વક્ફ બીલ લોકસભામાં પાસ, હવે રાજ્યસભામાંથી પાસ કરવું પડશે| Rajya Sabha Waqf Bill

  • India
  • April 3, 2025
  • 0 Comments

Waqf Amendment Bil: મોદી સરકાર વકફ બિલ પર જે પહેલું કાર્ય કરવા માગતી હતી, તેને પૂર્ણ કરી ચૂકી છે. ગઈકાલે લોકસભમાં વક્ફ સુધારા બીલ પાસ થઈ ગયું હતુ. વિપક્ષો હોબાળો નકામો ગયો છે. લોકસભામાં સરળતાથી પાસ થયેલા વકફ સુધારા બિલ પર 10 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી. બુધવારે બપોરે 12 વાગ્યે કિરેન રિજિજુ દ્વારા વકફ સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. જે લોકસભામાં પાસ થઈ ગયું છે. હવે સરકાર રાજ્યસભામાં બીલ પાસ કરાવવા મથામણ કરી રહી છે. ત્યારે હવે સમજો સરકાર રાજ્યમાં કેવી રીતે બીલ પાસ કરાવશે?

ગઈકાલે બીલ પર શું થયું હતુ?

ગુરુવારે લોકસભામાં વકફ (સુધારા) બિલ 2025 પસાર થયું હતુ. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે ગૃહમાં બિલ રજૂ કર્યું અને ચર્ચાનો જવાબ આપતાં તેમણે કહ્યું કે તે મુસ્લિમ સમુદાયના હિતમાં છે. વકફ બિલને ગૃહમાં 288 વિરુદ્ધ 232 મતોથી મંજૂરી આપવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ બિલને પસાર કરવા માટે ગૃહની બેઠક રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલુ રહી હતી. આ ઉપરાંત, મુસ્લિમ વકફ (રદ) બિલ, 2024, જે મુસ્લિમ વકફ એક્ટ 1923 ને રદ કરે છે, તેને પણ ગૃહમાં ધ્વનિ મતદાન દ્વારા પસાર કરવામાં આવ્યું હતુ.

લોકસભા બાદ રાજ્યસભામાંથી બીલ પાસ થશે

આજે રાજ્યસભામાં વક્ફ બીલ રજૂ કરવામાં આવશે. અને તેની પ્રક્રિયા ભારતીય સંસદના નિયમો અને પ્રક્રિયાઓને આધારે ચાલશે. રાજ્યસભામાં બિલ પાસ થવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

રજૂઆત:

લોકસભામાં પાસ થયા બાદ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ બીલ કિરેન રિજિજુ રાજ્યસભામાં રજૂ કરશે.

ચર્ચા:

બિલ પર રાજ્યસભાના સભ્યો દ્વારા વિગતવાર ચર્ચા થશે. આ દરમિયાન સરકારી અને વિપક્ષી સભ્યો પોતાના મંતવ્યો રજૂ કરશે. ચર્ચા દરમિયાન બિલની જોગવાઈઓ, તેના ફાયદા-ગેરફાયદા અને સુધારાઓ પર ધ્યાન આપવામાં આવશે.

સમિતિને મોકલવું (વૈકલ્પિક): જો રાજ્યસભાના સભ્યો બિલને વધુ તપાસ માટે કોઈ સંસદીય સમિતિ (જેમ કે સ્ટેન્ડિંગ કમિટી અથવા જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી)ને મોકલવાની માંગ કરે અને તે મંજૂર થાય, તો બિલ ત્યાં મોકલાઈ શકે છે. જોકે, આ બિલ પહેલેથી જ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)માંથી પસાર થઈ ચૂક્યું હોવાથી, આ પગલું ફરીથી લેવાય તેવી શક્યતા ઓછી છે.

મતદાન:

ચર્ચા પૂર્ણ થયા બાદ બિલ પર મતદાન થશે. રાજ્યસભામાં બિલ પાસ થવા માટે સાદા બહુમતીની જરૂર હોય છે, એટલે કે હાજર રહીને મતદાન કરનારા સભ્યોમાંથી 50%થી વધુ મતો બિલની તરફેણમાં હોવા જોઈએ.

રાષ્ટ્રપતિની મંજૂરી:

જો રાજ્યસભા બિલને લોકસભા દ્વારા પાસ થયેલી જ રીતે મંજૂર કરે, તો તે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની સહી બાદ તે કાયદો બની જશે. જો રાજ્યસભા કોઈ સુધારા સાથે બિલ પાસ કરે, તો તે ફરી લોકસભામાં જશે, અને બંને સદનોની સંમતિ બાદ જ તે આગળ વધશે.

આ પણ વાંચોઃ ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ પંબન રેલવે બ્રિજ તૈયાર, વીજળીથી ચાલશે! | Pamban Bridge

આ પણ વાંચોઃ ભારતની ફટાકડાની ફેક્ટરીઓ જીવલેણ બની રહી છે? | Fireworks factories

આ પણ વાંચોઃ Jamnagar: એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન તૂટી પડ્યુ, પાયલોટનું મોત

આ પણ વાંચોઃ Surat: તક્ષશિલા કાંડમાં મોતને ભેટલા બાળકોના પરિવારો 6 વર્ષથી ન્યાય લડે છે!

  • Related Posts

    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…
    • October 27, 2025

    UP Crime: ઉત્તર પ્રદેશમાં આવેલા લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોએ 14 વર્ષની એક છોકરીનું સ્કૂટી પર બળજબરીથી અપહરણ કર્યું હતુ. જ્યારે તેણે સામનો તો છરી બતાવી મારી…

    Continue reading
    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ
    • October 27, 2025

    UP:  દારૂડિયા ગમે ત્યાં હોય પણ જ્યાં હોય ત્યાંથી દારૂ મેળવી લેતા હોય છે પછી ભલેને સિચ્યુએશન ગમેતે હોય,પણ દારૂનો જુગાડ કરીજ નાખતા હોય છે કઈક આવોજ એક વિડીયો સોશ્યલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

    • October 27, 2025
    • 7 views
    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    • October 27, 2025
    • 2 views
    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    • October 27, 2025
    • 4 views
    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    • October 27, 2025
    • 15 views
    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    • October 27, 2025
    • 9 views
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

    • October 27, 2025
    • 22 views
    LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?