલીઓએ સોમવારે આચાર્ય કુસુમલતા પાંડે જરૂરી દસ્તાવેજો લેવા શાળામાં પહોંચ્યા, ત્યારે બાળકો પણ શાળામાં આવ્યા. તેઓ શાળાનો દરવાજો પકડીને રડવા લાગ્યા હતા.
સરકારના આદેશ પર શાળાને અન્યત્ર ખસેડવામાં આવી રહી છે. રુદ્રપુર ભાલુહી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ફક્ત 40 બાળકો અભ્યાસ કરતા હતા. તેથી, તેને કરનૌતી પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવી. શાળામાં આચાર્ય કુસુમલતા પાંડે સહિત 2 શિક્ષકો છે. તે બંનેને શિક્ષકોને પણ કરનૌતીની શાળામાં મોકલી આપવામાં આવ્યા છે.
50 થી ઓછા બાળકો હોય તો બીજી શાળામાં મર્જ કરવાનું સરકારનું કામ
“महराजगंज में प्राइमरी स्कूल बंद कर दिया गया क्योंकि स्कूल में 50 की जगह केवल 40 बच्चे थे”🚨🚨
“अब बच्चों की पीड़ा को सुनिए और सोचिए कि आप किन आँखों से विश्वगुरु बनने का सपना देख रहे हैं”🔥🔥 pic.twitter.com/efkjiKVo19
— Saral Vyangya (@SaralVyangya) July 21, 2025
ગત શુક્રવારે જીલ્લા શિક્ષણ અધિકારીએ આ શાળાને અન્ય શાળામાં મર્જ કરવા માટે માટે વોટ્સએપ પર સંદેશ મોકલ્યો હતો. સરકારના નિર્ણય મુજબ જે પણ સરકારી શાળામાં 50 થી ઓછા બાળકો હશે તેને બીજી શાળામાં મર્જ કરવામાં આવશે.
દિવ્યાંગ વિદ્યાર્થીની આકૃતિએ કહ્યું કે હવે હું શાળાએ જઈ શકીશ નહીં
ધોરણ 5 માં ભણતી દિવ્યાંગ વિદ્યાર્થીની આકૃતિ શાળાનું મર્જર થયા પછી ખૂબ જ દુઃખી છે. તે કહે છે કે હવે હું ક્યારેય શાળાએ જઈ શકીશ નહીં. મારા ઘરમાં એવું કોઈ નથી જે મને શાળાએ મૂકી શકે. આ શાળા નજીકમાં હતી તેથી મારી માતા મને ત્યાં મૂકી જતી. રુદ્રપુર ભાલુહી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ફક્ત 40 બાળકો અભ્યાસ કરતા હતા. તેથી, તેને કરનૌતી પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવી. શાળામાં આચાર્ય કુસુમલતા પાંડે સહિત 2 શિક્ષકો છે. તે બંનેને પણ કરનૌતીની શાળામાં મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે ઉત્તર પ્રદેશમાં જ નહીં ભારતના અનેક રાજ્યોમાં શાળાઓને સરકાર બંધ કરી રહી છે. જેથી સરકારની નીતી સ્પષ્ટ થાય છે કે તે દેશના બાળકોને ભણાવવા માગતી નથી. તે અભણ રાખવા માગે છે. જેથી સરકારને મોટા થઈ સવાલ ન પૂછી શકે. નાના બાળકોને અંધશ્રધ્ધામાં ધકેલવામાં આવી રહ્યા છે. જે વાલીઓ માટે એક ચિંતા સમાન છે.
પણ વાંચો:
Banda: ગર્ભપાતની દવા ન લઈ આપતાં પત્નીનો આપઘાત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો, જાણો ચોકાવનારો કિસ્સો
UP Crime: ભૂવાને ઘરમાં લાવતાં પહેલા વિચાર જો, વિધિના નામે નવપરણિતાને પીંખી નાખી, વાંચો વધુ
UP Police: બિચારા પોલીસકર્મીઓને કાવડિયાઓ માટે ખાવાનો બંદોબસ્ત કરવો પડ્યો!