
Vadodara: ગુજરાતના સૌથી વિશાળ ગરબા મેળા તરીકે જાણીતા યુનાઇટેડ વે ઓફ બરોડાના પાસ વિતરણ કાર્યક્રમમાં આજે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં કલાલી વિસ્તારમાં એમ.એમ. પટેલ ફાર્મ પાસે થયેલા આ વિતરણમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર 36 ,000 થી વધુ ખેલૈયાઓમાંથી હજારોની ભીડ ઉતરી આવી, જેના કારણે ધક્કામુક્કીમાં કાચ તૂટી પડ્યા અને ચાર-પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી. 108 એમ્બ્યુલન્સને બોલાવીને આગલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે સ્થિતિ વધુ બગડતા પોલીસને પણ દખલ કરાવવી પડી.
પ્રખ્યાત યુનાઈટેડ વે ગરબાના પાસ લેવા પડાપડી
આયોજકોએ કુરિયર સર્વિસમાં મુશ્કેલી અને ઈન્ટરનેટની તકલીફને કારણે આજે અલકાપુરી ક્લબમાં પાસ વિતરણની જાહેરાત કરી હતી. પરંતુ ભીડના દબાણમાં QR કોડ જનરેટ કરવામાં વિલંબ થતાં, તાત્કાલિક નિર્ણય લઈને જાહેરાત કરી કે હવે ગરબા ગ્રાઉન્ડ પરથી જ QR કોડ અને શોર્ટ કોડથી એન્ટ્રી મળશે. આ સમાચારથી ખૈલેયાઓમાં રોષ વધ્યો, અને ઘણા રિફંડની માંગ કરીને પાછા ફર્યા.
ખેલૈયાઓની આક્રોશભરી પ્રતિક્રિયાઓ
મહેશભાઈ પટેલે કહ્યું, “ઓનલાઈન મેસેજ આવ્યું કે અલકાપુરી ક્લબથી પાસ લો, પરંતુ અહીં QR કોડની વાત કરી. હવે નવરાત્રિમાં ગરબા ગાવા જઈએ કે લાઈનમાં ઊભા રહીએ?” બીજા ખેલૈયા યતીન પટેલે ફરિયાદ કરી, “5,600 રૂપિયા પ્લસ ડિલિવરી ચાર્જ ભર્યા, પણ મેનેજમેન્ટ ઝીરો! 22 જણના ગ્રુપનો એક પણ પાસ નથી આવ્યો.” સાર્થક પટેલે પોલીસ પર પ્રહાર કર્યા, “પોલીસ મેનેજમેન્ટને બચાવે છે. કાચ તૂટ્યો, ઈજા થઈ, પણ તેઓ કહે છે કંઈ થયું નથી.” એક મહિલાએ કહ્યું, “QR કોડ નથી આવ્યા, માસીને કાચ વાગ્યો. પોલીસ આયોજકોને સુરક્ષિત કરે છે, અમને પાસનું ઉકેલ આપો.”
યુનાઇટેડ વે તરફથી અપાઈ ખાતરી
યુનાઇટેડ વે તરફથી તાત્કાલિક નિવેદન આપીને ખાતરી કરાઈ કે, તમામ 36,000 રજીસ્ટર્ડ ખેલૈયાઓને ઈમેલ-એસએમએસ દ્વારા માહિતી આપવામાં આવી છે. “ચિંતા ન કરો, QR કોડથી ગ્રાઉન્ડ પર એન્ટ્રી મળશે. તમારા રજીસ્ટર્ડ મોબાઈલ લઈને આવો,” તેમ કહેતાં આયોજકોએ પ્રવેશની ખાતરી આપી. ACP ડી.જે. ચાવડાએ જણાવ્યું, “ભીડ વધુ હતી, તેથી QR કોડથી એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ. તોડફોડ કે ઈજા વિશે કોઈ માહિતી નથી, આયોજકો વ્યવસ્થા ગોઠવી રહ્યા છે.”
આ ઘટનાએ નવરાત્રિના આગમન પહેલાં જ આયોજનની તૈયારીઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે. ખેલૈયાઓ આશા કરે છે કે આગામી દિવસોમાં વ્યવસ્થા સુધરશે, જેથી ગરબાની ઉત્સાહમાં વિઘ્ન ન પડે.
આ પણ વાંચો:
Godhra: ગોધરા પોલીસ સ્ટેશન પર લઘુમતિ ટોળાએ કર્યો હુમલો, પોલીસે શું કર્યો ખુલાસો?
Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ
Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








