UP: 9 છોકરીઓ, 4 પુરુષો અને 1 સ્પા સેન્ટર, કમ્પ્યુટર શીખવાના બહાને બીજ જ કામ થતું….

  • India
  • September 14, 2025
  • 0 Comments

UP: ઉત્તર પ્રદેશના મેરઠ શહેરના ભીડભાડવાળા રસ્તાઓ પરથી દરરોજ સેંકડો લોકો પસાર થાય છે. દુકાનો, હોર્ડિંગ્સ અને જાહેરાતોની ભીડ કોઈપણનું ધ્યાન ખેંચે છે. ગઢ રોડ પર સ્થિત એક સંકુલમાં એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતુ કે કમ્પ્યુટર ચલાવતા શીખો, નોકરી મેળવો. બહારથી આ સ્થળ એક સામાન્ય કમ્પ્યુટર સેન્ટર જેવું લાગતું હતું. પરંતુ જ્યારે પોલીસ અંદર પહોંચી, ત્યારે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો.

મેરઠ પોલીસે નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારના નઈ સડક, ગઢ રોડ પર મોટી કાર્યવાહી કરી હતી. સીઓ સિવિલ લાઇન અભિષેક તિવારી ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને તે સ્થળે દરોડો પાડ્યો હતો. દરવાજો ખૂલતાં જ પોલીસ ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ. જે જગ્યાએ કમ્પ્યુટર અને લેપટોપના વર્ગો ચાલતાં હતા તે ખરેખર એક સ્પા સેન્ટર નીકળ્યું. એવો આરોપ છે કે અહીં વેશ્યાવૃત્તિ ચાલી રહી હતી.

પોલીસને અંદરથી 9 છોકરીઓ મળી આવી, જેમાં એક રિસેપ્શનિસ્ટ પણ સામેલ હતી. ઉપરાંત ત્રણ ગ્રાહકો અને સ્પા ઓપરેટરને પણ પકડી લેવામાં આવ્યો. કમ્પ્યુટર સેન્ટરના સાઇનબોર્ડ અને ફોટા બહાર લગાવવામાં આવ્યા હતા. જેથી કોઈને કંઈ શંકા ન થાય. પરંતુ અંદરનું દ્રશ્ય બિલકુલ વિપરીત હતું. હીં કોઈ કમ્પ્યુટર નહોતા, પરંતુ એક સ્પા અને તેના સેક્સ રેકટનો ધંધો ચાલી રહ્યો હતો.

મળતી જાણકારી અનુસાર પોલીસને આ મામલે ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી. ઘણા લોકોએ કહ્યું હતું કે કમ્પ્યુટર ક્લાસની આડમાંઅહીં કંઈક બીજું ચાલી રહ્યું છે. જ્યારે ફરિયાદો વધી ત્યારે સીઓ સિવિલ લાઇન અભિષેક તિવારીએ પોતે કાર્યવાહી કરવા મન મનાવી લીધુ હતુ.

તપાસની તૈયારી કરી રહેલા નૌચંડી, મેડિકલ અને સિવિલ લાઇન પોલીસની ટીમોએ સંકુલ પર દરોડો પાડ્યો હતો. પોલીસની હાજરીથી વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. અંદરથી જે ચિત્ર બહાર આવ્યું તેનાથી બધા ચોંકી ગયા. છોકરીઓ અને પુરુષોને તાત્કાલિક પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવી હતી.

અટકાયત કરાયેલા તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સીઓ અભિષેક તિવારીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી. તપાસ દરમિયાન આ વાત સાચી હોવાનું જાણવા મળ્યું હતું. અહીં એક રિસેપ્શનિસ્ટ અને આઠ અન્ય છોકરીઓ હાજર હતી. ચાર પુરુષોની પણ ધરપકડ કરવામાં આવી છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. આગળની કાર્યવાહી ચાલુ છે.

સ્થાનિક લોકો માટે આ આઘાતજનક હતું. બહારથી આ સ્થળ સંપૂર્ણપણે સામાન્ય લાગતું હતું. સંકુલમાં આવતા અને જતા લોકોને ક્યારેય શંકા નહોતી કે અહીં કંઈક બીજું થઈ રહ્યું છે. હાલમાં પોલીસે સ્પા સેન્ટરને સીલ કરી દીધું છે અને સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. છોકરીઓને અહીં કેવી રીતે લાવવામાં આવી અને આ સમગ્ર ધંધા પાછળ કોણ કોણ સામેલ છે તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મેરઠ અને આસપાસના વિસ્તારોમાં આવા વધુ સેન્ટરો ચાલી રહ્યા છે કે કેમ.

આ પણ વાંચો:

Surat: હોટલમાંથી હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, થાઈલેન્ડની 13 મહિલા સહિત 22 લોકોની અટકાયત

UP: મેરઠના કુખ્યાત રેડલાઈટ એરિયામાંથી  25 મહિલાઓ વેશ્યાવૃતિ કરતી પકડાઈ, પુત્રીઓને પણ કરાવતી દેહવ્યાપાર

‘મારા ભાઈને ગોળી વાગી, મને તે આપો પછી પાકિસ્તાન સાથે રમો’, પહેલગામ હુમલો ભૂલાયો! | Boycott Ind vs Pak Match

Ahmedabad: શું અમદાવાદના ગુંડાઓને પોલીસનો ડર જ રહ્યો નથી!, પોલીસ સ્ટેશન નજીક વધુ એક યુવકને પતાવી દીધો

 

Related Posts

Siang Multipurpose Project Protest: સિયાંગ પ્રોજેક્ટ પર સરકાર સાથે કોઈ મંત્રણા નહીં: SIFFની સ્પષ્ટતા, હિરાસતમાં લેવાયેલા લોકોની મુક્તિ અને સુરક્ષા દળોની વાપસીની માગ
  • November 8, 2026

Siang Multipurpose Project Protest: અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ (SUMP)ને લઈને વિરોધ વધુ તીવ્ર બની રહ્યો છે. સિયાંગ ઇન્ડિજિનસ ફાર્મર્સ ફોરમ (SIFF)એ રાજ્ય સરકાર દ્વારા મંત્રણા માટે આપવામાં…

Continue reading
Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી
  • November 8, 2026

Manipur UAPA Action: પૂર્વોત્તર ભારતનાં બે રાજ્યો મણિપુર અને મેઘાલયમાં રાજકીય તથા સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યા છે. મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે નાગરિકો પર હુમલાની ઘટનાઓમાં કથિત રીતે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Siang Multipurpose Project Protest: સિયાંગ પ્રોજેક્ટ પર સરકાર સાથે કોઈ મંત્રણા નહીં: SIFFની સ્પષ્ટતા, હિરાસતમાં લેવાયેલા લોકોની મુક્તિ અને સુરક્ષા દળોની વાપસીની માગ

  • November 8, 2026
  • 2 views
Siang Multipurpose Project Protest: સિયાંગ પ્રોજેક્ટ પર સરકાર સાથે કોઈ મંત્રણા નહીં: SIFFની સ્પષ્ટતા, હિરાસતમાં લેવાયેલા લોકોની મુક્તિ અને સુરક્ષા દળોની વાપસીની માગ

Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી

  • November 8, 2026
  • 5 views
Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી

Pranab Doley NSA Case: આસામમાં બે મોટા વિવાદ વચ્ચે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, પ્રણબ ડોલેની NSA હેઠળની અટકાયત રદ; ધુબરીમાં 4,000થી વધુ લોકો બેઘર

  • November 8, 2026
  • 3 views
Pranab Doley NSA Case: આસામમાં બે મોટા વિવાદ વચ્ચે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, પ્રણબ ડોલેની NSA હેઠળની અટકાયત રદ; ધુબરીમાં 4,000થી વધુ લોકો બેઘર

Allahabad HC on UP Police: ઉત્તર પ્રદેશ પોલીસને અલ્હાબાદ હાઈકોર્ટનો સખત ઠપકો, ગેરકાયદેસર અટકાયત પર ગંભીર સવાલો; પરિવારને મળશે ₹20 હજારનું વળતર

  • November 8, 2026
  • 5 views
Allahabad HC on UP Police: ઉત્તર પ્રદેશ પોલીસને અલ્હાબાદ હાઈકોર્ટનો સખત ઠપકો, ગેરકાયદેસર અટકાયત પર ગંભીર સવાલો; પરિવારને મળશે ₹20 હજારનું વળતર

Delhi Air Pollution: દિલ્હીની હવા બની ઝેરી, AQI 581 પર પહોંચ્યો; સ્વચ્છ હવા માટે સરકાર સામે સવાલ

  • November 8, 2026
  • 6 views
Delhi Air Pollution: દિલ્હીની હવા બની ઝેરી, AQI 581 પર પહોંચ્યો; સ્વચ્છ હવા માટે સરકાર સામે સવાલ

Abhishek Banerjee House Clash: કોલકાતામાં અભિષેક બેનર્જીના ઘર બહાર હિંસક અથડામણ, 8 લોકો ઘાયલ; મમતા બેનર્જીના BJP પર ગંભીર આરોપ

  • November 8, 2026
  • 9 views
Abhishek Banerjee House Clash: કોલકાતામાં અભિષેક બેનર્જીના ઘર બહાર હિંસક અથડામણ, 8 લોકો ઘાયલ; મમતા બેનર્જીના BJP પર ગંભીર આરોપ