Vadodara: મેયર મૌન અને જળસ્તર બોર્ડ કોરું, વિશ્વામિત્રી અને આજવાની સપાટી કેમ નથી લખાતી?

Vadodara: વડોદરા શહેર દર ચોમાસામાં હાલાકી ભોગવે છે. તે પણ કુદરત નહીં પરંતુ અહીંના સત્તાધિશોના પાપે, કારણ કે અહીંના સત્તાધિશો જાડી ચામડીના હોવાથી તેમને તેમને કોઈ ફરક નથી પડતો. વડોદરા શહેરમાં આવેલી વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધતા વડોદરામાં દર વખતે પૂર આવે છે. ગયા વર્ષે આ પુરને કારણે વડોદરાવાસીઓને ભારે હાલાકીનો સામેનો કરવો પડ્યો હતો. તે વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા દોડી ગયા હતા ત્યારે તેમને લોકોની નારાજગીનો પણ સામનો કર્યો હતો ત્યારે વડોદરામાં ફરી આવી પરિસ્થિતિ ન સર્જાય તેના માટે સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રૂ. 1200 કરોડની જાહેરાત કરી હતી અને ફરી ચોમાસું આવતા સુધીમાં આ પ્રોજેક્ટ પુર્ણ કરવા માટે જણાવ્યું હતું. ત્યારે હવે ચોમાસું બેસી ગયું છે તાજેતરમાં જ્યારે વડોદરાના મેયરને આ પ્રોજેક્ટ અંગે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે મેયર પિન્કીબેન સોની ભેદી મૌન સેવ્યું હતું. જેના કારણે તેમની ભારે ટીકા થઈ હતી ત્યારે હવે વડોદરાના સત્તાધીશોની વધુ એક લાપરવાહી સામે આવી છે.

વિશ્વામિત્રી અને આજવાની સપાટી કેમ નથી લખાતી?

વડોદરાના સ્થાનિક જયેશ મિસ્ત્રીના જણાવ્યા મુજબ વડોદરા કોર્પોરેશન વાળાને હજુ ચોમાસું નથી આવ્યું. કાલાઘોડાના આ પોઈન્ટ ઉપર બ્લેક બોર્ડમાં હજુ પણ વિશ્વામિત્રી, આજવા અને પ્રતાપ સરોવરના પાણીના લેવલની માહિતી નથી લખાઈ. અત્યારે વિશ્વામિત્રી લગભગ 12 થી 14 ફૂટ હશે. પરંતુ શહેરીજનો તેનાથી અજાણ છે. કોર્પોરેશન વાળા પાસે સમય જ નથી કે તેઓ અહીં માહિતી લખી શકે.

 ક્યાં સુધી સત્તાધીશોના પાપે લોકોને હાલાકી ભોગવવી પડશે ?

જે નદીની જળસપાટી વધવાથી વડોદરા પર એવડી મોટી મુસીબત આવે છે તેની કામગીરીમાં કોર્પોરેશન વાળાને કોઈ રસ જ નથી અથવા જાણી જોઈને કરવા નથી માંગતા. જ્યારે રેલો આવે ત્યારે સત્તાધીશો કામગીરી કરવા નિકળી જાય છે જે પછીથી કોઈ અર્થ વગરનું સાબિત થાય છે. ત્યારે વડોદરાવાસીઓ પણ હવે જાગૃત થયા છે જેથી જ્યારે આ સત્તાધીશો પ્રજાની વચ્ચે જાય છે ત્યારે તેઓ તેમને જાકારો પણ આપે જ છે. ગયા ચોમાસામાં કોર્પોરેશન વાળાઓ પર એટલી થું થું થયું તેમને પ્રજાના રોષનો સામનો કરવો પડ્યો છતા પણ જાડી ચામડીના સત્તાધીશોને કોઈ ફરક નથી પડતો. વડોદરામાં આ વર્ષે પૂર ન આવે તેના માટે તંત્રની કામગીરી કેટલે પહોંચી તે અંગે મેયર બોલવા જ તૈયાર નથી બીજી તરફ કોર્પોરેશન વાળાને તેને લગતી કોઈ કામગીરી ન કરતા શું આ વર્ષે પણ વડોદરાવાસીઓને પૂરનો સામનો કરવો પડશે?  ક્યાં સુધી સત્તાધીશોના પાપે લોકોને હાલાકી ભોગવવી પડશે ?  તેવા સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો:

Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ 

AAP Gujarat: ઉમેશ મકવાણા પક્ષની સામે પડ્યા, AAP એ ધારાસભ્યને તગેડી મુક્યા

Ahmedabad: ડ્રેનેજલાઈનમાં વહી ગયેલા વ્યક્તિનો મૃતદેહ 9 કલાકની જહેમત બાદ મળ્યો, મનીષ દોષીએ કહ્યું ‘ગુનાહિત બેદરકારી’

Surat Rain: સુરતને સ્માર્ટ સિટી બનાવવામાં કરોડોનો ખર્ચ, છતાં કટોકટીની સુવિધાઓ કેમ નહીં ?

Agra Lucknow Expressway accident: બિહારથી દિલ્હી જતી બસનો ભયંકર અકસ્માત, 2ના મોત, 50 ઘાયલ

  • Related Posts

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
    • October 29, 2025

    UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

    Continue reading
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
    • October 29, 2025

    UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 14 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 19 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 21 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ