
Vash 2 Movie Review: ગુજરાતી ફિલ્મ વશની ભવ્ય સફળતા બાદ હવે વશ 2 મુવી પણ આવી રહ્યું છે લોકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે વશ લેવલ 2 નું ટ્રેલર પણ રિલિઝ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીનીઓ પર વશીકરણ આધારિત આ ફિલ્મનું ટ્રેલર જોતા જ તમારા રૂંવાડાં ઊભા થઈ જાય તેમ છે.
વશ લેવલ 2 નું ટ્રેલર લૉન્ચ
આજે ‘વશ લેવલ 2’ નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. “વશ 2” (Vash 2) એ ગુજરાતી હોરર-થ્રિલર ફિલ્મ છે, આ ફિલ્મ 2023ની સફળ ગુજરાતી ફિલ્મ “વશ”ની સિક્વલ છે, જેણે તેની રોમાંચક વાર્તા અને સસ્પેન્સથી દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફિલ્મ વશ પરથી હિંદી ફિલ્મ ‘શૈતાન’ પણ બની હતી. જેમાં અજય દેવગન-આર માધવન તથા જાનકી બોડીવાલા લીડ રોલમાં હતાં. ત્યારે “વશ 2” નું નિર્દેશન પણ કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યું છે, જેઓ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તેમની આગવી શૈલી માટે જાણીતા છે.
ફિલ્મ વિશે મુખ્ય માહિતી
શૈલી : હોરર, થ્રિલર, સાયકોલોજિકલ ડ્રામા
નિર્દેશક: કૃષ્ણદેવ યાજ્ઞિક
નિર્માતા: કલ્પેશ સોની, ક્રુતિક પટેલ, વૈશલ શાહ, અને અન્ય
કલાકારો: જાનકી બોડીવાળા, હેતેન કુમાર, અન્ય સહાયક કલાકારો
આ ફિલ્મમમાં પણ અલૌકિક શક્તિઓ, કાળું જાદુ, અને માનસિક તણાવની થીમ્સનું મિશ્રણ છે.
શું છે ફિલ્મની કહાની ?
ફિલ્મનું ટ્રેલર રોમાંચક અને રહસ્યમય વાતાવરણ રચે છે, જેમાં એક શાળાની વિદ્યાર્થિનીઓ પ્રતાપ અંકલ (હિતેન કુમાર) નામના રહસ્યમય વ્યક્તિની શોધમાં લાગેલી છે. ટ્રેલરની શરૂઆત શાળાની કેન્ટિનમાં થાય છે, જ્યાં એક વિદ્યાર્થિની નાસ્તો કરતાં અચાનક બેહોશ થઈને ઢળી પડે છે. આગળ જતાં દસેક વિદ્યાર્થીઓ સ્કૂલના ધાબે જઈને ઉભેલી બતાવે છે અને નીચે તેમના મેડમ ઉભા હોય છે જેમને તેઓ કહે છે કે, અંકલે અમને કહ્યું છે કે, સાડા ત્રણ વાગે તમારે કુદવાનું છે. જે બાદ તેઓ ધાબેથી કુદી જાય છે. જે બાદ આ મેડમ પણ મીડિયાને જણાવે છે કે, આ તમામ છોકરીઓ બસ એક જ વાત કરતી હતી કે અંકલે આમ કરવાનું કહ્યું છે. ટ્રેલર દર્શાવે છે કે વિદ્યાર્થિનીઓ પર કોઈ વશીકરણની વિધિ થઈ છે, જેના કારણે તેઓ આવી રીતે વર્તે છે.
આગળ એક વિદ્યાર્થી શિક્ષકને કહે છે કે, અંકલે તમને એક મેસેજ આપવાનું કહ્યું છે કે તમારે પ્રતાપ અંકલને શોધવાના છે. જે બાદ આ શાળાની છોકરીઓ વશીકરણમાં આવીને શહેરમાં ભયાનક વાતાવરણ ઉભું કરે છે. ત્યારે એક પાત્ર પુછે છે કે, આ બધુ કેવી રીતે રોકી શકાય ત્યારે હિતેન કુમાર ભયાનક અવાજમાં કહે છે કે, નહીં રોકી શકાય. આ ફિલ્મમાં પ્રતાપ અંકલને એક રાક્ષણ તરીકે વર્ણવવામાં આવ્યો છે.
પોલીસ આ ગૂંચવણભર્યા કેસની તપાસ કરે છે, પરંતુ ઘટનાઓનું સત્ય શોધવામાં અસમર્થ રહે છે. આ દરમિયાન, વિદ્યાર્થિનીઓ શહેરમાં હડકંપ મચાવે છે. ટ્રેલરના અંતિમ દૃશ્યોમાં જાનકી બોડીવાલા થોડીક સેકન્ડો માટે દેખાય છે, જે રહસ્યને વધુ ગાઢ બનાવે છે.
કલાકારોએ પોતાનું બેસ્ટ આપ્યુ
આ ફિલ્મમાં દરેક કલાકારોએ પોતાનું બેસ્ટ આપ્યુ છે. પ્રથમ ફિલ્મ વશમાં એક પરિવારની આસપાસ ફરતી અલૌકિક અને રહસ્યમય ઘટનાઓ બતાવવામાં આવી હતી, જેમાં કાળું જાદુ, ભૂત-પ્રેત અને માનસિક તણાવનો સમાવેશ થતો હતો. જ્યારે “વશ 2” આ વાર્તાને આગળ ધપાવે છે અને નવા ટ્વિસ્ટ્સ અને રોમાંચ સાથે દર્શકોને રોમાંચિત કરે છે.
દર્શકો ફિલ્મ જોવા આતુર
ફિલ્મની વાર્તા મુખ્ય પાત્રોના ભૂતકાળના રહસ્યો અને નવી અલૌકિક શક્તિઓની આસપાસ ફરે છે. આ વખતે, સ્ટોરી વધુ રોમાંચક અને ભયાનક છે, જેમાં પાત્રોને તેમના ડર, અપરાધભાવ અને અજાણી શક્તિઓ સાથે સામનો કરવો પડે છે. ફિલ્મમાં ગુજરાતી સંસ્કૃતિના તત્વો, અને ભયાનક માહોલનું મિશ્રણ છે, જે હોરર અને સસ્પેન્સનો અનુભવ વધારે છે. આ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ દર્શકો ફિલ્મ જોવા માટે ખુબ જ ઉત્સુક છે. આ ફિલ્મ 27 ઓગસ્ટે સિનેમાંઘરોમાં રિલિઝ થવાની છે.