
UP: ઉત્તર પ્રદેશના મેરઠ શહેરના ભીડભાડવાળા રસ્તાઓ પરથી દરરોજ સેંકડો લોકો પસાર થાય છે. દુકાનો, હોર્ડિંગ્સ અને જાહેરાતોની ભીડ કોઈપણનું ધ્યાન ખેંચે છે. ગઢ રોડ પર સ્થિત એક સંકુલમાં એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતુ કે કમ્પ્યુટર ચલાવતા શીખો, નોકરી મેળવો. બહારથી આ સ્થળ એક સામાન્ય કમ્પ્યુટર સેન્ટર જેવું લાગતું હતું. પરંતુ જ્યારે પોલીસ અંદર પહોંચી, ત્યારે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો.
મેરઠ પોલીસે નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારના નઈ સડક, ગઢ રોડ પર મોટી કાર્યવાહી કરી હતી. સીઓ સિવિલ લાઇન અભિષેક તિવારી ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને તે સ્થળે દરોડો પાડ્યો હતો. દરવાજો ખૂલતાં જ પોલીસ ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ. જે જગ્યાએ કમ્પ્યુટર અને લેપટોપના વર્ગો ચાલતાં હતા તે ખરેખર એક સ્પા સેન્ટર નીકળ્યું. એવો આરોપ છે કે અહીં વેશ્યાવૃત્તિ ચાલી રહી હતી.
પોલીસને અંદરથી 9 છોકરીઓ મળી આવી, જેમાં એક રિસેપ્શનિસ્ટ પણ સામેલ હતી. ઉપરાંત ત્રણ ગ્રાહકો અને સ્પા ઓપરેટરને પણ પકડી લેવામાં આવ્યો. કમ્પ્યુટર સેન્ટરના સાઇનબોર્ડ અને ફોટા બહાર લગાવવામાં આવ્યા હતા. જેથી કોઈને કંઈ શંકા ન થાય. પરંતુ અંદરનું દ્રશ્ય બિલકુલ વિપરીત હતું. હીં કોઈ કમ્પ્યુટર નહોતા, પરંતુ એક સ્પા અને તેના સેક્સ રેકટનો ધંધો ચાલી રહ્યો હતો.
મળતી જાણકારી અનુસાર પોલીસને આ મામલે ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી. ઘણા લોકોએ કહ્યું હતું કે કમ્પ્યુટર ક્લાસની આડમાંઅહીં કંઈક બીજું ચાલી રહ્યું છે. જ્યારે ફરિયાદો વધી ત્યારે સીઓ સિવિલ લાઇન અભિષેક તિવારીએ પોતે કાર્યવાહી કરવા મન મનાવી લીધુ હતુ.
તપાસની તૈયારી કરી રહેલા નૌચંડી, મેડિકલ અને સિવિલ લાઇન પોલીસની ટીમોએ સંકુલ પર દરોડો પાડ્યો હતો. પોલીસની હાજરીથી વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. અંદરથી જે ચિત્ર બહાર આવ્યું તેનાથી બધા ચોંકી ગયા. છોકરીઓ અને પુરુષોને તાત્કાલિક પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવી હતી.
અટકાયત કરાયેલા તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સીઓ અભિષેક તિવારીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી. તપાસ દરમિયાન આ વાત સાચી હોવાનું જાણવા મળ્યું હતું. અહીં એક રિસેપ્શનિસ્ટ અને આઠ અન્ય છોકરીઓ હાજર હતી. ચાર પુરુષોની પણ ધરપકડ કરવામાં આવી છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. આગળની કાર્યવાહી ચાલુ છે.
સ્થાનિક લોકો માટે આ આઘાતજનક હતું. બહારથી આ સ્થળ સંપૂર્ણપણે સામાન્ય લાગતું હતું. સંકુલમાં આવતા અને જતા લોકોને ક્યારેય શંકા નહોતી કે અહીં કંઈક બીજું થઈ રહ્યું છે. હાલમાં પોલીસે સ્પા સેન્ટરને સીલ કરી દીધું છે અને સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. છોકરીઓને અહીં કેવી રીતે લાવવામાં આવી અને આ સમગ્ર ધંધા પાછળ કોણ કોણ સામેલ છે તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મેરઠ અને આસપાસના વિસ્તારોમાં આવા વધુ સેન્ટરો ચાલી રહ્યા છે કે કેમ.
આ પણ વાંચો:
Surat: હોટલમાંથી હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, થાઈલેન્ડની 13 મહિલા સહિત 22 લોકોની અટકાયત








