
Vikram Thakor Controversy in Assembly: તાજેતરમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી જોવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરાયા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. જો કે આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર નાખુશ થયા હતા. તેમણે કહ્યું હતુ કે મને ન બોલાવ્યો તો કંઈ વાંધો નહીં પણ મારા જેવા ઠાકોર સામાજમાં અન્ય કલાકારો પણ છે.
ત્યારે આ મામલે ગુજરાતના ઠાકોર સમાજમાં ભારે રોષ છે. ત્યારે આ મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ આ પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવ્યો હતો. ત્યારે વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આપવા મુદ્દે જવાબ આપ્યો છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતુ કે ફિલ્મ કલાકારોને બોલાવવામાં આવશે ત્યારે વિક્રમ ઠાકોરને પણ બોલાવવામાં આવશે.
જો કે આરોગ્યમંત્રી રુષેકેશ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના ઘણો તફાવત છે. બંને નેતાના અલગ નિવેદન સામે આવ્યા છે. જેથી કોણ સાચુ કોણ ખોટું તેવા સવાલ ઉભા થયા છે. આ પહેલા ગુજરાત સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કલાકારોની કોઇ જ્ઞાતિ હોતી નથી. આ એકાએક ઉભો થયેલો પ્રસંગ હતો, અચાનક યાદ આવ્યું એટલે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. કોઇ વ્યક્તિ વિશેષ કે કોઇ જાતિ વિશેષ કાર્યક્રમ ન હતો. અચાનક કરાયેલા આયોજનના લીધે ભૂલાય ગયા હશે. જો કે બંનેના અલગ નિવેદનથી હવે ઉહાપોહ મચ્યો છે.
માનિતા કલાકારોને કાર્યક્રમ આપે છે: અમિત ચાવડા
આ અગાઉ આજ મુદ્દે વિધનાસભમાં ગુજરાત સરકારને વિપક્ષ નેતા અમિત ચાવડાએ ઘરી હતી. તેમણે કહ્યુ હતુ કે ફિલ્મ કલાકરો સાથે સરકાર ભેદભાવ કરી રહી છે. કલાકારોને સન્માન આપવામાં પણ સરકાર ભેદભાવ કરી રહી છે. સરકાર માનીતા કલાકારોને પ્રોત્સાહન અને કાર્યક્રમો આપે છે. આ ભેદભાવની નીતીને અમિત ચાવડાએ વખોડી હતી.
આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોર ખૂબ નારાજ થયા બાદ સરકારે અંતે શું જવાબ આપ્યો? |Vikram Thakor Controversy
આ પણ વાંચોઃ રાજ્ય સરકાર દ્વારા કલાકારો સાથે ભેદભાવ: અમિત ચાવડા | Vikram Thakor Controversy
આ પણ વાંચોઃ UP News: હત્યારા પ્રેમી યુગલને કોર્ટ પરિસરમાં વકીલોએ માર માર્યો, પતિની હત્યાનો કોઈ પશ્ચાતપ નહીં, જુઓ VIDEO
આ પણ વાંચોઃ divorce: ચહલ અને ધનશ્રીના છૂટાછેડા, ટૂંકા ગાળામાં લગ્નસંબંધનો અંત, કોર્ટે આપી મંજૂરી