
Waqf Bill 2025: કેબિનિટે આજે ગુરુવારે મોટાભાગના સુધારાઓના આધારે કેબિનેટે વક્ફ બિલને મંજૂરી આપી છે. JPCના અહેવાલના આધાર પર મંજૂરી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર,19 ફેબ્રુઆરીના રોજ મળેલી બેઠકમાં મોટાભાગના સુધારાઓને મંજૂરી આપી દેવામાં આવી હતી. સુધારાઓના આધારે બિલને મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે બજેટ સત્રના બીજા તબક્કામાંવક્ફ બિલ લાવવાનો માર્ગ સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. JPCએ પોતાના અહેવાલમાં વક્ફ બિલમાં અનેક સુધારા સૂચવ્યા હતા. જોકે, વિપક્ષી સભ્યોએ આ અંગે પોતાનો અસંમતિ વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે વક્ફ સુધારા બિલ ઓગસ્ટ 2024 માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને સમીક્ષા માટે JPC પાસે મોકલવામાં આવ્યું હતું. આ પછી, JPC એ આ અંગે 655 પાનાનો રિપોર્ટ આપ્યો.
વકફ બિલમાં 14 સુધારા
1: બિન-મુસ્લિમ સભ્યો માટે પણ સ્થાન
2: મહિલા પ્રતિનિધિત્વ
3: ચકાસણી પ્રક્રિયાઓમાં સુધારો
4: જિલ્લા મેજિસ્ટ્રેટની ભૂમિકા
5: વક્ફ બોર્ડની સત્તામાં ઘટાડો
6: વક્ફમિલકતોનું ડિજિટાઇઝેશન
7: વધુ સારી ઓડિટ સિસ્ટમ નંબર
8: ગેરકાયદેસર અતિક્રમણ નિવારણ
9: વક્ફ બોર્ડના સભ્યોની નિમણૂક
10: વક્ફ ટ્રિબ્યુનલની સત્તામાં વધારો
11: વક્ફ મિલકતોના અનધિકૃત ટ્રાન્સફર પર કાર્યવાહી
12: મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક
13: વક્ફ મિલકતોનું કોમ્પ્યુટરાઇઝેશન
14: વક્ફ બોર્ડના માળખામાં ફેરફાર
શું વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફાર થશે?
જૂના કાયદામાં, જો કોઈ મિલકત પર દાવો હોય તો ફક્ત ટ્રિબ્યુનલમાં જ અપીલ કરી શકાય છે. પ્રસ્તાવિત ફેરફાર એ છે કે હવે ટ્રિબ્યુનલ ઉપરાંત, કોર્ટમાં પણ અપીલ કરી શકાય છે. જૂના કાયદામાં કહેવામાં આવ્યું હતું કે ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ રહેશે અને પ્રસ્તાવિત ફેરફાર કહે છે કે તેની સામે હાઇકોર્ટમાં પણ અપીલ કરી શકાય છે. જૂના કાયદામાં કહેવામાં આવ્યું હતું કે જો જમીન પર મસ્જિદ હોય, તો તે વકફની મિલકત છે, જ્યારે પ્રસ્તાવિત ફેરફાર કહે છે કે જો તે દાન કરવામાં ન આવે, તો વક્ફ તેનો દાવો કરી શકશે નહીં. એક જૂનો કાયદો છે કે મહિલાઓ અને અન્ય ધર્મના લોકોને સભ્ય તરીકે પ્રવેશ આપવામાં આવશે નહીં. ફેરફારમાં જણાવાયું છે કે નામાંકિત સભ્યોમાં, બે બિન-મુસ્લિમ પણ હશે.
આ પણ વાંચોઃ UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે