અમેરિકાએ પાકિસ્તાન રાજદૂતને ન આપી એન્ટ્રી; એરપોર્ટ પરથી જ કર્યા ડિપોર્ટ

  • India
  • March 11, 2025
  • 0 Comments
  • અમેરિકાએ પાકિસ્તાન રાજદૂતને ન આપી એન્ટ્રી; એરપોર્ટ પરથી જ કર્યા ડિપોર્ટ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં આવ્યા પછી અન્ય દેશો સાથેનો વ્યવહાર દાદાગીરીવાળો કરી દેવામાં આવ્યો છે. ટ્રમ્પ માત્ર અમેરિકનોને જ મહામાનવ ગણતા હોય અને અન્ય દેશના દેશવાસીઓને માનવી પણ ગણતા નહોય તેવો વ્યવહાર કરી રહ્યા છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી સાથે પણ અમાનવીય વ્યવાહર કરવામાં આવ્યો છે. તો હવે અમેરિકાની વધુ એક દાદાગીરી સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈમિગ્રેશન નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. એવામાં તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વાગનને અમેરિકામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. તેમજ એરપોર્ટ પરથી જ તેમને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની જાણકારી આપી હતી. ઈમિગ્રેશન સામે વાંધો ઉઠાવ્યા બાદ પાકિસ્તાનના રાજદૂત કેકે અહેસાન વાગનને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાની રાજદૂત વાગન પાસે અમેરિકાના માન્ય વિઝા અને તમામ જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ હતા અને તેઓ અંગત મુલાકાત માટે લોસ એન્જલસ જઈ રહ્યા હતા પરંતુ યુએસ ઈમિગ્રેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા તેમને રોકી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને એરપોર્ટથી જ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

જો કે અમેરિકન પ્રશાસનના આ પગલાને કારણે રાજદ્વારી પ્રોટોકોલ પર સવાલો ઉઠી રહ્યા છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પાકિસ્તાન સરકાર તેમને ઈસ્લામાબાદ બોલાવી શકે છે.

વિદેશ મંત્રાલયે લોસ એન્જલસમાં પાકિસ્તાની કોન્સુલેટને આ મામલે તપાસ કરવા કહ્યું છે. પાકિસ્તાનના રાજદૂત કેકે અહેસાન વાગન લાંબા સમયથી તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનની વિદેશ સેવામાં છે. તેમણે કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરીથી લઈને લોસ એન્જલસમાં પાકિસ્તાનના કોન્સ્યુલેટ જનરલમાં ડેપ્યુટી કોન્સલ જનરલ, મસ્કતમાં રાજદૂત અને નાઈજરમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેવા આપી છે.

આ પણ વાંચો- Morbi: બાળકી પર બળાત્કાર ગુજારનાર રીક્ષાચાલકને આજીવન કેદ, 35,100નો દંડ, પિડિતાને 4 લાખની સહાય

  • Related Posts

    UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…
    • August 31, 2025

    UP: ધાર્મિક સ્થળો પણ હવે લોકો માટે સુરક્ષિત રહ્યા નથી. ખુદ ધાર્મિક લોકો જ અશ્લીલતાં આચરી રહ્યા છે.  દિલ્હીના કાલિકા કાલકાજી મંદિરમાં  સેવકની હત્યા કરી નાખવામાં આવી.  ત્યારે હવે આશ્રમમાં…

    Continue reading
    Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’
    • August 31, 2025

    Delhi: દિલ્હીમાં ભાજપ સરકાર આવી ત્યારથી અનેક અપરાધિક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. હાલમાં જ જાહેર જગ્યાએથી એક મહિલા સાંસદની ચેઈન તોડીને એક શખ્સ ફરાર થઈ ગયો હતો. ખુદ દિલ્હી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…

    • August 31, 2025
    • 10 views
    UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…

    China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?

    • August 31, 2025
    • 21 views
    China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક,  શું થઈ ચર્ચા?

    Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’

    • August 31, 2025
    • 40 views
    Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’

    US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો

    • August 31, 2025
    • 36 views
    US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો

    Milk Bank: ગુજરાતમાં નવજાતોને માતાનું દૂધ પુરુ પાડતી 6 દૂધ બેંક, વર્ષે આટલી માતાઓ કરે છે દૂધ દાન?

    • August 31, 2025
    • 38 views
    Milk Bank: ગુજરાતમાં નવજાતોને માતાનું દૂધ પુરુ પાડતી 6 દૂધ બેંક, વર્ષે આટલી માતાઓ કરે છે દૂધ દાન?

    viral video: ‘ગણેશજી, જો હું ખરાબ છોકરાઓ સાથે રહું, તો મારા પિતાનું મોત થાય’ પિતાએ ભગવાનની સામે લેવડાવ્યા શપથ

    • August 30, 2025
    • 4 views
    viral video: ‘ગણેશજી, જો હું ખરાબ છોકરાઓ સાથે રહું, તો મારા પિતાનું મોત થાય’ પિતાએ ભગવાનની સામે લેવડાવ્યા શપથ