
Peter Navarro: અમેરિકાએ વિશ્વમાં સૌથી વધુ ટેરિફ 50 ટકા ભારત લાદી દીધો છે. જેને લઈ ભારત-અમેરિકાના સંબંધો વચ્ચે ખટાશ આવી ગઈ છે. મોદી સરકાર અમેરિકાને બદલે રશિયા પાસેથી તેલ ખરીદી રહ છે. તે વચ્ચે ટ્રમ્પ સલાહાકારના નિવેદનથી મોદીની ફજેતી થઈ છે.
વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કર્યો છે. જેમાં તેમણે રશિયા-યુક્રેનના યુધ્ધને “મોદીનું યુદ્ધ” ગણાવ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ભારત દ્વારા રશિયન તેલ ખરીદીની ટીકા પીટર નાવારોએ કહ્યું કે તેલ વેપાર દ્વારા મોસ્કોને મળતા નાણાંનો ઉપયોગ યુક્રેનમાં “તેના યુદ્ધ મશીન” માટે થાય છે.
ભારતની નીતિના કારણે અમેરિકાને નુકસાન
Trump Adviser Peter Navarro: Everyone in America loses because of India buys oil from Russia. US taxpayers have to send money for Modi’s war in Ukraine
Anchor (confused): You mean Putin’s war?
Navarro: No I mean Modi’s war! pic.twitter.com/HVE8EO7W8g
— Shashank Mattoo (@MattooShashank) August 28, 2025
અમેરિકન કરદાતાઓને નુકસાન થઈ રહ્યું છે
તેમણે વધુમાં કહ્યું ભારતની નીતિઓના કારણે અમેરિકામાં દરેક વ્યક્તિને નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને ભારતે અમેરિકન માલ પર ઊંચા કસ્ટમ ટેક્સ (ટેરિફ) લગાવ્યા છે, જેના કારણે અમેરિકામાં નોકરીઓ, ફેક્ટરીઓ, આવક અને ઊંચા પગારની તકો ગુમાવવી પડી રહી છે. આ ઉપરાંત, નાવારો કહે છે કે અમેરિકન ટેક્સપેયર્સ (કરદાતાઓ)ને પણ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે તેઓએ રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનને મદદ કરવા માટે નાણાં આપવા પડે છે, અને ભારત રશિયન તેલ ખરીદીને આડકતરી રીતે આ યુદ્ધને ટેકો આપે છે, જેને નાવારો “મોદીનું યુદ્ધ” કહે છે.
જ્યારે પીટર નાવારોએ આ વાત કહી, ત્યારે એન્કરે તેમને પૂછ્યું કે શું તેમણે ભૂલથી “મોદીનું યુદ્ધ” કહ્યું અને તેના બદલે “પુતિનનું યુદ્ધ” (રશિયા-યુક્રેન યુદ્ધ) કહેવું હતું. આના જવાબમાં નાવારોએ કહ્યું, “ના, હું મોદીનું યુદ્ધ જ કહેવા માંગુ છું, કારણ કે શાંતિનો માર્ગ આંશિક રૂપે નવી દિલ્હી થઈને જાય છે.”
રશિયા સાથે તેલ વેપાર બંધ કરો, જેથી યુધ્ધ રોકાઈ
પીટર નાવારોનું કહેવું છે કે રશિયા યુક્રેન સાથેના યુદ્ધ માટે નાણાં એકત્ર કરે છે, જેના કારણે યુક્રેન અમેરિકા પાસેથી હથિયારો અને નાણાકીય મદદની માગણી કરે છે. તેમણે એવું પણ કહ્યું કે ભારત અને ચીન બંનેએ રશિયા સાથેનો તેલનો વેપાર બંધ કરવો જોઈએ, કારણ કે આનાથી યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ બંધ થઈ શકે છે.
નાવારોએ ભારતીયો પર આક્ષેપ કર્યો કે તેઓ પોતાના ઊંચા ટેરિફ અને રશિયન તેલ ખરીદવાના નિર્ણયનું બચાવ કરવામાં “ઘમંડી” વલણ અપનાવે છે. તેમણે કહ્યું કે ભારતીયો દાવો કરે છે કે તેમના ટેરિફ ઊંચા નથી અને તેઓ પોતાની સાર્વભૌમત્વના અધિકાર હેઠળ ગમે ત્યાંથી તેલ ખરીદી શકે છે. નાવારોને આ વલણ ચિંતાજનક લાગે છે.
નાવારોએ ભારતને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર ગણાવીને કહ્યું કે ભારતે તેના અનુરૂપ વર્તન કરવું જોઈએ. તેમનો ઇશારો એ છે કે ભારતે રશિયન તેલ ખરીદવાનું બંધ કરીને અને અમેરિકાની નીતિઓને સમર્થન આપીને લોકતાંત્રિક મૂલ્યોનું પાલન કરવું જોઈએ.
‘ભારત અમેરિકા સાથે વેપારમાં “છેતરપિંડી” કરે છે’
આ પહેલી વખત નથી કે નાવારોએ ભારત પર રશિયન તેલ ખરીદવા બદલ ટીકા કરી હોય. તેમણે અગાઉ ભારતને “ટેરિફનો મહારાજા” ગણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે 2022માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તે પહેલાં ભારતનો રશિયા સાથેનો તેલનો વેપાર લગભગ નહિવત હતો. તેમણે કહ્યું કે અમેરિકાએ ભારત પર 25% ટેરિફ એટલે લગાવ્યા કારણ કે ભારત અમેરિકા સાથે વેપારમાં “છેતરપિંડી” કરે છે, અને વધુ 25% ટેરિફ રશિયન તેલ ખરીદવાને કારણે લગાવવામાં આવ્યા. તેમણે ભારતના ટેરિફને “મહારાજા ટેરિફ” ગણાવીને તેમને ખૂબ ઊંચા ગણાવ્યા.
નાવારોના આ નિવેદનો ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર અને રાજદ્વારી તણાવને દર્શાવે છે. તેમનો દાવો છે કે ભારતનું રશિયન તેલ ખરીદવું યુક્રેન યુદ્ધને લંબાવે છે, પરંતુ ભારત આને પોતાની ઊર્જા જરૂરિયાતો અને સાર્વભૌમ અધિકાર તરીકે જુએ છે. ભારતના ઊંચા ટેરિફ તેના ખેડૂતો અને નાના વ્યવસાયોને બચાવવા માટે છે, જે રાજકીય રીતે મહત્વનું છે. નાવારોનું “ઘમંડી” અને “મહારાજા” જેવા શબ્દોનો ઉપયોગ ભારત સામે આક્રમક વલણ દર્શાવે છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ જટિલ બનાવે છે. બીજી બાજુ મોદીની ઈજ્જત પર આ એક દાગ છે. જેનો તેમણે જવાબ આપવો જોઈએ.
આ પણ વાંચો:
Gujarat: મોદીને ગુજરાતમાં પહેલાની જેમ ‘Surprise CM’ બદલવા કેટલું મુશ્કેલ?
Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ
UP: દહેજ ના લાવતાં સાસરિયાએ મહિલાને એસિડ પીડાવ્યું,17 દિવસ પછી જે થયું…
Rahul Gandhi: ‘હું રોજ કહુ છું મોદી વોટચોર છે, તો ચૂપ કેમ?, કારણ તે જાણે છે હવે પકડાઈ ગયા’
મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal