
Viral Video: જો કોઈ વ્યક્તિ પ્રેમમાં પાગલ થઈ જાય તો તે કંઈ પણ કરી શકે છે. તે કંઈપણ કરવાથી ડરતો નથી. હાલમાં આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના વિશે જાણીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેને ફક્ત એટલા માટે ગુસ્સે થયો કારણ કે તેની ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત હતો. આનાથી તે એટલો નારાજ થઈ ગયો કે વીજળીના થાંભલા પર ચઢી ગયો અને વીજ તાર કાપી નાખ્યા, જેથી આઆ વિચિત્ર ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે એક છોકરો વીજળીના થાંભલા પર ઉભો છે અને તેના હાથમાં એક મોટો પ્લાયર છે, જેની આસપાસ ઘણા વાયર છે. પછી તે વાયર કાપવાનું શરૂ કરે છે, જેના કારણે વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે તેની ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત હોવાથી નારાજ હતો. આ નારાજગીની રીસ તેણે વીજ વાયરો પર કાઢી. અને પરિસ્થિતિને સામાન્ય રીતે સંભાળવાને બદલે આખા ગામનો વીજ પુરવઠો કાપી નાખીને પોતાની નિરાશા વ્યક્ત કરી. આ દ્રશ્ય ખૂબ જ આઘાતજનક છે, પરંતુ વીડિયોની સત્યતા હજુ સુધી ચકાસવામાં આવી નથી, પરંતુ આ વીડિયોએ ચોક્કસપણે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર tv1indialive નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક ગુસ્સે ભરાયેલા પ્રેમીએ છોકરીના ગામની વીજળી કાપી નાખી જ્યારે તેનો ફોન વ્યસ્ત હતો’. આ વીડિયો અત્યાર સુધીમાં 11 મિલિયનથી વધુ વખત એટલે કે 1.1 કરોડ વખત જોવામાં આવ્યો છે, જ્યારે લગભગ 2 લાખ લોકોએ તેને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે.
સોશિયલ મિડિયામાં ટીપ્પણીઓનો મારો
એક યુઝરે ટિપ્પણી કરી, ‘મેં ઘણા પ્રેમીઓને પ્રેમમાં જોયા છે, પણ મેં પહેલી વાર પ્રેમીને પાગલ થતો જોયો છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘એક પ્રેમી પોતાની નસ કાપી નાખે છે, પણ તેણે ગામની નસ કાપી નાખી’. તેવી જ રીતે, એક યુઝરે લખ્યું, ‘તેણે બોલિવૂડ ફિલ્મો જોવાનું બંધ કરી દેવું જોઈએ’, જ્યારે બીજાએ લખ્યું, ‘આખું ગામ હવે ફક્ત તેના કારણે વીજળી વગરનું છે’.
આ પણ વાંચો:
Viral Video: UK માં ભારતીય છોકરીએ પૂછ્યા વગર કારનો કાચ લૂછ્યો, માલિક પાસે માંગ્યા 2300 રુ.
Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’, મસ્કે આપ્યો ટેકો
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?