BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?

  • India
  • May 13, 2025
  • 10 Comments

BJP leader Dilip Ghosh’s son Death:  ભાજપા નેતા દિલીપ ઘોષ તેમના લગ્નથી ચર્ચામાં આવ્યા હતા. દિલીપ ઘોષે તાજેતરમાં જ ભાજપા નેતા રિંકુ મજુમદાર સાથે લગ્ન કર્યા હતા. રિંકુ ઘોષ છૂટાછેડા લીધેલી હતી અને તેને પહેલા લગ્નથી એક પુત્ર શ્રીંજય દાસગુપ્તા હતો. જેની આજે લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે.

શ્રીંંજય આઈટી ક્ષેત્રમાં કામ કરતો 

પશ્ચિમ બંગાળ ભાજપા પૂર્વ પ્રમુખ દિલીપ ઘોષના પત્ની રિંકુ ઘોષના પુત્રનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. 27 વર્ષીય શ્રીંજય દાસગુપ્તાનો મૃતદેહ ન્યુ ટાઉનના એક ફ્લેટમાંથી મળી આવ્યો હતો. શ્રીંજયને પહેલા ન્યુ ટાઉનની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. બાદમાં તેમને બિધાનનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. શ્રીંંજય આઈટી ક્ષેત્રમાં કામ કરતો હતો. પુત્રએ આપઘાત કર્યો છે કે હત્યા થઈ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

BJP नेता दिलीप घोष के सौतेले बेटे की रहस्यमयी मौत, घर से मिला शव - bjp leader dilip ghosh stepson found dead new town KOLKATA LCLAR - AajTak

એક પુત્રની માતા સાથે દિલીપ ઘોષે લગ્ન કર્યા હતા

દિલીપ ઘોષે તાજેતરમાં જ ભાજપ નેતા રિંકુ મજુમદાર સાથે લગ્ન કર્યા. મળતી માહિતી મુજબ, ઘોષની માતા ઇચ્છતી હતી કે તેના દીકરાના લગ્ન થાય જેથી તે તેની પુત્રવધૂ સાથે થોડો સમય વિતાવી શકે. રિંકુ ઘોષ છૂટાછેડા લીધેલી હતી અને તેને પહેલા લગ્નથી એક પુત્ર, શ્રીંજય દાસગુપ્તા હતો. પરંતુ તેની માતાના લગ્નના 25 દિવસની અંદર જ શ્રીંજયનું અવસાન થયું. શ્રીંજયના અકુદરતી મૃત્યુ પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

શું દિકરો માતાના લગ્નથી ખુશ હતો

ભાજપના નેતા દિલીપ ઘોષે 18 એપ્રિલના રોજ  રિંકુ મજુમદાર સાથે લગ્ન કર્યા હતા. તે પણ ભાજપાના સક્રિય કાર્યકર છે.  શ્રીંજય  દાસગુપ્તાના પહેલા લગ્નથી થયેલા પુત્ર હતા.  જોકે  શ્રીંજય  દાસગુપ્તા તેની માતાના લગ્નમાં જોવા મળ્યો ન હતો. પરંતુ કેટલાક અહેવાલો અનુસાર માતાના લગ્નથી ખુશ હતો.

દિલીપ ઘોષની રાજકીય કારકિર્દી

દિલીપ ઘોષનો જન્મ 1 ઓગસ્ટ 1964ના રોજ પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં થયો હતો. એક ભારતીય રાજકારણી છે. તેઓ પશ્ચિમ બંગાળ ભાજપના 9મા પ્રમુખ રહ્યા છે. દિલીપ ઘોષે 1984માં આરએસએસ પ્રચારક તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ 2014 માં ભાજપમાં જોડાયા અને 2015 માં પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ બન્યા. તેમણે 2016 ની વિધાનસભા ચૂંટણી ખડગપુર સદર બેઠક પરથી જીતી હતી. આ પછી, તેમણે વર્ષ 2019 માં મેદનીપુર લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી જીતી હતી.

આ પણ વાંચોઃ

Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી

Punjab woman death: પાકિસ્તાની ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલાનું મોત, પિતા-પુત્રની હાલત કેવી?

ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor

પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

Amreli  Madrasa Demolition: પાકિસ્તાન કનેક્શનના આરોપમાં ઝડપાયેલા મૌલાનાની મદરેસા તોડી પડાઈ

પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ
  • August 5, 2025

Uttarpradesh: ઉત્તરપ્રદેશના ગોંડામાં 200 રુપિયા ઉધારના વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી છે. 22 વર્ષીય હ્રદયલાલે તેમના જ ગામના રામ અર્જુન નામને 700 રુપિયા ઉછીના આપ્યા હતા. 1 ઓગષ્ટના રોજ, જયારે…

Continue reading
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
  • August 5, 2025

Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ