હવે વિક્કી કૌશલ ‘પરશુરામ’ના અવતારમાં જોવા મળશે, પ્રથમ લૂક ડરામણો | Vicky Kaushal

Vicky Kaushal Film Mahaavatar: વિક્કી કૌશલે આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ આપી છે.  વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’એ વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. એટલું જ નહીં, છાવા આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી સુપરહિટ બોલિવૂડ ફિલ્મ સાબિત થઈ છે. ઉપરાંત વિકી કૌશલની આ ફિલ્મમાં ઘણી પ્રશંસા થઈ છે. ત્યારે હવે ફરી વિકી કૌશલ ટૂંક સમયમાં આવી જ બીજી બ્લોકબસ્ટર ફિલ્મ સાથે પડદા પર પરત ફરી રહ્યો છે. તેનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ થઈ ગયો છે. ફર્સ્ટ લૂક જોઈ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. વક્કી કૌશલ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર મનતાં ઋષિ પરશુરામનું પાત્ર ભજવશે. આ ફિલ્મનું નામ ‘મહાવતાર’ રાખવામાં આવ્યું છે. ભલે આ ફિલ્મ આ વર્ષે રિલીઝ ન થાય પરંતુ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ શકે છે.

નિર્માતાએ Waves 2025માં ફિલ્મ અંગે આપી જાણકારી

આ ફિલ્મ દિનેશ વિજયન દ્વારા બનાવવામાં આવી રહી છે. તાજેતરમાં નિર્માતા દિનેશે Waves 2025 સમ્મિટમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે ફિલ્મ વિશે અપડેટ આપ્યું હતું. જેમાં દિનેશે જણાવ્યું હતું કે ‘મહાવતાર’ મેડોક ફિલ્મ્સનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. બોલિવૂડમાં ચાલી રહેલા બોક્સ ઓફિસ સંકટ વિશે પણ વાત કરી. જેમાં દિનેશે કહ્યું, ‘મને લાગે છે કે આપણે ખૂબ જ રસપ્રદ જગ્યાએ છીએ. મને લાગે છે કે મહામારી પછી આપણે આખરે આપણું કાર્ય એકસાથે કરી રહ્યા છીએ. અમે સમજીએ છીએ કે સામાન્ય માણસ માટે વાર્તાઓ બનાવવાની જરૂર છે. છેલ્લા 10 વર્ષોમાં આપણે પશ્ચિમ તરફ આકર્ષાયા નથી. આપણે આપણા વિશે વાર્તાઓ ઇચ્છીએ છીએ, અને આપણે એકમાત્ર એવો દેશ છીએ જેની સંસ્કૃતિ આટલી સમૃદ્ધ છે. પણ ક્યાંને ક્યાંય આ સમૃધ્ધ સંસ્કૃતિ છોડી તેના પર ધ્યાન આપતાં નથી. સ્ત્રી અને છાવા આપણી સંસ્કૃતિમાં વાર્તાઓના ઉદાહરણો છે, ભલે તે ગમે તેટલી સ્થાનિક હોય.

આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે

ઉલ્લેખનીય છે કે વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ મહાવતાર આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ ફરી એકવાર શક્તિશાળી અવતારમાં પરત ફરી રહ્યો છે અને સારી એક્શનની અપેક્ષા છે. આ ફિલ્મનું દિગ્દર્શન અમર કૌશિક કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી સારી કમાણી કરે છે કેમ?

આ પણ વાંચો:

પરેશ રાવલ બાદ આ અભનેત્રીએ પણ પોતાનું મૂત્ર પીધાનું સ્વીકાર્યું! | Paresh Rawal | Anu Aggarwal |

Vadodara: 1200 કરોડ વિશ્વામિત્રી નદીમાં વહી ગયા, હવે વડોદરામાં પૂર નહિ આવે?

Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા

Ahmedabad: ચંડોળામાં ગેરકાયદે વસાહત ઉભી કરનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો

Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?

 

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 6 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 6 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 6 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 6 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 12 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 9 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ