
US: ઉપપ્રમુખ જેડી વાન્સે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ગૌણ ટેરિફ લાદીને રશિયા પર દબાણ વધાર્યું છે. તેમનું કહેવું છે કે આ પગલું રશિયાને યુક્રેન યુદ્ધ રોકવા માટે દબાણ કરવાની રણનીતિ છે.
ભારત પર 50% ટેરિફ
અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે, જે 27 ઓગસ્ટથી લાગુ થશે. તેમાંથી 25% ટેરિફ દંડ તરીકે લાદવામાં આવ્યો છે. રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત પર આ દંડ લાદવામાં આવ્યો છે. ટેરિફને કારણે ભારત અને અમેરિકા વચ્ચે વેપારને લઈને તણાવ છે.
“રશિયાને દબાણ” કરવાનો આરોપ
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે રવિવારે દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ “રશિયાને દબાણ” કરવા માંગે છે.તેથી ટેરિફ”જેવા કઠોર આર્થિક પગલાં લેવામાં આવ્યા છે. યુદ્ધ રોકવા માટે રશિયા પર આર્થિક દબાણ કર્યું છે, તેમનું કહેવું છે કે આ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય રશિયાને યુક્રેન પર બોમ્બમારો બંધ કરવા દબાણ કરવાનો છે.”
વાન્સે કહ્યું કે આ ટેરિફ રશિયા માટે તેના તેલ વેચાણમાંથી પૈસા કમાવવાનું મુશ્કેલ બનાવશે. ટ્રમ્પ વહીવટીતંત્ર માને છે કે જ્યાં સુધી રશિયા યુદ્ધ બંધ નહીં કરે ત્યાં સુધી તે વૈશ્વિક અર્થતંત્રથી અલગ થઈ જશે.
ચીન રશિયા પાસેથી તેલનો સૌથી મોટો આયાતકાર
ટ્રમ્પ વહીવટીતંત્ર લાંબા સમયથી રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારતની ટીકા કરે છે. જોકે, આ જ ટીકા ચીન પર કરવામાં ન આવી, જે રશિયા પાસેથી તેલનો સૌથી મોટો આયાતકાર છે. ભારતે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે તેની ઊર્જા ખરીદી રાષ્ટ્રીય હિત અને બજારની જરૂરિયાતોને અનુરૂપ છે.
રશિયા પાસેથી સસ્તા દરે તેલ ખરીદવાનું શરૂ કર્યું
ભારતનું કહેવું છે કે આ નિર્ણય રાષ્ટ્રીય હિતમાં છે. ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પરના હુમલા પછી, પશ્ચિમી દેશોએ રશિયન તેલ ખરીદવાનો ઇનકાર કર્યો હતો અને રશિયા પર પ્રતિબંધો લાદ્યા હતા. આ પછી, ભારતે રશિયા પાસેથી સસ્તા દરે તેલ ખરીદવાનું શરૂ કર્યું.
વિદેશ પ્રધાન એસ જયશંકરે વળતો પ્રહાર કર્યો
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે વળતો પ્રહાર કર્યો અને અમેરિકાના આરોપોને “હાસ્યાસ્પદ” ગણાવ્યા. જયશંકરે કહ્યું કે જ્યારે 2022 માં તેલના ભાવ વધ્યા ત્યારે સમગ્ર વિશ્વમાં ચિંતા વધી ગઈ. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવા માંગે છે, તો તેને ખરીદવા દો. કારણ કે આનાથી ભાવ સ્થિર થશે. ભારતની ખરીદીનો હેતુ બજારોને શાંત કરવાનો પણ છે. અમે ભાવ સ્થિર રાખવા માટે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છીએ. આ રાષ્ટ્રીય અને વૈશ્વિક બંનેના હિતમાં છે.
આ પણ વાંચો:
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
મોદીની સભા માટે ભીડ ભેગી કરવી હોય તો પોતાનાં દમ પર કરો ,ખોડલધામનો ઉપયોગ ન કરો : jeegeesha patel
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73