Vadodara: ધારાસભ્યએ કરેલા સમૂહલ લગ્નના આયોજનમાં દુષ્કર્મના આરોપીનું સન્માન

Vadodara: સ્વચ્છ પાર્ટીની છબી ધરાવા જતી પાર્ટી હવે રાજકીય અસ્વચ્છતાં ફેલાવી રહી છે. દુષ્કર્મીનું સ્વાગત કરાયું છે. વડોદરા જીલ્વાલાના ઘોડિયામાં ભાજપ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ટ્રસ્ટે યોજેલા સમૂહલગ્નમાં પુત્રવધૂ પર દુષ્કર્મ ગુજારનાર આરોપી નાચ્યો હતો. સ્ટેજ પર આ દુષ્કર્મના આરોપીનું ગુલાબનો હાર પહેરાવી સન્માન કરાયું હતુ. આકાશ ગોહિલનું સન્માન અને સ્ટેજ ઉપર ડાન્સ સાથે નોટો ઉડાવતો વીડિયો વાઇરલ થતાં ભાજપની છાપ બગડી છે.

હાલમાં જ ગુજરાતમાં ભાજપ સરકારે અસમાજિક તત્વો સામે કોરડો વિઝ્યો છે. ગૃહમંત્રીએ અસમાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અસમાજિક તત્વો સાથે બેસતાં પોલીસકર્મીઓેને પણ કાઢી નાખવની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હવે તેના જ રાજમાં પાર્ટીના ધારાસભ્યએ યોજેલા સમૂહલગ્નમાં બળાત્કારનો આરોપી ડાન્સ, પૈસા ઉડવતો અને તેનું સન્માન થતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
રવિવારે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ના ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયુ હતુ. જેમાં આ બળત્કારનો આરોપી દેખાયો હતો. આ આરોપીને ધારાસભ્યની નજીકનો ગણવામાં આવે છે.

બળત્કારનો આરોપી આકાશ ગોહિલ થોડા દિવસ પહેલા જ જામીન પર જલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે હવે ભાજપ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહના ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલા સમૂહ લગ્નમાં આ બળાત્કારનો આરોપી ઝડપતાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે.

આકાશ ગોહેલે પુત્રવધૂ પર બળાત્કાર ગુજાર્યો હતો

વડોદરાના પાસે આવેલા એક ગામમાં રહેતી 21 વર્ષીય  પરણિત મહિલાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતુ કે ગત 21 સપ્ટેમ્બર 2024ના રોજ મારા પતિ તેમના મિત્રના સાળો ગુજરી જતાં હાલોલ ગયા હતા અને મારા દિયર અનગઢ ગામે ગયા હતા. મારાં સાસુ-સસરા ઘરે હાજર હતાં અને રાતના જમી પરવારીને અમારા ઘરની પાછળ આવેલા છાપરાવાળા મકાનમાં ઊંઘી ગયાં હતાં અને હું અમારા ઘરના વચલા રૂમમાં ઊંઘતી હતી, જે રૂમનો દરવાજો ન હતો. ત્યારે 22 સપ્ટેમ્બરની રાત્રે આ આકાશ ગોહિલે પુત્રવધૂ પર બળાત્કાર ગુજાર્યો હતો. આકાશ ગોહિલ ભોગ બનનાર મહિલાનો કૌટુંબિક કાકા સસરા છે. જોકે પૂત્રવધૂ પર જ  જબજસ્તી શારીરિક સંબંધ બાંધતાં ખળભળાટ મચી ગયો હતો. ત્યાર બાદ તેને જેલમાં ધકેલાયો હતો. તે જામીન પર બહાર છે.

Related Posts

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
  • August 5, 2025

Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 1 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 8 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 22 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 25 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 13 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 30 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો