
Vote Scam: વોટ ચોરી મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેવા જતાં ખુદ ભાજપ નેતા જ ફસાઈ ગયા છે. ભાજપ નેતા પ્રદીપ ભંડારીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતુ કોંગ્રેસ નેતા પવન ખેરાના બે મતદાર કાર્ડ છે. તેમણે કહ્યું મતદારયાદીમાં ગડભડી કરવામાં કોંગ્રેસ સંડોવાયેલી છે. જોકે પ્રદીપ ભંડારી આવું નિવેદન આપી ખુદ ભરાઈ ગયા છે. કારણ કે પવન ખેરા ચૂંટણી પંચને વર્ષ 2016માં ઘર બદલ્યા બાદ નવી દિલ્હીથી મતદાર કાર્ડ રદ કરવા અરજી કરી હતી. જો કે ચૂંટણી પંચે કોઈ પગલા લીધા નહીં. જેથી ખુદ ભાજપે જ ચૂંટણી પંચની પોલ ખોલી નાખી છે.
<
2) Now Pawan Khera has hit back verifying he had applied for Voter Card cancellation after shifting house in 2016
So ECI didn’t delete his last entry for years? ECI exposed again 😭pic.twitter.com/OhAVjdUFvf
— Ankit Mayank (@mr_mayank) September 2, 2025
/p>
ચૂંટણી પંચે મારુ મતદાન કાર્ડ કેમ રદ ના કર્યું: પવન ખેરા
પ્રદીપ ભંડારીના આક્ષેપ બાદ પવન ખેરાએ કહ્યું, ‘હવે હું ચૂંટણી પંચ પાસેથી જાણવા માંગુ છું કે નવી દિલ્હી વિધાનસભામાં કોને મતદાન કરાવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યું છે? મને તે સ્થળનું CCTV ફૂટેજ જોઈએ છે. મારું નામ હજુ પણ તે વિધાનસભાની મતદાર યાદીમાં કેમ છે? હું 2016 માં ત્યાંથી શિફ્ટ થયો હતો. પછી મેં નામ કાઢી નાખવાની સમગ્ર પ્રક્રિયાનું પાલન કર્યું હતું, તો પછી નામ હજુ પણ કેમ છે. રાહુલ ગાંધી 7 ઓગસ્ટથી ચૂંટણી પંચને આ જ વાત પૂછી રહ્યા છે, અને સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ચાલી રહ્યું છે? દેશભરના મતવિસ્તારોમાં આવી જ રીતે લાખો અને કરોડો નામ ચાલી રહ્યા છે અને તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે.
પવન ખેરાએ વધુમાં કહ્યું અનુરાગ ઠાકુર હોય કે અમિત માલવિયા, બંને કોંગ્રેસ પર ગોળીબાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમણે ફરીથી ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો. અમે ચૂંટણી પંચ પાસેથી પણ જાણવા માંગીએ છીએ કે આ મતદાર યાદી ભાજપ પાસે કેવી રીતે આવી?, જ્યારે અમે માગીએ છીએ ત્યારે ઇનકાર કરવામાં આવે છે.
ત્યારે હવે ભાજપ ખુદ પડેલી કુહાડી પર પગ મારી રહી હોય તેવા હાલ સર્જાઈ રહ્યા છે. વિપક્ષની પોલ ખોલવા જતાં ખુદ સંકજામાં આવી જઈ રહી છે. લોકો પણ ભાજપની ચાલ સામે નારાજગી દર્શાવી રહ્યા છે. ભાજપ હાલ વોટ ચોરી મુદ્દે ભીસમાં મૂકાતાં બોખલાઈ ગઈ છે. ભાજપ વોટ ચોરી મુદ્દે બચવા વિપક્ષ સામે જૂઠ્ઠા ગતકડા શોધવાનું કામ કરી રહ્યું છે. પણ તેનો દાવ ઉધો પડે છે. જેથી હાલ મોદી સરકાર ચોમેરથી સલવાઈ છે. મોદી સરકારની સત્તાના પાયા ડગમગી ગયા છે.
આ પણ વાંચો:
Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?
PM Modi: મોદીએ કહ્યું વિપક્ષે મારી માતાને ગોળો બોલી, કોંગ્રેસે પૂછ્યું તો તમે શું કરો છો?, જુઓ
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?