Iran War Updates: ઈરાનની દુઃખતી નસ હવે ટ્રમ્પે શોધી કાઢી! ખાર્ક ટાપુ પર ભારે બોમ્બમારો, ટ્રમ્પે કહ્યું ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને જલ્દી ખોલી નાખીશું!

  • World
  • March 14, 2026
  • 0 Comments

Iran War Updates: ઈરાન સંઘર્ષ હવે તેના સૌથી વિનાશક તબક્કામાં પહોંચી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે યુએસ સેનાએ એક મોટા હવાઈ હુમલામાં ઈરાનના “ક્રાઉન જવેલ” ખાર્ગ ટાપુ પર હુમલો કરી તમામ લશ્કરી થાણાઓનો નાશ કરી દીધો છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન પર હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે દબાણ લાવવાનો છે.

ખાર્ગ ટાપુ ઈરાનનું સૌથી મહત્વપૂર્ણ તેલ નિકાસ ટર્મિનલ છે, તેના પર હુમલો કરવાનો અર્થ સીધો ઈરાનના અર્થતંત્રની કરોડરજ્જુ પર હુમલો કરવાનો થાય છે.

યુએસ નેવી ઓઇલ ટેન્કરોને એસ્કોર્ટ કરશે

હોર્મુઝ સ્ટ્રેટમાં પસાર થવાની કોશિશ કરનારા જહાજો ઉપર ઈરાની હુમલાઓમાં વધારો થતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી હતી કે યુએસ નેવી ટૂંક સમયમાં આ જળમાર્ગ ઉપરથી પસાર થનારા ઓઇલ ટેન્કરોને એસ્કોર્ટ કરશે અને આ માર્ગ ખોલી નાખીશું ટ્રમ્પે કડક ચેતવણી આપી છે કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી પસાર થતા જહાજોને બાનમાં લેવાની કોશિશ કરશે, તો અમેરિકા હવે ઇરાનના મહત્વના તેલના ઠેકાણાઓને નિશાન બનાવશે.

અમેરિકાએ ફારસની ખાડીમાં આવેલા ઇરાનના આ ખાર્ગ આઈલેન્ડ ઉપર હુમલો કર્યો તે ટાપુ ઈરાનનો સૌથી મોટુ ઓઈલ એક્સપોર્ટ હબ ગણાય છે જ્યાં અમેરિકાએ જાણી જોઇને ઓઈલ ટર્મિનલ્સ અને પાઈપલાઈનને નષ્ટ કરી નથી,પણ જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ નહિ ખોલે તો અમેરિકા હવે આ તેલ ભંડાર ઉપર હુમલો કરી ઇરાનની આર્થિક કરોડરજ્જુ તોડી નાખશે તેવી ચેતવણી અપાઈ છે.

ઈરાન માટે ‘ખાર્ગ આઈલેન્ડ’ આર્થિક કરોડરજ્જુ ગણાય છે જાણો કેમ?

●ઈરાનનું 90% ક્રૂડ ઓઇલ આ ટાપુ પરથી જ અન્ય દેશોમાં મોટાપાયે નિકાસ થાય છે.

● આ ટાપુ પરથી દૈનિક 70 લાખ બેરલ તેલ જહાજોમાં લોડ કરી શકાય છે.

● ઈરાનની સરકાર અને તેની સેનાને મળતું ફંડ આ ટાપુ પરથી થતી તેલની કમાણી પર નિર્ભર છે, આવા સંજોગોમાં જો આ તેલ ભંડાર નાશ પામેતો ઇરાનનું પતન નિશ્ચિત મનાય છે.

■ ક્રૂડ ઓઇલ $100 ને વટાવી ગયું

રશિયન તેલને બજારમાં પ્રવેશ આપવાના તાજેતરના નિર્ણયથી ભાવ $100 ની નીચે આવી ગયા હતા, પરંતુ ખાર્ગ ટાપુ પરના હુમલા અને હોર્મુઝમાં વધતા તણાવને કારણે વૈશ્વિક તેલના ભાવ ફરી $100 પ્રતિ બેરલથી ઉપર આવી ગયા છે.

■ ઈરાન પર મોટા હુમલાની ચેતવણી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે યુએસ સૈન્ય આવતા અઠવાડિયે ઈરાન પર મોટો હુમલો કરશે. ટ્રમ્પના આ નિવેદનને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુએસ-ઇઝરાયલી અભિયાનને વધુ તીવ્ર બનાવવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ રેડિયોને જણાવ્યું હતું કે, “અમે આવતા અઠવાડિયે તેમના પર ખૂબ જ શક્તિશાળી હુમલો કરવા જઈ રહ્યા છીએ.” તેમને વિશ્વાસ છે કે ઈરાનના નેતૃત્વને તેના પોતાના લોકો જ ઉથલાવી શકે છે.

અમેરિકાએ મુજતબા ખામેની અને લારીજાની સહિત ઈરાનના ટોચના નેતાઓ વિશે જાણકારી આપવા બદલ 1 કરોડ ડોલર (આશરે 83 કરોડ રૂપિયા) સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત અમેરિકી વિદેશ વિભાગના ‘રિવોર્ડ્સ ફોર જસ્ટિસ’ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી છે.

દરમિયાન ઈરાન યુદ્ધ જલ્દી ખતમ કરવા અમેરિકાએ મિડલ ઈસ્ટમાં પોતાના સૈનિકોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે અને 2500 મરીન સૈનિકો અને વધુ એક યુદ્ધજહાજ રવાના કરવાનો નિર્ણય કર્યો છે,હવે ઈરાન ઉપર વધુ આક્રમક કાર્યવાહી કરી હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોને અમેરિકન નૌ સેનાના રક્ષણ હેઠળ બહાર કાઢવા ટ્રમ્પ સક્રિય બનતા તેલ બજારમાં વધેલા ભાવો ફરી નિયંત્રણમાં આવે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે કારણ કે અગાઉ આ માર્ગ ખોલવા ટ્રમ્પે હાથ ઊંચા કરી દીધા હતા પણ હવે ટ્રમ્પને ઈરાનની દુઃખતી નસ સમાન ખાર્ગ ટાપુ નજરમાં આવી જતા ઉપર હુમલો કરી જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ નહિ ખોલે તો આ ટાપુ પરના તેલ ઇન્ફસ્ટ્રક્ચરને ખતમ કરવાની ધમકી આપતા હવે ચિત્ર બદલાઈ શકે છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

  • August 12, 2026
  • 2 views
NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 4 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 6 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 5 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 6 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 7 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ