
વડોદરા(Vadodara)ની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવા(Bomb Threat)નો પ્રિન્સિપાલને વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ઇ-મેઈલ મળતાં સ્કૂલના સત્તાધીસો અને પોલીસને જાણ કરી હતી. વડોદરા શહેરમાં નવરચનાની ભાયલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ, સમા નવરચના સ્કૂલ, નવરચના વિદ્યાલય આવેલી છે.
બોમ્બ સ્કવોડ-ડોગ સ્કવોડ દ્વારા તપાસ
જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકી ભર્યો ઇ-મેઈલ મળ્યો હતો. આ ઇ-મેઈલની જાણ પોલીસને કરતાં ભાયલી વિસ્તારની એક સ્કૂલ અને સમા વિસ્તારની બે સ્કૂલ એમ ત્રણ સ્કૂલમાં બોમ્બ સ્કવોડ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ થઈ રહ્યું છે. હજુ સુધી કોઈપણ જાતની વાધાંજનક વસ્તુ મળી આવી નથી.
બોમ્બની ધમકી મળી હોવાથી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે. જ્યારે નવરચના કોલેજમાં રજા આપવામાં આવી નથી. જો કે હજુ સુધી શંકાસ્પદ કોઈ વસ્તુઓ મળી આવી નથી.
આ પણ વાંચોઃ GUJARAT: હવે ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગ કરશેઃ સરકારનો નિર્ણય








