US report: ચીન જ નહીં ભારત પણ ફેન્ટાનાઇલ ડ્રગ્સનું મોટું ઉત્પાદક, આ ડ્રગ્સ શું છે?

  • World
  • March 27, 2025
  • 0 Comments

US report: હવે અમેરિકાના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ચીન જ નહીં પણ ભારત દેશ પણ ફેન્ટાનાઇલ ડ્રગ્સનું મોટું ઉત્પાદન કરે છે. આ ડ્ર્ગ્સથી અમેરિકામાં ઓક્ટોબર 2024 સુધીમાં 52 હજાર લોકોના મોત થયા હોવાનો  રિપોર્ટમાં દાવો કરાયો છે. ટ્રમ્પે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યા છે.

તાજેતરમાં યુએસ સેનેટમાં એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ફેન્ટાનાઇલ દવાના ખતરા સામે પગલાં લેવાના નિર્દેશ છે. અમેરિકામાં ફેન્ટાનાઇલ અને અન્ય કૃત્રિમ દવાઓની હેરફેરની સમસ્યા એટલી વધી ગઈ છે કે તેને હવે એક મોટી જાહેર આરોગ્ય આપત્તિ માનવામાં આવે છે.

 આ વચ્ચે અમેરિકન ગુપ્તચર અહેવાલમાં એક નવી સનસનાટીભરી માહિતી આપતાં ખળભળાટ મચી ગયો છે. જેણે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેચ્યું છે. ગૃપ્ત અહેવાલ મુજબ ચીન અને ભારત બંને ફેન્ટાનાઇલ જેવી ઘાતક દવાઓના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ સાથે મળીને અમેરિકામાં સપ્લાય કરી રહ્યા છે.

રિપોર્ટમાં શું દાવો છે?

અમેરિકાની ગુપ્તચર એજન્સીઓના વાર્ષિક મૂલ્યાંકન (ATA) અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન અને ભારત બંને ગેરકાયદેસર ફેન્ટાનાઇલ ઉત્પાદનમાં સામેલ ગુનાહિત સંગઠનોને રસાયણો અને સાધનો પૂરા પાડી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં ફેન્ટાનાઇલ સંબંધિત કેસોમાં ઝડપથી વધારો થયો છે અને તેની અસર ઘાતક સાબિત થઈ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર 2024 સુધીમાં આ ડ્રગ્સને કારણે 52 હજારથી વધુ અમેરિકન નાગરિકોના મોત થયા છે.

રિપોર્ટ અનુસાર  ‘ફેન્ટાનાઇલ ડ્રગની ચીન અને મેક્સિકોથી અમેરિકામાં દાણચોરી થઈ ચૂકી છે, પરંતુ ભારતનું નામ પહેલીવાર આ યાદીમાં ટોચ પર આવ્યું છે. આ પહેલી વાર છે જ્યારે અમેરિકાએ ભારતને ચીનના સમાન સ્તરે મૂક્યું છે. ગયા વર્ષ સુધી ભારતનું નામ આ દાણચોરીમાં ઘણું પાછળ હતું. આ રિપોર્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેન્ટાનાઇલની હેરફેર સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યા બાદ આવ્યો છે.

ફેન્ટાનાઇલ ડ્રગ શું છે અને તે કેમ ખતરનાક?

ફેન્ટાનાઇલ એક કૃત્રિમ ઓપીઓઇડ છે, જેનો ઉપયોગ મુખ્યત્વે તબીબી ક્ષેત્રમાં ગંભીર દુખાવાની સારવાર માટે થાય છે. તે મોર્ફિન કરતાં લગભગ 100 ગણું વધુ શક્તિશાળી છે અને તેનો ઉપયોગ ફક્ત ડૉક્ટરની દેખરેખ હેઠળ થાય છે. જોકે  જ્યારે ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

આ દવા ગેરકાયદેસર રીતે દાણચોરી દ્વારા વેચાય છે, અને તેના વધુ પડતા સેવનને કારણે ઓવરડોઝના કેસોમાં વધારો થયો છે. ફેન્ટાનાઇલનું સેવન શરીર પર ખૂબ જ ઝડપથી અસર કરે છે, જે શ્વાસ લેવામાં તકલીફ અથવા હૃદયરોગના હુમલા જેવી જીવલેણ પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે. તેના વ્યસનને કારણે  લોકો તેનું સેવન વધારે છે, જે તેમના જીવન માટે જોખમ વધારે છે. આ જ કારણ છે કે આ દવા સમગ્ર વિશ્વમાં એક મોટી આરોગ્ય આપત્તિ બની ગઈ છે. જો કે ભારતમાં આ પ્રકારનું ડ્રગ્સ ક્યા અને કેવી રીતે સપ્લાય કરે છે, તેની  માહિતી મળી નથી.

 

આ પણ વાંચોઃ Surat: AAPએ માગ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું, ‘ડ્રગ્સનો કરો ખુલાસો’

આ પણ વાંચોઃ Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ

આ પણ વાંચોઃ Delhi: દિલ્હી પોલીસ જસ્ટિસ યશવંત વર્માના ઘરે, સ્ટોર રૂમ અને આસપાસનો વિસ્તાર કર્યો સીલ, જાણો વધુ

આ પણ વાંચોઃ   Amreli: શાળામાં બ્લેડથી 40થી વધુ બાળકોએ હાથ-પગની નસો કાપવાના પ્રયત્ન કર્યા, શિક્ષકો શું કરતા હતા?

આ પણ વાંચોઃ બેંકમાં થયેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતાં પત્રકારની ધરપકડ | Assam journalist arrest

Related Posts

England: ઘરનો દરવાજો તોડ્યો, ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી
  • October 27, 2025

Crime in England: ઇંગ્લેન્ડમાં 20 વર્ષીય ભારતીય મૂળની યુવતી પર બળાત્કાર થવાની ઘટના બની છે, અંદાજે 30 વર્ષના બળાત્કારી ગોરા પુરુષના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન…

Continue reading
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”
  • October 26, 2025

DONALD TRUMP | થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ તકે ટ્રમ્પે કહ્યું કે તેમના વહીવટીતંત્રે આઠ મહિનામાં આઠ યુદ્ધોનો અંત લાવ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 4 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 6 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 18 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 24 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC