
UP News: દેશભરમાં ચકચાર મચાવનાર સૌરભ રાજપૂત હત્યા કેસને લઈને આજે( 20 માર્ચે) બુધવારે મેરઠ કોર્ટમાં વકીલોમાં રોષ ભભૂક્યો હતો. જ્યારે પોલીસ સૌરભની હત્યારી પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ શુક્લાને લઈને કોર્ટમાંથી બહાર નીકળી રહી હતી, ત્યારે વકીલોએ હત્યારા પ્રેમી યુગલને ફટકાર્યું છે. વકીલોએ ગાડી પર ચઢી થપ્પડો મારી હતી. પોલીસે ભારે જહેમતબાદ બંનને આરોપીઓને વકીલોની ચૂંગાલમાંથી છોડવ્યા હતા. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અહીં ક્લિક કરીને સમગ્ર ઘટના જાણો!
પોલીસે આ બંને આરોપીઓને ACJM સેકન્ડની કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓના ચહેરા પર કોઈ પશ્ચાતાપ જોવા મળ્યો ન હતો. જ્યારે ACJM એ સાહિલને તેનું નામ પૂછ્યું, ત્યારે તેણે કડક સ્વરમાં કહ્યું, સાહિલ શુક્લા. જ્યારે મુસ્કાનને તેના ગુના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેણે તેના પતિની હત્યા કરી છે. આ પછી કોર્ટે બંને આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. કોર્ટ પરિસરમાં હત્યારા પ્રેમીઓનું ખુમારીભર્યું વર્તન જોઈ વકીલો રોષે ભરાઈ ગયા હતા.
ગાડી પર ચઢતી વખતે થપ્પડ
આરોપીઓની હાજરી દરમિયાન કોર્ટ રૂમની અંદર અને બહાર મોટી સંખ્યામાં વકીલો હાજર હોવાથી પોલીસ આ બંનેને કોર્ટ રૂમની બહાર લઈ જતાની સાથે જ વકીલોએ તેમના પર હુમલો કર્યો હતો. પરિસ્થિતિ એવી હતી કે પોલીસથી ઘેરાયેલા હોવા છતાં 20 થી વધુ વકીલોએ તેમને થપ્પડો મારી દીધી હતી. વકીલો તેમને થપ્પડ મારવા માટે વાહનો પર ચઢી ગયા હતા. આ લડાઈમાં આરોપીઓના કપડાં પણ ફાટી ગયા છે. આ હત્યાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.
આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાલમાં ગુંડાગીરી સામે આવ્યા બાદ બૂલડોઝર કાર્યવાહી
આ પણ વાંચોઃ Gandhinagar: હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓ CMને મળવા ગાંધીનગરમાં, આરોગ્યમંત્રીએ કહ્યું માંગ ગેરવ્યાજબી
આ પણ વાંચો: Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો







