Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?

  • World
  • March 13, 2026
  • 0 Comments

Iran War: ઈરાન ઉપર હુમલો કરીને ભેખડે ભરાયેલા ટ્રમ્પ હવે હોર્મુઝનો રસ્તો ખોલવા નિષ્ફળ ગયા છે અને દુનિયાને મંદીની લહેરમાં નાખી હાથ ઊંચા કરી દેતા આ પ્રકારની લાપરવાહી અને બેજવાબદાર વર્તનને લઈ ટ્રમ્પની ટીકા થઈ રહી છે ત્યારે ઇરાનના નવા લીડર અયાતુલ્લા મુજતબા ખામેની કે જેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેઓ કોમાં માં સરી પડયાના અહેવાલોએ સનસનાટી મચાવી છે જો ખરેખર એવું થયું તો અમેરિકા-ઈઝરાયેલ છેલ્લી ઘડીએ બાજી પલટી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.પરંતુ એ પણ સવાલ ઉઠ્યા છે કે જો મુજતબા 28મીએ ઘાયલ થયા બાદ કોમા માં હોય તો ઇરાને જે રીતે ટક્કર આપી અને દરિયામાં મુખ્ય જળ માર્ગ બંધ કરી જે રીતે આખી સટીક રણનીતિ અપનાવી અમેરિકા અને ઈઝરાયેલને ઘૂંટણીએ પાડ્યા તે કોણ હેન્ડલ કરી રહ્યું છે? તે વાતે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.

બ્રિટિશ મીડિયા ‘ધ સન’ના અહેવાલો મુજબ ઈરાનના નવા લીડર મુજતબાને એટલી ગંભીર ઈજાઓ થઈ હતી કે તેમનો એક પગ કાપવો પડ્યો હતો અને પેટ-લિવરને પણ નુકસાન પહોંચતા તેઓ હજુપણ તહેરાનની એક હોસ્પિટલમાં આઇસીયુમાં છે જ્યાં તેઓ હજુપણ કોમામાં છે.અગાઉ કહેવાતું હતું કે મુજતબાએ પોતાના પિતા અને ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનીના અવસાન બાદ 9 માર્ચે સુપ્રીમ લીડરનું પદ સંભાળ્યું હતું.

તેમની સ્થિતિ અંગે હજુ સુધી ઈરાન સરકાર તરફથી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, મહત્વનું છે કે મુજતબા 28 ફેબ્રુઆરીએ ઈઝરાયલ-અમેરિકાની એર સ્ટ્રાઈકમાં ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવામાં આવ્યું હતું હવે તેઓ કોમામાં હોવાની વાત કહેવામાં આવી રહી છે.

આમ,એક તરફ જોરદાર ટક્કર આપી રહ્યું છે ત્યારે જો મુજતબા કોમામાં હોય તો ઇરાનની પડદા પાછળ બાજી કોણ સંભાળી રહ્યું છે? તે સવાલો ઉઠી રહયા છે.બીજી તરફ અમેરિકાને નુકશાન ઉપર નુકશાન થઈ રહ્યું છે ત્યારે વધુ એક વિમાન ક્રેશ થવા સાથે સૌથી મોટા વોર શિપમાં આગ લાગવાની ઘટના બની છે.

■અમેરિકી એરફોર્સનું વધુ એક રિફ્યુલિંગ વિમાન ક્રેશ

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઇરાકમાં અમેરિકાનું KC-135 રિફ્યુલિંગ વિમાન ક્રેશ થઈ ગયું.અમેરિકન સેનાના સૂત્રોએ જણાવ્યું કે આ ઘટનામાં બે વિમાન સામેલ હતા,જેમાં એક વિમાન પશ્ચિમ ઇરાકમાં તૂટી પડ્યું હતું જ્યારે બીજું વિમાન સુરક્ષિત રીતે ઉતરી ગયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

જ્યારે બીજી ઘટનામાં ઈરાન વોરમાં સામેલ વિશ્વના સૌથી મોટા અમેરિકન યુદ્ધજહાજ ‘USS ગેરાલ્ડ આર. ફોર્ડ’ (CVN-78)માં ભેદી રીતે આગ લાગતા બે અમેરિકન સૈનિકો દાઝી ગયા હતા.રાતા સમુદ્રમાં તૈનાત આ વિશાળ એરક્રાફ્ટ કેરિયરમાં આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી, જોકે, અમેરિકન નેવીએ સ્પષ્ટ કર્યું કે જહાજના મુખ્ય એન્જિન ગણાતા પ્રોપલ્શન પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી,આગ કાબુમાં લઈ લેવાઈ હતી આ આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું.ઈરાન યુદ્ધ છેડી ભેખડે ભરાયેલા અમેરિકાને પહેલા જ સપ્તાહમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયા ($11.3 બિલિયન) જેટલો ખર્ચ થયો હતો ત્યારબાદ રોજના અબજોનું નુકશાન થઈ રહ્યું છે.

બીજી તરફ ઈરાને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે તે મિડલ ઈસ્ટમાં હાજર અમેરિકી સૈન્ય અડ્ડાઓને બંધ કરી દે, નહીં તો તેમના પર હુમલા ચાલુ રહેશે અને ઈરાને વધુ એકવાર સ્પષ્ટ કર્યું કે શિપ માટેહોર્મુઝનો રસ્તો ખોલવામાં નહિ આવે તે વાત ફાઇનલ છે.જ્યારે ટ્રમ્પ ઢીલા પડી ગયા છે અને તેમનો આ રસ્તો ખોલવાનો ફાંકો ઉતરી ગયો છે પણ તેઓની બાલિશતાને કારણે હવે વિશ્વ મહા મંદી તરફ ધકેલાઈ રહ્યું છે અને તેનો કોઈ પાસે જવાબ નથી.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

  • August 12, 2026
  • 3 views
NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 4 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 6 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 8 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 6 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 9 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ