
UP News: વારાણસીમાં એક યુવતીને લગ્ન માટે 1 લાખ રુપિયામાં વેચી દેવાની ઘટના સામે આવી છે. તે ટ્રેનમાં બેનના ઘરે જઈ રહી હતી ત્યારે અલ્તાફ શેખ નામના શખ્સ પર લગ્ન માટે વેચવાનો આરોપ લગાવ્યો છે. આમાં મામલામાં ત્રણ આરોપી સામેલ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.મૈનપુરીના કરહલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેને રાખવામાં આવી હતી અને લગ્ન માટે કોર્ટ લઈ જવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કોઈક રીતે યુવતી ભાગવામાં સફળ થઈ અને પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવવામાં સફળ થઈ હતી.
યુવતીનું અપહરણ અને 1 લાખનો સોદો
યુવતીના જણાવ્યા મુજબ તે સાંજે કાયમગંજ બેનના ઘરે જવા ટ્રેનમાં ચઢી હતી.ત્યાં તેની મુલાકાત અલ્તાફ નામના વ્યકિત સાથે થઈ. જે મિર્ઝાપુરનો હતો તેને યુવતી સાથે વાતચીત શરુ કરી અને ધીરે ધીરે તેનો મિત્ર બની ગયો અને તેને ફર્રુખાબાદ ચાલવા કહ્યુ. યુવતી તેની વાતોમાં ફસાઈને તૈયાર થઈ ગઈ. પણ વાહન ન મળતાં તે મેનપુરી લઈ ગયો.
મૈનપુરીના કરહલ વિસ્તારના હિમ્મતપુરમાં અલ્તાફે એક યુવક યુવક સાથે લગ્ન કરવા કહ્યું અને તેના સંબંધી રામનિવાસ પાલે પણ આ લગ્ન માટે દબાણ કર્યું. અને 11 ઓગષ્ટે ત્રણેય અપરાધીઓ તેને લગ્ન માટે કોર્ટ લઈ ગયા.યુવતીએ વિરોધ કર્યો ત્યારે જ રામનિવાસે કહ્યુ કે અલ્તાફે તેને 1 લાખ રુપિયામાં વેચી છે.આ જાણી યુવતીએ હિંમત કરીને ત્યાંથી ભાગવામાં સફળ થઈ.અને ત્યારબાદ તે સીધી પોલીસ સ્ટેશન પહોંચીને બધી માહિતી પોલીસને આપી હતી.
મહિલા સુરક્ષા કાયદા
ભારતમાં મહિલા સુરક્ષા માટે અનેક કાયદા કાનૂન અમલમાં છે.જેવાકે હેરાનગતિ, ઘરેલું હિંસા, દહેજ,અને માનવ તસ્કરી છતાં ગુનેગારો ખુલ્લેઆમ ગુના કરતાં હોય છે.હવે મહિલાઓની સુરક્ષા પર મોટા સવાલો ઊભા થયા છે. ત્યારે કાયદા કાનુનની વાત કરીએ તો આ બાબતમાં નીચે મુજબના કાયદા છે.
આવી ઘટનાઓ રોકવા માટે આ બે કલમોની રચવના કરવામાં આવી છે. કલમ 366:અપહરણ,(370) માનવ તસ્કરી સ્ત્રીનનું અપહરણ કરવું, લગ્ન માટે દબાણ કરવું, ગેરકાયદેસર હેતુથી લઈ જવી,તેને વેચવી,ગુનાહિત ધમકી આપવી, અથવા કોઈરીતે ઠેસ પહોંચાડવી આ બધા માટે આ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવી ઘટનાઓમાં મહિલાઓ મહિલા હેલ્પલાઈન (181) નો પણ સંપર્ક કરી શકે છે.
પોલીસની કાર્યવાહી
યુવતીની ફરિયાદના આધારે પોલીસે અલ્તાફ, રામનિવાસ પાલ અને હ્રદેશ વિરુદ્ધ ગંભીર ગુના હેઠ
ળ કેસ નોધ્યો છે. હાલ ત્રણેય આરોપી ફરાર છે. અને પોલીસે શોધખોળ ચાલુ કરી દીધી છે. યુવતીનો મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે. અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે એ પણ કહ્યું કે આરોપીને જલદી જ પકડી લેવામાં આવશે.
મહિલાઓને અપીલ
મહિલાઓએ સાવચેતી રાખવી જોઈએ, અજાણ્યા લોકો સાથે વાત કરતાં ધ્યાલ રાખવું જો શકા જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી.100 નંબર પર કોલ કરવો અથવા તો મહિલા હેલ્પલાઈન (181) પર સંપર્ક કરવો.
આ પણ વાંચો
Surat: અર્ધનગ્ન હાલતમાં 60 ફૂટ ઉંચા ઝાડ પર કેમ ચઢી મહિલા? ભારે જહેમત બાદ ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
UP News: દીકરી બે વાર ઘરેથી ભાગી, બદનામીથી નારાજ પિતાએ આપ્યું ભયાનક મોત








