
- PM મોદીના અમેરિકન પ્રવાસથી ભારતને શું ફાયદો થયો? જાણો 5 મહત્વપૂર્ણ મુદ્દા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ભારત વેપાર ખાધ ઘટાડવા માટે અમેરિકા પાસેથી F-35 ફાઇટર જેટ સહિત વધુ તેલ, ગેસ અને લશ્કરી હાર્ડવેર ખરીદશે.
પરંતુ બંને દેશો દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં F-35 વિમાનોની ખરીદીનો કોઈ ઉલ્લેખ નથી. મોદી અને ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ પછી ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ કહ્યું છે કે હાલમાં F-35 ખરીદવાનો પ્રસ્તાવ ફક્ત એક પ્રસ્તાવ છે. આ ખરીદી માટે કોઈ ઔપચારિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.
પરંતુ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકા ભારતને ‘પારસ્પરિક ટેરિફ’થી બચાવશે નહીં. તાજેતરમાં પારસ્પરિક ટેરિફનો અર્થ ખુદ ટ્રમ્પ દ્વારા સમજાવવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “અન્ય દેશો અમેરિકા પર ગમે તેટલો ટેરિફ લાદે અમેરિકા હવે તેમના પર એટલું જ ટેરિફ લાદશે. વધુ નહીં, ઓછું પણ નહીં.”
ટ્રમ્પ સાથેની બહુપ્રતિક્ષિત મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે વેપાર પર ખુલ્લી ચર્ચાની ઓફર કરી છે અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોને પાછા લેવાની વાત કરી છે.
આ ઉપરાંત એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ મુંબઈ હુમલા કેસમાં ભારતમાં વોન્ટેડ તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ કરશે. અમેરિકન જેલમાં બંધ રાણાને ભારત લાવવા માટે ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ફ્રાન્સથી અમેરિકા પહોંચ્યા અને ભારતીય સમય મુજબ શુક્રવારે વહેલી સવારે વ્હાઇટ હાઉસ ખાતે ટ્રમ્પને મળ્યા હતા.
પ્રેસને આપેલા પોતાના નિવેદનમાં બંને નેતાઓએ તેલ-ગેસ, સંરક્ષણ, ટેરિફ, ટેકનોલોજી અને વેપારના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી.
પ્રેસને સંબોધતા બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર અને સંબંધોને મજબૂત બનાવવા વિશે વાત કરી હતી.
ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ભારત અમેરિકન માલ પરના ટેરિફને તર્કસંગત બનાવશે. તેમણે સંરક્ષણ ખરીદીમાં વ્યાપક સહયોગની સાથે ભારતને F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
1. અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ
વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નેતાઓએ એકબીજાની પ્રશંસા કરી ત્યારે મોદીએ ટ્રમ્પના સૂત્ર MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઇન) નો ઉલ્લેખ કરીને “મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન” કહ્યું અને ઉમેર્યું કે “જ્યારે MAGA વત્તા MAGA એકસાથે આવે છે, ત્યારે તે MEGA બની જાય છે.”
આ પણ વાંચો– Surat: મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવાના મામલામાં મુખ્ય આરોપીની ધરપકડ
તેમણે બે લોકશાહી દેશોની “સમૃદ્ધિ માટે એક મોટી ભાગીદારી” વિશે વાત કરી હતી.
પીએમ મોદીએ 2030 સુધીમાં અમેરિકા સાથેના વેપારને બમણો કરવાની પણ વાત કરી હતી.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો અંગે પીએમ મોદીએ કહ્યું, “આ મુદ્દા પર અમારા વિચારો સમાન છે અને જો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા કોઈપણ ભારતીયની ચકાસણી થાય છે, તો અમે તેમને ભારત પાછા લઈ જવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”
તેમણે કહ્યું કે કેટલાક ઇમિગ્રન્ટ્સને માનવ તસ્કરો દ્વારા લાવવામાં આવે છે અને તેમને ખબર પણ નથી હોતી કે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા છે.
પીએમએ કહ્યું, “આ ખૂબ જ સામાન્ય પરિવારના બાળકો છે અને તેમને મોટા સપના બતાવવામાં આવે છે અને મોટા વચનો આપવામાં આવે છે.”
તેમણે કહ્યું કે ગેરકાયદેસર રીતે યુ.એસ.માં પ્રવેશવા માટે “મૂર્ખ” બનાવીને “સંવેદનશીલ યુવાનો” ને સુરક્ષિત રાખવા માટે માનવ તસ્કરી પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી અમેરિકાએ તેના લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને બિનદસ્તાવેજીકૃત ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સના સમૂહને ભારત પાછા મોકલી દીધા છે.
ગયા અઠવાડિયે ભારતના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ભારત અમેરિકા સાથે મળીને કામ કરી રહ્યું છે જેથી ખાતરી કરી શકાય કે સ્વદેશ પરત ફરવાની પ્રક્રિયા દરમિયાન ભારતીય નાગરિકો સાથે કોઈ દુર્વ્યવહાર ન થાય.
2008ના મુંબઈ આતંકવાદી હુમલા સાથે કથિત રીતે જોડાયેલા તહવ્વુર હુસૈન રાણાના અમેરિકાથી ભારતમાં પ્રત્યાર્પણની મંજૂરી આપવા બદલ મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો હતો.
2. ટેરિફ
ટ્રમ્પે 2025થી જ ભારતને સંરક્ષણ વેચાણ વધારવાની વાત કરી અને કહ્યું, “અમે ભારતને અનેક અબજ ડોલરનું સંરક્ષણ વેચાણ કરીશું. અમે ભારતને F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ પૂરા પાડવાનો માર્ગ શોધીશું.”
ગુરુવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાતના એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે અન્ય દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની વાત કરી હતી.
જ્યારે પત્રકારોએ ટ્રમ્પને આ વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, “ભારત હોય કે અન્ય કોઈ દેશ અમે તેમના પર એ જ ટેરિફ લાદવાના છીએ જે તેઓ આપણા પર લાદે છે.”
ટ્રમ્પે કહ્યું કે આ કામ કરવાની વહીવટી રીત છે અને અમેરિકા પારસ્પરિક ટેરિફ લાદશે.
તેમણે કહ્યું, “તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ ભારતના અન્યાયી અને ખૂબ જ કઠોર ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેના કારણે ભારતીય બજારમાં અમેરિકાની પહોંચ ઓછી થાય છે. અને હું કહેવા માંગુ છું કે આ એક ખૂબ જ મોટી સમસ્યા છે.”
ભારતથી થતી આયાત અંગે ટ્રમ્પે કહ્યું, “ભારત આપણા પર જે પણ ડ્યુટી લાદે છે, અમે પણ તેમના પર તે જ ડ્યુટી લાદીશું.”
ટેરિફ અંગે ટ્રમ્પે કહ્યું, “આપણા સાથીઓ આપણા દુશ્મનો કરતાં પણ ખરાબ છે.”
3. તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ
ટ્રમ્પે કહ્યું કે, આખી દુનિયામાં ઈસ્લામી કટ્ટરપંથી ખતરાને પહોંચીવળવા માટે ભારત અને અમેરિકા મળીને કામ કરશે, જે પહેલા ક્યારેય થયું નથી.
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ તહબ્બુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે, તે જાહેરાત કરતાં મને ખુશી થઈ રહી છે કે અમારા પ્રશાસને દુનિયાના સૌતી ખરાબ વ્યક્તિઓમાંથી એકની પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે.
તેમણે કહ્યું કે, હવે તેમને ભારતમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા માટે મોકલવામાં આવશે. અમે તેમને તત્કાલ પ્રભાવથી ભારતને સૌંપી રહ્યાં છીએ અને અમારા પાસે કેટલાક અન્ય નિવેદન પમ આવ્યા છે અને કેટલાકબીજા લોકોને પણ પ્રત્યાર્પિત કરવામાં આવશે.
4. નાગરિક પરમાણુ ઉર્જા સહયોગ
અમેરિકન રાષ્ટ્રપતિએ નાગરિક પરમાણું ઉર્જા ક્ષેત્રમાં ભારત-અમેરિકન સહયોગમાં સકારાત્મક પ્રગતિની વાત કરી હતી.
તેમણે કહ્યું, અમેરિકન પરમાણું ઉદ્યોગ માટે એક મોટી ઉપલબ્ધી મળી છે. અમેરિકન ન્યૂક્લિયર ટેક્નોલોજીના ભારતીય માર્કેટમાં જગ્યા આપવા માટે ભારત નિયમોમાં સુધારો લાવી રહ્યું છે.
લદ્દાખમાં બોર્ડર પર તણાવ પછી ભારત અને ચીનના સંબંધોને ટ્રમ્પે સીમા પર થયેલી અથડામણને ખુબ જ ભયાનક ગણાવી હતી.
અમેરકિન રાષ્ટ્રપતિએ કહ્યું, બોર્ડર પર થયેલી અથડામણ ખુબ જ ભયાનક છે. જોવું પડશે કે હું આમાં શું મદદ કરી શકું છું.
તેમણે આશા વ્યક્ત કરી છે કે ચીન, ભારત, રશિયા અને અમેરિકા એક સાથે આવશે.
ભારત-મધ્યપૂર્વ-યૂરોપ ઈકોનોમિક કોરિડોર પર ટ્રમ્પે કહ્યું કે, દુનિયામાં ઐતિહાસિક રૂપથી મહાન વ્યાપારિક માર્ગોમાંથી એકના નિર્માણમાં મદદ માટે બંને પક્ષ એક સાથે કામ કરવા માટે સંમત થયા છે.
5. ડિફેન્સ, તેલ અને ગેસની ખરીદી
અમેરિકન રાષ્ટ્રપિત ટ્રમ્પે કહ્યું કે તે અને મોદી તેવી સહમતિ પર પહોંચ્યા છે, જે અમેરિકાને ભારતનો નંબર વન તેલ અને ગેર પૂરવઠાકર્તા (સપ્લાયર) દેશ બનાવી શકે છે.
તેમણે કહ્યું કે આ ભારત સાથેના 45 બિલિયન ડોલરના યુએસ વેપાર ખાધને ઘટાડવાની યોજનાનો એક ભાગ છે.
ટ્રમ્પે કહ્યું કે બંને પક્ષોએ સંરક્ષણ ભાગીદારીને વધારવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું, આ વર્ષની શરૂઆતથી જ આપણે ભારત સાથે અરબો ડોલરના સંરક્ષણ લગતા સાધનોનું વ્યાપાર કરશે.
તેમણે કહ્યું, ભારતને એફ-35 સ્ટીલ્થ ફાઈટર વિમાનોને ઉપલબ્ધ કરાવવાનો રસ્તો શોધી રહ્યાં છીએ. એફ-35 ફાઈટર જેટને આખા દુનિયામાં સૌથી અત્યાધુનિક ફાઈટર વિમાન માનવામાં આવે છે.
6. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં થયેલી સત્તા પરિવર્તન પર કહ્યું કે, આમાં અમારી ભૂમિકા નથી.
ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, તમે બાંગ્લાદેશ વિશે શું કહેવા માંગો છો, કેમ કે અમે જોયું છે કે
ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, “તમે બાંગ્લાદેશ વિશે શું કહેવા માંગો છો કારણ કે અમે જોયું છે અને તે સ્પષ્ટપણે દેખાય છે કે બિડેન વહીવટ દરમિયાન યુએસ ડીપ સ્ટેટ કેવી રીતે કામ કરી રહ્યું હતું? મુહમ્મદ યુનુસ જુનિયર પણ સોરોસને મળ્યા હતા. એકંદરે તમે બાંગ્લાદેશ વિશે શું કહેવા માંગો છો?”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “આપણા ડીપ સ્ટેટની આમાં કોઈ ભૂમિકા નથી. આ મુદ્દા પર પીએમ (મોદી) લાંબા સમયથી કામ કરી રહ્યા છે.”
બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે 5 ઓગસ્ટના રોજ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો અને હાલમાં ભારતમાં રહે છે.
આ પછી બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. બાંગ્લાદેશની વર્તમાન સરકારે વારંવાર ભારતને શેખ હસીનાને દેશમાં પાછા મોકલવા કહ્યું છે.
ભારત તટસ્થ નથી, પણ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે લોકો માને છે કે ભારત રશિયા-યુક્રેન સંઘર્ષમાં તટસ્થ રહ્યું છે, પરંતુ આ ખોટું છે.
તેમણે કહ્યું, “ભારત શાંતિના પક્ષમાં રહ્યું છે. અમે હંમેશા કહ્યું છે કે બંને પક્ષો (યુક્રેન અને રશિયા) એ વાટોઘાટો કરવો પડશે.”
નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોની પણ
પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો- US President Trump: બાંગ્લાદેશની જવાબદારી ટ્રમ્પે મોદીના માથે નાખી, અમેરિકા કંઈ ના કરી શકે?