
Vadodara: અત્યાર સુધીમાં તમે, રોડ રસ્તાઓ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે મહિલાઓને ધરણાં કરતા જોઈ હશે પરંતું તમે ક્યારેય પાણીપુરી માટે કોઈને ધરણા કરતા જોયા છે ? આ ચોંકાવનારી ઘટના વડોદરામાં બની છે જ્યાં એક મહિલાને ઓછી પાણીપુરી મળતા તે રસ્તા વચ્ચે ધરણાં કરવા બેસી ગઈ.
ઓછી પાણીપુરી મળતા મહિલા રોડ વચ્ચે બેસી ગઈ
વડોદરાના સુરસાગર ક્રોસરોડ પાસે આજે એક અનોખી ઘટના બની જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. પાણીપુરી જેવા લોકપ્રિય સ્નેક્સ માટે મહિલા રસ્તા વચ્ચે બેસીને ધરણાં કર્યા અને રાડા રાડ કરી મૂકી તેનું કારણ હતું કે, પાણીપુરી વાળાએ અન્ય 20 રૂપિયાની માત્ર 4 પાણીપુરી આપી. મહિલા રસ્તા વચ્ચે બેસીને ધરણાં કરતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસને પણ મજબૂરીમાં ઘટનાસ્થળે પહોંચવું પડ્યું.
20 રુપિયામાં 6 ની જગ્યાએ 4 જ પાણીપુરી આપી
મળતી માહિતી મુજબ ગઈ કાલે સુરસાગર વિસ્તારમાં પાણીપુરીની લારી પર એક મહિલા 20 રૂપિયાની પાણીપુરી ખાવા માટે પહોંચી. પાણીપુરી, જે કોઈ પણ વયની મહિલાઓ માટે મનપસંદ આહાર છે, તેની આ ચાહત અનુસાર તેણે આશા રાખી કે યોગ્ય માત્રા મળશે. પરંતુ વેપારીએ 20 રુપિયામાં 6 ની જગ્યાએ 4 જ પાણીપુરી આપી જેનાથી મહિલા ગુસ્સે થઈ ગઈ. તેને લાગ્યું કે આ અન્યાય છે, અને તુરંત જ તેણે રસ્તાની વચ્ચે બેસીને વિરોધ કરવાનું શરૂ કર્યું.
गुजरात वडोदरा से बड़ी खबर
सिलिंडर, तेल, चावल-गेहूं सब महंगे हुए
लेकिन महिला का गुस्सा तब फूटा जब पानीपुरी में 6 की जगह 4 मिली
धरना, हंगामा और पुलिस बुलानी पड़ी
लगता है अब महंगाई से ज़्यादा फिक्र सिर्फ पानीपुरी की है ? pic.twitter.com/bQjwdGfY4D— Ilyas (@Ilyas_SK_31) September 19, 2025
થોડી વારમાં ટ્રાફિક જામ થઈ ગયું
પાણીપુરી માટે મહિલા રોડ વચ્ચે બેસી જતા બધાનું ધ્યાન ગયું, થોડી વારમાં ટ્રાફિક જામ થઈ ગયું. વાહનો અટકી પડ્યા, કારણ કે મહિલા ટસથી મસ થવા તૈયાર નહોતી. આસપાસના લોકો એકઠા થઈ ગયા, કોઈ હસતા, કોઈ વીડિયો બનાવતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થયો, જેમાં મહિલા રડતા રડતા બધું કહી કહેતી જોવા મળે છે.
ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
આખરે વડોદરા પોલીસને કોલ આવ્યો જેથી ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પોલીસ કર્મીઓએ પહેલા મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો. વેપારીએ પણ કહ્યું કે આજના ભાવને કારણે માત્ર આ જ મળે છે, પરંતુ મહિલા સાંભળવા તૈયાર નહોતી. ત્યારે પોલીસે મહિલાને સમજાવીને ઘરે મોકલી દીધી. પોલીસ અધિકારીએ કહ્યું, “આ પ્રકારની નાની વાતોમાંથી મોટા વિવાદ થાય છે. અમે બંને પક્ષોને સમજાવીને બાબત શાંત કરી.”
લોકોએ આપી આવી પ્રતિક્રિયા
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે ઘણાં લોકો આના પર હસી રહ્યા છે ઘણા લોકો કટાક્ષ કરતી કહી રહ્યા છે કે, આટલી મોંઘવારી આટલી વધી રહી છે ત્યારે મહિલાનો ગુસ્સો તેના પર નથી ફૂટૂ રહ્યો અને બે પાણી પુરી ઓછી મળી તો મહિલા રાડા રાડ કરીને ધરણા પર બેસી ગઈ, શું મોંઘવારી કરતા પાણીપુરીની ચિંતા વધું છે?
આ પણ વાંચો:
Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો
Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત
Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








