VIDEO: અકસ્માતમાં ભરૂચના ત્રણ યુવકોના સાઉથ આફ્રિકામાં મોત

  • World
  • February 8, 2025
  • 1 Comments

VIDEO: અકસ્માતમાં ભરૂચના ત્રણ યુવકોનું દક્ષિણ આફ્રિકામાં મોત

સાઉથ આફ્રિકામાં અકસ્માત: ગુજરાત અને દેશભરમાંથી દર વર્ષે હજારો યુવક-યુવતીઓ અભ્યાસ અને નોકરી માટે વિદેશ જતાં હોય છે, ત્યારે ગુજરાતના ભરૂચના ત્રણ યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકા જઈને સ્થાયી થયા હતા. મળતી માહિતી મુજબ, આ ત્રણેય યુવાનો કામ અર્થે જઈ રહ્યા હતા, આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક મીની બસ સાથે તેમની કારની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં કારમાં એકાએક આગી ફાટી નીકળતા ભરૂચના ત્રણેય યુવાનોના દાઝી જવાથી મોત નીપજ્યા હતા.

મળતી માહિતી મુજબ, ગુજરાતના ભરૂચના ત્રાલસા કોઠી ગામના શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ નામના ત્રણ યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકા ગયા હતા અને ત્યાં નોકરી શરૂ કરીને સ્થાયી થયા હતા. ભરૂચના ત્રણેય યુવાનો સહિત અન્ય યુવાનો કામ અર્થે જઈ રહ્યા હતા.

આ દરમિયાન તેમની કારનો ગંભીર રીતે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં કારમાં આગ લાગવાથી ભરૂચના ત્રણેય યુવાનો ભડથુ થતા મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સાઉથ આફ્રિકામાં અકસ્માતની ઘટનામાં ભરૂચના યુવકોના મોતના સમાચાર સાંભળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચો- સુરત GIDCમાં કારીગરનું માથું એમ્બ્રોઈડરી મશીન ફસાયું; ફાયરબ્રિગેડને કરાઇ જાણ

Related Posts

England: ઘરનો દરવાજો તોડ્યો, ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી
  • October 27, 2025

Crime in England: ઇંગ્લેન્ડમાં 20 વર્ષીય ભારતીય મૂળની યુવતી પર બળાત્કાર થવાની ઘટના બની છે, અંદાજે 30 વર્ષના બળાત્કારી ગોરા પુરુષના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન…

Continue reading
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”
  • October 26, 2025

DONALD TRUMP | થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ તકે ટ્રમ્પે કહ્યું કે તેમના વહીવટીતંત્રે આઠ મહિનામાં આઠ યુદ્ધોનો અંત લાવ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?

  • October 28, 2025
  • 3 views
SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?

Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

  • October 28, 2025
  • 7 views
Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 17 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ