BJP Gujarat: ભૂપાદાદાની સરકાર કૌભાંડીઓ પર મહેરબાન! કડક કાર્યવાહી કરવામાં શેનો સંકોચ?

BJP Gujarat: હાલમાં મનરેગા કૌભાંડનો મુદ્દો ખુબ ચર્ચામાં છે. મનરેગા કૌભાંડનો રેલો દાહોદથી લઈને ભરુચ સુધી પહોંચ્યો છે. આ કૌભાંડમાં ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસ નેતાઓની પણ સંડોવણી સામે આવી છે. ત્યારે બધા એક બીજા પર આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે આ કૌભાંડમાં મોટી માછલીઓ નથી પકડાઈ રહી તેવામાં મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળ્યું હતું.

કોંગ્રેસ બચુ ખાબડને પદ પરથી હટાવવા કરી રજૂઆત 

કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ભ્રષ્ટાચાર, મનરેગા કૌભાંડ, ખાડા સહિત મુદ્દે રાજયપાલને રજૂઆત કરી હતી. જે બાદ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે.ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર છે. અમિત ચાવડાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ગામથી ગાંધીનગર સુધી મેળાપીપણું ચાલે છે. બચુ ખાબડને કેમ હટાવવામાં નથી આવતા તેવા સવાલ કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, કૌભાંડીનો કોઈ પક્ષ નથી હોતો તે જે પણ પાર્ટીમાં હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

ઉપરના લેવલ સુધી કેવો કેવો ભ્રષ્ટાચાર ચાલે છે? 

આ મામલે પત્રકાર હેમાંશું ભાયાણીએ જણાવ્યું કે, અમિત ચાવડાની વાત સાચી છે ભ્રષ્ટાચારનો કોઈ પક્ષ નથી હોતો અને તેમણે રજૂઆત કરી તે પણ ખુબ સાચી છે પરંતુ તેના પર એકશન કેમ લેવાશે. જો એકશન લેવાય તો તેનું મુળ ક્યાંયનું ક્યાય નિકળે. આ સાથે તેમણે ગુજરાતમાં ભ્રષ્ટાચારની સ્થિતિ વેશે પણ જણાવ્યું હતું. શું ગુજરાતના ભ્રષ્ટ અધિકારીઓને રક્ષણ મળી રહ્યું છે? કેમ કોઈ અધિકારી સામે કાર્યવાહી નથી થઈ? ઉપરના લેવલ સુધી કેવા કેવા ભ્રષ્ટાચાર ચાલે છે તે વિશે પણ હેમાશું ભાયાણીએ જણાવ્યું હતું, જાણવા માટે જુઓ વીડિયો…

આ પણ વાંચો:
 
  • Related Posts

    Gujarat Protest History: પૂર્વ મુંખ્યપ્રધાન મોદીના 13 વર્ષમાં 19 આંદલનો કચડી નંખ્યા
    • July 30, 2026

    Gujarat Protest History: ગુજરાતમાં વર્ષો દરમિયાન થયેલા વિવિધ આંદોલનો અને તેના પર સરકારના પ્રતિસાદને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીમાં થયેલા તાજેતરના વિદ્યાર્થી આંદોલનોના સંદર્ભમાં ગુજરાતના અનેક ઐતિહાસિક આંદોલનોનો…

    Continue reading
    GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 
    • July 29, 2026

    GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા  દિલીપ પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એસ્ટેટમાં પ્લોટના જુના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 5 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 6 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 7 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    • August 1, 2026
    • 7 views
    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    • August 1, 2026
    • 9 views
    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    • August 1, 2026
    • 7 views
    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી