US Plane Crash: ઘરો પર એકાએક વિમાન પડતાં આગ, પાયલોટનું મોત, વાંચો વધુ

  • World
  • May 4, 2025
  • 5 Comments

US Plane Crash: અમેરિકાના કેલિફોર્નિયામાં એક વિમાન અચાનક બે ઘર પર ક્રેશ થયું છે. આ ઘટનામાં પાઇલટે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિમાન 2 ઘરની છત પર પડતાં ઘરોમાં પણ આગ લાગી ગઈ હતી. આ આગને બુઝાવવા માટે 40 થી વધુ ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘણા કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો છે. 2 ઘરને મોટાપાયે નુકસાન થયું છે.

ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી

મળતી માહિતી મુજબ ગઈકાલે(3 મે) શનિવારે અમેરિકાના કેલિફોર્નિયામાં એક સિંગલ-સીટર પ્લેન ક્રેશ થયું હતું, જેમાં એક પાયલોટનું ઘટનાસ્થળે જ મોત થયું. આ દુર્ઘટના રહેણાંક વિસ્તારમાં થઈ. જેના કારણે 2 ઘર સળગી ગયા હતા. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે લોકો ઘરોમાં હાજર હતા, પરંતુ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હાલમાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી.

લોકોની અવરજવર બંધ થઈ ગઈ

વિમાન દુર્ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ અને જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે આખી શેરી બંધ કરી દીધી. જે શેરીમાં વિમાન ઘરોની છત પર પડ્યું હતું ત્યાં સામાન્ય લોકોની અવરજવર બંધ કરી દેવાઈ. લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. આ ઘટના લોસ એન્જલસથી માત્ર 80 કિલોમીટર દૂર બની હતી. આ અકસ્માત કેમ થયો તે અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ પણ વાંચોઃ

રાજસ્થાન બોર્ડર પરથી પાકિસ્તાની રેન્જર ઝડપાયો, જાસૂસી કરતો હોવાના આરોપ | Rajasthan

Gujarat ના હવામાનમાં પલટો, બનાસકાંઠા, મહિસાગરમાં વરસાદ

Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા

Gujarat: ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા

Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?

Related Posts

Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”
  • February 2, 2026

Donald Trump: “એપસ્ટિન ફાઈલ્સ” આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે કારણ કે એપસ્ટિન એક મોટો ‘દલ્લો’ હતો અને કુમળી વયની 13 કે 14 વર્ષની છોકરીઓ સાથે સંભોગ કરવાની વિકૃતિ…

Continue reading
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’
  • February 1, 2026

● આ એજ ટ્રમ્પ છે કે જેઓ વેનેઝુએલાથી તેલ ખરીદવાનો એક સમયે વિરોધ કરતા હતા પણ હવે તેઓએ અહીંના તેલ ભંડાર ઉપર કબ્જો કર્યા બાદ વિશ્વના દેશો માટે દુકાન ખોલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 4 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 5 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 7 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 9 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત