
Vadodara: વડોદરાની વિશ્વામિત્રી નદી વડોદરા માટે આફત બની ગઈ છે. તેનું કારણ ડેવલપમેન્ટ, અહીં થયેલા દબાણો છે. ત્યારે વડોદરામાં વિશ્વામિત્રી નદીના કારણે શહેરની કેવી પરિસ્થિતિ છે તે અંગે સ્વેજલ વ્યાસે ધ ગુજરાત રિપાર્ટ સાથે વાત કરતા જણાવ્યું હતું.
વિશ્વામિત્રી નદી પાછળ કરોડોનો ખર્ચ છતા નદી સાફ નહીં
વિશ્વામિત્રી નદી જે વડોદરા શહેરની ઓળખ છે તેની હાલત અત્યારે એટલી દયનીય કરી દેવામાં આવી છે કે, લોકો અહીંથી પસાર થવાનું પણ ટાળે છે. બધો કચરો એક નાળાના માધ્યમથી નદીમાં ઠાલવવામા આવે છે જેથી નદીમાં પ્રદુષણ વધ્યું છે. અહીં કરોડોનો ખર્ચ કરવા છતા કોઈ કામ દેખાતું નથી. જોઆ નદીને ચોખ્ખી કરી દેવામા આવે તો તેની કાયાપલટ થઈ શકે છે અને એક નવું નજરાણું ઉભુ થઈ શકે છે.
નદીની સફાઈની કામગીરીમાં ભ્રષ્ટાચાર
વડોદરામાં વિશ્વામિત્રી નદીની સફાઈની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. સ્વેજલ વ્યાસે જણાવ્યું હતુ કે આ મામલે કલેક્ટરને પુરાવા પણ આપ્યા છે. અમુક ભાગોમાં કોઈપણ જાતની સફાઈ નથી થઈ. નેતાઓ અને કોર્પોરેશને ભેગા થઈને ભ્રષ્ટાચાર કર્યો છે. આમ વિશ્વામિત્રી નદીની સફાઈના કરોડો રુપિયા નેતાઓ, કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જતા રહ્યા છે પરંતુ કામ થયું નથી. તેમ છતા કોઈ વિરોધી પાર્ટીના નેતાઓ પણ આ મામલે બોલવા તૈયાર નથી જેથી તેમાં બધાની મિલી ભગત હોવાનું કહેવાય છે. તેમજ મેયર બધુ જાણે છે છતા તેઓ મામલે મેયર મૌન છે. જેથી લોકોમાં ભારે રોષ છે.
વિશ્વામિત્રી નદીમાં મગરોના મોત
હાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ કામગીરી દરમિયાન ડમ્પર સહિતના વાહનો તેમન તોડફોડની કામગીરીનો જે અવાજ આવી રહ્યો છે તેનાથી મગરો ડરી જાય છે અને તેઓ આમ તેમ તડફડે છે. તેમજ મગરો એક બીજા સાથે ઝઘડે છે. પહેલા નદીમાં કાદવ હોવાથી તેઓ નદીમાં પોલમાં તેઓ તેમાં છુપાઈને રહેતા હતા પરંતુ હવે નદીને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાથી તેમના ઘર તુટી ગયા છે. વિશ્વામિત્રી નદીમાં માત્ર મગરો જ નહી પરંતુ કાચબા જેવા વન્યજીવોને પણ મુકસાન થઈ રહ્યું છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પ્રદુષણથી વડોદરામા શું સ્થિતિ છે તે અંગે સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે શું કહ્યું જુઓ વીડિયો..










