
Rajnath Singh statement: પાકિસ્તાન યાદ રાખે કે કરાચી જવાનો રસ્તો ગુજરાતના સર ક્રીકમાંથી પસાર થાય છે તેવા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન પાકિસ્તાની નૌકાદળે મિસાઇલ ફાયરિંગ ડ્રીલની જાહેરાત કરી છે.
દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું કે કરાચીનો માર્ગ સર ક્રીકમાંથી પસાર થાય છે,આ નિવેદનથી પાકિસ્તાની નૌકાદળમાં ખળભળાટ મચી ગયો છે અને પાકિસ્તાની નૌકાદળે કરાચી બંદરને અડીને આવેલા અરબી સમુદ્રમાં મિસાઇલ ફાયરિંગ ડ્રીલ અંગે ઉતાવળમાં નોટિસ જારી કરી હતી.
પાકિસ્તાની નૌકાદળે 9-10 ઓક્ટોબરના રોજ કરાચીથી અરબી સમુદ્રમાં મિસાઇલ અને તોપમારા અંગેનો ખુલાસો કરતી નોટમ (નોટિસ ટુ મરીનર્સ) જારી કરી છે.
રાજનાથ સિંહના નિવેદનના બે દિવસ પછી આ નોટમ આવ્યું છે.
મહત્વનું છે કે વિજયાદશમી (2 ઓક્ટોબર) ના અવસર પર, રાજનાથ સિંહે ગુજરાતના સર ક્રીક વિસ્તારની મુલાકાત લીધી હતી અને પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે આ વિસ્તારમાં પાકિસ્તાનની કોઈપણ દુષ્પ્રેરણા કે વિસ્તરણની ચેષ્ટા પાકિસ્તાનનો ઇતિહાસ અને ભૂગોળ બદલી નાખશે.
સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના 78 વર્ષ છતાં, સર ક્રીક વિસ્તારમાં સરહદ અંગે (પાકિસ્તાન તરફથી) હજુ પણ વિવાદ ઉભો થઈ રહ્યો છે. ભારતે ઘણી વખત વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પાકિસ્તાનના ઈરાદો સારો નથી અને સર ક્રીકને અડીને આવેલા વિસ્તારોમાં તાજેતરમાં તેના લશ્કરી માળખાના વિસ્તરણથી તેના ઈરાદા છતા થાય છે.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “ભારતીય સેના અને સરહદ સુરક્ષા દળ (BSF) ભારતની સરહદોનું સતર્કતાથી રક્ષણ કરી રહ્યા છે. જો પાકિસ્તાન સર ક્રીક વિસ્તારમાં કોઈ પણ આક્રમક કૃત્ય કરવાની હિંમત કરશે, તો તેને જડબાતોડ જવાબ મળશે જે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખશે.” સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે કરાચીનો એક રસ્તો ખાડીમાંથી પસાર થાય છે.
રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્તાને લેહથી સરક્રીકના આ વિસ્તારમાં ભારતની સંરક્ષણ પ્રણાલીમાં ઘૂસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, તેની જવાબી કાર્યવાહીમાં, ભારતીય દળોએ પાકિસ્તાની હવાઈ સંરક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે એક્સપોઝ કરી દીધી હતી અને વિશ્વને સંદેશ આપ્યો કે ભારતીય દળો ગમે ત્યાં અને ગમે તે રીતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
બીજી તરફ પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા, ISPR એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે ભારતીય રક્ષા મંત્રી અને લશ્કરી અધિકારીઓના બેજવાબદાર નિવેદનો આક્રમકતા ઉશ્કેરવાનો પ્રયાસ છે. આનાથી દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા ગંભીર રીતે ખતરામાં આવી શકે છે.
સાથે જ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીના પાકિસ્તાને વિચારવું પડશે, ભૂગોળમાં રહેવું છે કે નહીં આ નિવેદન પર જવાબ આપ્યો કે જ્યાં સુધી પાકિસ્તાનના નક્શાને દૂર કરવાની વાત છે. ભારતને જાણકારી હોવી જોઈએ કે આવી સ્થિતિ આવશે, તો વિનાશ બંને બાજુએ થશે.
આ પણ વાંચો:
West Bengal: દાર્જિલિંગમાં કુદરતે કહેર વર્તાવ્યો, પુલ તૂટી પડતા 6 લોકોના મોત, જુઓ કેવી થઈ સ્થિતિ!
Uttarakhand cloud burst: ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટ્યું, ચમોલીમાં અનેક ઘરો ધરાશાયી, 5 લોકો ગુમ








