
- અમેરિકા બીજા ગેરકાયદે ભારતીયોને 16-17 ફેબ્રુઆરીએ કરશે ડીપોર્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મહત્ત્વપૂર્ણ વાતચીત કરવા માટે બે દિવસીય યાત્રા વૉશિંગ્ટન પહોંચી ચૂક્યા છે. આ તમામ વચ્ચે અમેરિકામાં રહેતા ગેરકાયદે અપ્રવાસી ભારતીયોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અુસાર, ગેરકાયદે ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ 16 અથવા 17 ફેબ્રુઆરીએ ભારત આવશે.
અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પાછા વતન મોકલવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે યુએસ મિલિટ્રી એરક્રાફ્ટ 104 ભારતીયોને અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા. જેમાં 33 ગુજરાતીઓ સામેલ હતા. પંજાબના 30 લોકો સામેલ હતા. આ 104 ભારતીયોમાં 25 મહિલાઓ અને 13 સગીરો અને 72 પુરુષ હતા. 33