
Uttarakhand viral video: ઉત્તરાખંડમાં ફરી એકવાર વેસ્ટર્ન પહેરવેશને લઈ હિન્દુ સંગઠનો વિરોધ કર્યો છે. ત્યારે હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાઘવેન્દ્ર ભટનાગર યુવતીઓને વસ્ટર્ન કપડાં પહેરવાને લઈ ધમકાવતાં જોવા મળે છે. જો કે તેના જવાબ યુવતીઓએ બહાદૂરીથી બેધડક આપ્યા છે. આ ઘટના એક મોડેલિંગ શો સાથે સંકળાયેલી છે. લાયન્સ ક્લબ ઋષિકેશ રોયલ દિવાળી મેળા પહેલા શહેરમાં એક મોડેલિંગ શોનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન પશ્ચિમી પોશાક પહેરેલી છોકરીઓ એક હોટલમાં રેમ્પ વોક માટે રિહર્સલ કરી રહી હતી.
When these TERRORISTS 🩳 lynched and killed Muslims under the pretext of “CULTURE”, “संस्कृति”, most of the Hindus remained silent, infact many justified the cultural terrorism.
🩳 Now these Unemployed, Unskilled, Unemployable, Manuvadi, TERRORISTS have come for Hindu Girls,… pic.twitter.com/dFHokwXQ1N
— Raju Parulekar (@rajuparulekar) October 4, 2025
તે દરમિયાન રાષ્ટ્રીય હિન્દુ શક્તિ સંગઠને આનો વિરોધ કર્યો. હોટલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને હંગામો મચાવ્યો. સંગઠનના રાજ્ય પ્રમુખ રાઘવેન્દ્ર ભટનાગરે જણાવ્યું હતું કે પશ્ચિમી પોશાક પહેરીને રેમ્પ વોક કરતી છોકરીઓ ઋષિકેશની ઓળખ અને સનાતન સંસ્કૃતિની વિરુદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે સનાતન ધર્મ મહિલાઓને સંપૂર્ણ વસ્ત્રો પહેરવાનું શીખવે છે, અને આવા કાર્યક્રમો સામાજિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે.
જો કે યુવતીઓએ પ્રમુખ રાઘવેન્દ્ર ભટનાગરને જોરદાર જવાબ આપ્યા હતા. ભટનાગરે યુવતીઓને વેસ્ટર્ન કપડાં પહેરતાં વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે ઉત્તરાખંડની છોકરીઓ તમારા જેવાને લીધે ભાગી જાય છે. સંસ્કૃતિ બદનામ થાય છે. યુવતીઓએ ભટનાગરનો સમાનો કર્યો હતો અને તેમને જવબો આપી ભગાડ્યા હતા. ભટનાગરે કહ્યું હતુ કે આ બધુ તમારા ઘરમાં કરો. ત્યારે યુવતીઓએ જવાબ આપ્યા હતા. તમે અમને કહેવાવાળા કોણ?.
વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ કાર્યકરોએ મહિલાઓને “સંસ્કારી બનવા અને શાલીન પોશાક પહેરવાની” સલાહ આપી હતીઅને પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ કર્યો. આનાથી મહિલાઓ ગુસ્સે થઈ ગઈ અને તેઓ રેમ્પ વોક અંગે હિન્દુ કાર્યકરો સાથે દલીલ કરવા લાગી. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં મહિલાઓ તેમનો બહાદુરથી બચાવ કર્યો.
લોકોએ હિંદુ સંગઠોનની આ કામગીરીની ટીકા કરી
ઘણા લોકોએ હિંદુ સંગઠોનની આ કામગીરીની ટીકા કરી છે. કારણ કે યુવતીઓ પોતાની રોજગારી માટે આ બધુ કરી રહી છે. સરકાર રોજગાર તો આપી રહી નથી. ઉપરથી હિંદુ સંસ્કૃતિના નામે યુવતીઓ પાસેથી પોતાના વ્યવસાય છીનવી લીવાની કોશિશ કરી રહી છે.
આ પણ વાંચો:
Uttarakhand cloud burst: ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટ્યું, ચમોલીમાં અનેક ઘરો ધરાશાયી, 5 લોકો ગુમ
Delhi: પૂર્વ CM કેજરીવાલનો બંગલો બનશે ગેસ્ટ હાઉસ, આ રહ્યું સૌથી મોટું કારણ!






