
Viral Video: સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક MBA ગ્રેજ્યુએટ રસ્તા પર ભીખ માંગતો જોવા મળે છે. આ વ્યક્તિ દાવો કરે છે કે તે અગાઉ મહિને 1 લાખ રૂપિયા કમાતો હતો, તેણે પોતાની દીકરીને MBA કરાવીને ડૉક્ટર બનાવી અને તેની પત્ની એક મોટી વકીલ છે. છતાં, આજે તે ભીખ માંગવા મજબૂર છે. આ વીડિયો સોશિયલ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં લોકોએ આપી આવી પ્રતિક્રિયા
વીડિયોમાં વૃદ્ધ વ્યક્તિ પોતાની વ્યથા વ્યક્ત કરે છે, પરંતુ તેની આ દશાનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી. સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ અનુમાન લગાવે છે કે આ કૌટુંબિક વિવાદ, છૂટાછેડા કે ગુજારા ભથ્થા સાથે સંબંધિત હોઈ શકે છે.
🚨1 लाख महीना कमाने वाला MBA भीख मांग रहा
MBA कर के बेटी को डॉक्टर बनाया पत्नी बड़ी वकील है
खुद भीख मांग रहा
डॉक्टर है बेटी तो जाहिर सी बात है ट्विटर पर भी होगी ही बस वायरल कर दो ।
वीडियो क्रेडिट : d_celibrity_11 pic.twitter.com/QB4LnmeIKp
— Ramesh Tiwari (@rameshofficial0) September 12, 2025
વીડિયોની પુષ્ટી થઈ શકી નથી
આ ઘટનાએ ભારતમાં પુરુષોની આર્થિક અને માનસિક સમસ્યાઓ, ખાસ કરીને કૌટુંબિક કાયદાઓ અને સામાજિક દબાણ પર ચર્ચા છેડી છે. આ સામાજિક મુદ્દાઓ જેવા કે માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક વિવાદોને ઉજાગર કરે છે. લોકો આ વ્યક્તિની દીકરી, જે ડૉક્ટર છે, તેનો સંપર્ક કરવા અપીલ કરી રહ્યા છે. હજુ સુધી આ વીડિયોની સત્યતા પર સત્તાવાર પુષ્ટિ બાકી છે, પરંતુ તે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો:
PM MODI DREAM: હીરાબાએ સપનામાં મોદીને કહ્યું “બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે”
Ahmedabad: અમદાવાદ મહિલાઓ માટે નહીં ગુનેગારો માટે “સેફ ઝોન”, પોલીસે ફરિયાદ ન લેતા મહિલાઓ વિફરી










