
Vadodara: વડોદરાના પાદરા તાલુકાના સાધી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સફેદ વસ્ત્રોના શોખીન અને સ્વચ્છ છબી ધરાવતા પાદરા APMCના ચેરમેન ભાસ્કર પટેલનું અસલી ચરિત્ર રાતના અંધારામાં ખુલ્લું પડ્યું. ગત રાત્રે, ચોરની જેમ ચાદર ઓઢીને ભાજપના ધારાસભ્યના ભાઈની ફોર્ચ્યુનર કારમાં ભાગતા ભાસ્કર પટેલનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મધરાત્રીની રહસ્યમય હલચલ
મળતી માહિતી મુજબ ઘટના સાધી ગામની એક ક્લિનિકમાં બની, જે સામાન્ય રીતે સાંજે બંધ થઈ જાય છે. મધરાત્રીએ ક્લિનિકમાં અસામાન્ય હલચલ જોતાં ગ્રામજનો એકઠા થયા અને ચોરની શંકાએ પોલીસને જાણ કરી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે, ભાસ્કર પટેલ એક મહિલા સાથે અંગત પળો માણવા આવ્યા હતા. પોલીસે આને ખાનગી મામલો ગણીને ચાલી ગઈ, પરંતુ ગ્રામજનો ઉભા રહી ક્લિનિકની દેખરેખ રાખતા રહ્યા.
Gujarat- પાદરા એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલનો શંકાસ્પદ વીડિયો વાયરલ pic.twitter.com/729xmnZcmN
— TNN NEWS GUJARATI (@tnnnewsbaroda) August 16, 2025
ચાદર હટી અને નેતાનો ભાંડો ફૂટ્યો
જે બાદ વહેલી પરોઢે, ચાદર ઓઢેલી એક વ્યક્તિ ચોરની જેમ લપાઈ-લપાઈને ભાગવા લાગી. ગ્રામજનોએ ચાદર ખેંચતાં પાદરા APMCના ચેરમેન ભાસ્કર પટેલ હોવાનું બહાર આવ્યું. તેમને બચાવવા એક કાળા કાચવાળી ફોર્ચ્યુનર કાર આવી, જે ભાજપના ધારાસભ્યના ભાઈની હોવાનું જાણવા મળ્યું. ગ્રામજનોની નજરથી બચતા-બચાવતા ભાસ્કર પટેલ કારમાં બેસી નાસી છૂટ્યા.
વીડિયો વાયરલ થતા ઉઠ્યા સવાલો
આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. સફેદ વસ્ત્રોમાં સ્વચ્છ છબી ધરાવતા ભાસ્કર પટેલ મધરાત્રીએ ક્લિનિકમાં શું કરતા હતા? તેમને બચાવવા કોણ આવ્યું? આ ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. ગ્રામજનો અને પંથકની જનતા માંગ કરી રહી છે કે આવા નેતાઓના કાળા કર્મો અને તેમને બચાવનારાઓની ઓળખ થવી જોઈએ.
સફેદ કપડા પહેરતા નેતાઓની રાત્રે કાળી કરતૂતો
આ ઘટના સાબિત કરે છે કે, સાર્વજનિક જીવનમાં સ્વચ્છ છબી દાખવનારા દરેક નેતાનું ચરિત્ર સ્વચ્છ નથી હોતું . સફેદ વસ્ત્રોની આડમાં છુપાયેલા કાળા કર્મો કાળી રાત્રે ખુલ્લા પડી જાય છે. પાદરાના આ નેતાની ઘટના જનતાને એક સવાલ મૂકે છે કે સફેદપોશ નેતાઓની અસલિયત જાણવા માટે શું આપણે પણ રાત્રીની રાહ જોવી પડશે?
આ પણ વાંચો
Gujarat Rain Forecast: મુંબઈ બાદ હવે ગુજરાતનો વારો, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
Trump-Putin Meeting: ટ્રમ્પ-પુતિન વચ્ચે ત્રણ કલાક સુધી ચાલી બેઠક, જાણો શું ચર્ચાઓ થઈ?
independence day: રાષ્ટ્રધ્વજની ગરિમા ભૂલ્યા ભાજપના ધારાસભ્યો, તિરંગાનું કર્યું અપમાન