
West Bengal Heavy Rain: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં મિરિક વિસ્તારમાં ડુડિયા આયર્ન બ્રિજ સતત વરસાદને કારણે તૂટી પડતાં 6 લોકોના કરુણ મોત થઈ ગયા છે. આ પુલ મિરિક અને આસપાસના વિસ્તારોને સિલિગુડી-કુર્સિઓંગ સાથે જોડતો હતો. ભારે વરસાદને કારણે થયેલી આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં વ્યાપક ગભરાટ ફેલાયો છે. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જોકે ભૂસ્ખલન અને પૂરનો ભય બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહ્યો છે.
Bridge Collapse in Dudhia:
Continuous overnight rainfall led to the collapse of the iron bridge connecting Siliguri and Mirik over the Balason River at Dudhia.#NorthBengal #Dudhia #Rain #mirik pic.twitter.com/KcGJJh9Dt1— Kamalika Sengupta (@KamalikaSengupt) October 5, 2025
સ્થાનિક વહીવટીતંત્રે અહેવાલ આપ્યો છે કે મિરિકમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જેમાં સૌરાની (ધારા ગામ)માં ત્રણ, મિરિક બસ્તીમાં બે અને વિષ્ણુ ગામમાં એક વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. સ્થાનિક વહીવટીતંત્રે બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવી દીધી છે, પરંતુ ભૂસ્ખલન અને પૂરના ભયને કારણે પરિસ્થિતિ જટિલ બની રહી છે.
આ દુર્ઘટના બાદ દિલારમ ( દાર્જિલિંગ તરફ ) માં એક મોટું ઝાડ પડી ગયું અને હુસૈન ખોલામાં ભૂસ્ખલન થયું. જેના કારણે દાર્જિલિંગ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. હવે કુર્સિઓંગ અને દાર્જિલિંગ જવા માટે ફક્ત પંખાબારી અને NH110 ખૂલ્લા છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે રવિવારે દાર્જિલિંગ, કાલિમપોંગ, કૂચ બિહાર, જલપાઇગુડી અને અલીપુરદ્વારમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી હતી. તેથી આ પ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે સોમવાર સવાર સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
IMD એ તેના બુલેટિનમાં વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર બંગાળના દાર્જિલિંગની બાજુમાં આવેલા જિલ્લા અલીપુરદ્વારમાં સોમવાર સવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. પહાડી જિલ્લાઓમાં રાતભર પડી રહેલા અવિરત વરસાદને કારણે પડોશી જલપાઈગુડી જિલ્લાના માલબજારનો મોટો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે.
આ પણ વાંચો:
West Bengal: કાળજું કંપાવી દેનારી ઘટના, લોહીથી લથપથ પલંગનું જાણો કારણ!
West Bengal: શિક્ષક ભરતી કૌભાંડની તપાસમાં ED ના દરોડા, ધારાસભ્યએ દિવાલ કૂદી ભાગવાનો કર્યો પ્રયાસ
Uttarakhand cloud burst: ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટ્યું, ચમોલીમાં અનેક ઘરો ધરાશાયી, 5 લોકો ગુમ








