
US: અમેરિકાના લોસ એન્જલસમાં ખંજર લઈને આતંક મચાવનાર શીખ યુવકને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસે 36 વર્ષના શીખ યુવક ગુરપ્રીત સિંહને ગોળી મારતાં મોત થયું છે. ત્યારે સોશિયલ મિડિયા પર પોલીસની વાહવાહી કરી રહ્યા છે. બીજી તરફ આ પોલીસની કામગીરીની ટીકા થઈ રહી છે.
અમેરિકાના લોસ એન્જલસમાં પોલીસે 36 વર્ષીય શીખ યુવક ગુરપ્રીત સિંહની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. લોસ એન્જલસ પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સીસીટીવી ફૂટેજ અનુસાર, ગુરપ્રીત સિંહ રસ્તા પર ખંજર( મોટો છરો) લઈને હાથમાં ફરેવી રહ્ય હતો.
गुरप्रीत सिंह ने अशांति फैलाई और कटार लहराई जिससे लोग दहशत में आ गए।
वह पुलिस की तरफ भी दौड़ते हुए बढ़ रहे थे , फिर अपनी सुरक्षा के लिए पुलिस वाले को उनज्ञपर गोली चलानी पड़ी।
वह अगर दौड़ कर पुलिस की तरफ नहीं आते तो गुरप्रीत बच सकते थे।।
वीडियो :pic.twitter.com/FHzWGnDBbM
— PrimeSource Network (@PrimesourceN) August 29, 2025
પોલીસના જણાવ્યા અનુસાર, ગુરપ્રીત સિંહ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં Crypto.com એરેના નજીક ખંજર જેવા હથિયાર સાથે ફરતો હતો ત્યારે તેણે પોલીસ સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસ પર જ હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યારબાદ તેને ગોળી મારી દેવામાં આવી હતી. ઘાતક હથિયાર ખંજરની ઓળખ ‘ખાંડા’ તરીકે થઈ હતી. જે ભારતીય માર્શલ આર્ટ્સમાં વપરાતી બેધારી તલવાર છે.
ઘટના 13 જુલાઈની
આ સમગ્ર ઘટના 13 જુલાઈના રોજ બની હતી. જો કે વીડિયો હાલ પોલીસે વાયરલ કર્યો છે. જ્યારે પોલીસને 911 પર ફોન આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે એક વ્યક્તિ એક જાહેર ચોકડી પર મોટો ખંજર લઈ ફરી રહ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે ગુરપ્રીતે તેની કાર રસ્તાની વચ્ચે ઉભી રાખી હતી. તેને હથિયાર પોલીસના હવાલે સોંપી દેવા કહેવાયું. પરંતુ તે માન્યો નહીં. તેણે ગાડી લઈને ભાગવનો પ્રયાસ કર્યો.
લીસે ગુરપ્રીત સિંહને ગોળી મારી દીધી
ત્યારબાદ પોલીસે તેનો પીછો કર્યો. તેણે કાર ગફલતફરી રીતે ચલાવી પોલીસ વાનમાં અથડાવી પોલીસે સામે હથિયાર લઈને દોડ્યો. જે બાદ પોલીસે સ્વબચાવ માટે ગોળી મારી દીધી.
મોત
ઘટના પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો. સદનસીબે, સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ કે અધિકારીને ઈજા થઈ નથી. આ મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે.
સોશિયલ મિડિયા પ્રતિક્રિયાઓ
આ ઘટના બાદ સોશિયલ મિડિયામાં વાયરલ થયેલા વિડિયો અંગે ભારતીયો ટીપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું ભારતે પણ આ જ નીતિ અપનાવવી જોઈએ. જો તમને ખતરો માનવામાં આવે તો પોલીસને પોતાનો બચાવ કરવાનો અને ગુનેગારને નીચે ઉતારવાનો સંપૂર્ણ અધિકાર હોવો જોઈએ.
બીજાએ લખ્યુંસાચું, પણ પ્રથમ વિશ્વની પોલીસિંગ પદ્ધતિઓ વિના નહીં. નહિંતર, ભારતીય પોલીસ શેરીઓને રક્તપાતમાં ફેરવી શકે છે, ક્યારેક વ્યક્તિગત બદલો લેવા માટે, ક્યારેક પૈસા માટે. આટલી બધી સત્તા આપતા પહેલા, યોગ્ય તાલીમ, કડક ચેક અને બેલેન્સ, બોડીકેમ અને જો કોઈ પોલીસ અધિકારી તેમના અધિકારનો દુરુપયોગ કરે તો તાત્કાલિક, કઠોર સજા હોવી જોઈએ.
ત્રીજાએ લખ્યું જો તે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ હોત તો શું થાત…!, તો પછી આ સ્પષ્ટ રીતે હત્યાનો કેસ છે?, ધમકીને નિષ્ક્રિય કરવા અથવા મારી નાખવા માટે તમારે અસમર્થ બનવાની જરૂર છે? ચાલતા માણસ પર અનેક ગોળીબાર! હેતુપૂર્વક પણ નહીં!! ઘણા બધા અનુત્તરિત પ્રશ્નો તરફ દોરી જાય છે…
આ પણ વાંચો:
Milk Bank: ગુજરાતમાં નવજાતોને માતાનું દૂધ પુરુ પાડતી 6 દૂધ બેંક, વર્ષે આટલી માતાઓ કરે છે દૂધ દાન?
Dudhsagar Dairy : દૂધસાગર ડેરીને અમૂલના ચેરમેને ડૂબાડી, આ રહયા અશોક ચૌધરીના સૌથી મોટા કૌભાંડો
Lucknow Gangrape: 14 વર્ષની કિશોરી પર 4 શખ્સોનો ગેંગરેપ, બેટી બચાવોના નારા વચ્ચે આ હાલ!
Gujarat: મોદીને ગુજરાતમાં પહેલાની જેમ ‘Surprise CM’ બદલવા કેટલું મુશ્કેલ?