UP: છરીના ઘા મારી ભાભી-ભત્રીજાની હત્યા, લોહીલુહાણ મૃતદેહો છોડી આરોપી ફરાર

  • India
  • August 21, 2025
  • 0 Comments

UP: અમેઠીમાં એક યુવકે જમીનના વિવાદમાં તેની ભાભી અને ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ મચી ગયો છે. ખેતરમાં કામ કરતી વખતે તેણે તેમના પર છરીથી હુમલો કર્યો. થોડી જ વારમાં બંનેનું મોત નીપજ્યું. ગુનો કર્યા પછી આરોપી ત્યાંથી ફરાર થયો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી ઘટના?

આ ઘટના મુસાફિરખાના કોતવાલી વિસ્તારના રૂદૌલી ગામમાં બની  છે. સવારે રમા (45) તેના પુત્ર આકાશ (18) સાથે ખેતરમાં કામ કરી રહી હતી. તે સમયે રામરાજ છરી લઈને આવ્યો. અને તેણે ભાભી અને ભત્રીજા પર છરીથી હુમલો કરીને તેમની હત્યા કરી દીધી હતી.

ચીસો સાંભળીને ગામલોકોનું ટોળું એકઠું થયું

હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં બંને ત્યાં પડી ગયા. તેમની ચીસો સાંભળીને ગામલોકોનું ટોળું એકઠું થઈ ગયું. ગામલોકોએ બંનેને મુસાફિરખાનાના સીએચસીમાં લઈ ગયા. ત્યાં તપાસ કર્યા પછી  ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા. ગુનો કર્યા પછી આરોપી ત્યાંથી ભાગી ગયો.

મિલકત માટે કરી હત્યા

અત્યારના સમયમાં પૈસા અને મિલકતની કિંમત માણસ કરતાં વધી ગઈ હોય એવું લાગે છે. લોકો જમીન અને મિલકત પડાવી લેવા માટે અનેક પ્રકારના કાવતરા કરતાં હોય છે. ભાઈ-બહેન, માતા-પિતા, કાકા ભત્રીજા બધા જ સંબંધોને લોકો લજવી કાઢયાં છે. આવી ઘટનાઓમાં સતત થતો વધારો બતાવે છે કે પૈસા આગળ સંબંધોનું મહત્વ ઓછું થવા લાગ્યું છે. લોકો જમીનો માટે સગા ભાઈનું પણ ખૂન કરી નાંખે છે. જે મિલકત મર્યા પછી સાથે નથી લઈ જવાની અહીં જ રહેવાની છે. એના માટે પણ આવા કૃત્ય કરવામાં આવે છે. ખરેખર માણસાઈ મરી પરવારી છે.

પોલીસની કાર્યવાહી

આ ઘટનાની માહિતી મળતાં જ કોટવાલી ઇન્ચાર્જ વિવેક સિંહે સ્થળનું નિરીક્ષણ કર્યું,અને માહિતી એકઠી કરી. ફોરેન્સિક ટીમે પુરાવા પણ એકત્રિત કર્યા છે. સીઓ અતુલ કુમાર સિંહે જણાવ્યું હતું કે આરોપીની શોધ કરવામાં આવી રહી છે. સંભવિત છુપાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો:

Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી

Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી

Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં આરોપી વિદ્યાર્થી અને તેના સહયોગીની ધરપકડ, ભારે વિરોધ

MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?

Delhi: 30 દિવસ માટે ધરપકડ થશે તો PM-CMનું પદ ગયુ સમજો, સરકારે ખરડો પસાર કર્યો, શું વિપક્ષને દબાવવાનું પગલુ?

Ahmedabad: ધો.8ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી, બાદમાં લોકોએ શિક્ષકોને ફટકાર્યા

Related Posts

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં, એક પતિને તેની પત્નીએ માર માર્યો હતો. મારથી પતિ એટલો ઘાયલ થયો કે તેણે 100 ફૂટ ઊંડા…

Continue reading
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પોલીસે એક કાકા અને ભત્રીજાની ધરપકડ કરી છે. તેઓ એક અધવચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં ઝડપાયા હતા. તેમણે લગભગ 10 દિવસ પહેલા રેલવે કલેક્શનમાંથી ₹69 લાખની ઉચાપત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 2 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 12 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!