
US-Ukraine: અમેરિકા અને યુક્રેન વચ્ચેના સંબંધો ફરી એકવાર તણાવપૂર્ણ બન્યા છે. તેવા સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અમેરિકા પહોંચ્યા હતા જ્યાં વાતચીત દરમ્યાન અગાઉની જેમ ટ્રમ્પ વાત વાતમાં ફરી ઝેલેન્સકી ઉપર ગુસ્સે થઈ ગયા હતા અને જો પુતિન ઈચ્છે તો યુક્રેનનો નાશ કરી દેશે તેમ જણાવી શરતો સ્વીકારવા દબાણ કર્યું હતું.
ફાઇનાન્સિયલ ટાઇમ્સ (FT) ના એક અહેવાલમાં જણાવાયું હતું કે વ્હાઇટ હાઉસ ખાતે એક બેઠક દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પર રશિયન શરતો સ્વીકારવા દબાણ કર્યું હતું.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વાતચીત એટલી હદે ગરમા ગરમ થઈ ગઈ હતી કે ટ્રમ્પ જોરથી મોટા અવાજે દલીલો કરી રીતસરના બૂમો પાડવા લાગ્યા હતા. બેઠક દરમિયાન, ટ્રમ્પે ઝેલેન્સકી દ્વારા રજૂ કરાયેલા લશ્કરી નકશાને નકારી કાઢ્યા હતા અને યુક્રેનને ડોનબાસ ક્ષેત્ર રશિયાને સોંપી દેવા દબાણ કર્યું હતું.
ટ્રમ્પે ઝેલેન્સકીને કહ્યું હતું કે વ્લાદિમીર પુતિન ખૂબ શક્તિશાળી છે અને જો તેઓ ઇચ્છે તો યુક્રેનનો નાશ કરી શકે છે. તેમણે યુક્રેન યુદ્ધને એક ખાસ ઓપરેશન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે વાસ્તવિક યુદ્ધ નહોતું. દરમિયાન ઝેલેન્સકીએ ટ્રમ્પને યુક્રેનિયન સૈન્યના નકશા બતાવતા તે પણ ફેંકી દીધા હતા અને કહ્યું હતું કે, “હું આ લાલ રેખાઓથી કંટાળી ગયો છું.”
પુતિને ટ્રમ્પને યુક્રેન માટે એક નવો યુદ્ધવિરામ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનને ડોનબાસ ક્ષેત્ર રશિયાને સોંપી દેવું જોઈએ, જ્યારે ખેરસન અને ઝાપોરિઝ્ઝિયાના કેટલાક ભાગો યુક્રેન પાસે જ રહેશે. યુક્રેને આ પ્રસ્તાવને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે, સ્પષ્ટપણે કહ્યું છે કે તેની સાર્વભૌમત્વ અને સરહદો કોઈપણ કિંમતે બદલી શકાતી નથી.
બેઠકમાં, જ્યારે યુક્રેનિયન પ્રતિનિધિઓએ પરિસ્થિતિ અને તેમની આતંકવાદ વિરોધી વ્યૂહરચના રજૂ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ટ્રમ્પે તેઓની બધી દલીલોને ફગાવી દીધી હતી.
ઝેલેન્સકીએ નિશ્ચિતપણે કહ્યું કે યુક્રેન તેની સ્વતંત્રતા માટે છેલ્લા શ્વાસ સુધી લડશે. ટ્રમ્પે લશ્કરી સહાય મર્યાદિત કરીને ટોમાહોક મિસાઇલોનો પુરવઠો રોકી દેવાના નિર્ણયની પ્રતિક્રિયા આપી હતી.
રોઇટર્સના અહેવાલ મુજબ, આ બેઠક ટ્રમ્પ વહીવટીતંત્રમાં વધતા મતભેદોને પણ ઉજાગર કરે છે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ઝેલેન્સકી પર કૃતજ્ઞતાના અભાવનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે યુક્રેનને યુએસ સમર્થન માટે વધુ આભારી રહેવું જોઈએ. યુરોપિયન અધિકારીઓએ એફટીને જણાવ્યું કે ટ્રમ્પે સમગ્ર બેઠક દરમિયાન પુતિનની ભાષાનો પડઘો પાડ્યો અને યુક્રેનિયન પક્ષને વારંવાર શાંત રહેવા વિનંતી કરી.
ફાઇનાન્શિયલ ટાઇમ્સે એમ પણ લખ્યું છે કે ટ્રમ્પના આ વલણથી યુરોપિયન નેતાઓની ચિંતા વધી છે કેમકે ટ્રમ્પનું વલણ અમેરિકાની યુક્રેન નીતિને બદલી શકે છે.
જો અમેરિકા રશિયાની તરફેણમાં ઝુકાવશે, તો તે માત્ર યુક્રેનનું મનોબળ જ નહીં પરંતુ યુરોપિયન યુનિયનની વ્યૂહાત્મક એકતાને પણ નબળી પાડશે.
ઝેલેન્સકીએ રવિવાર (૧૯ ઓક્ટોબર, ૨૦૨૫) ના રોજ એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું કે શાંતિ ત્યારે જ શક્ય છે જ્યારે બધા લોકશાહી દેશો એક સાથે ઉભા રહે.
તેમણે અમેરિકા અને G7 દેશોને નિર્ણાયક પગલાં લેવા અપીલ કરી તેના જવાબમાં, ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં કહ્યું, “પુતિને કંઈક હાંસલ કર્યું છે, તેમણે અમુક પ્રદેશ જીતી લીધો છે,મને વિશ્વાસ છે કે હવે આપણે શાંતિ પુનઃસ્થાપિત કરીશું.”
અહેવાલ મુજબ, ટ્રમ્પ અને પુતિન આગામી બે અઠવાડિયામાં બુડાપેસ્ટમાં નવી બેઠક યોજવા સંમત થયા છે. ઓગસ્ટમાં અલાસ્કામાં થયેલી અગાઉની બેઠક અનિર્ણિત રહી હતી કારણ કે પુતિને ટ્રમ્પની તાત્કાલિક યુદ્ધવિરામની ઓફરને નકારી કાઢી હતી.
આ પણ વાંચો:
ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ
Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો









