
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા પોતાના બેટ્સમેનોનો બચાવ કર્યો છે. વિરાટ કોહલીએ પાછલી ત્રણ મેચોમાં કુલ 126 રન બનાવ્યા છે, જેમાં એક સદી પણ છે.
રોહિત શર્માએ કોહલી વિશે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે, “આજના મહાન બેટ્સમેન પોતાનો રસ્તો બનાવી લેશે.” આ સિરીઝમાં ભારતીય ટીમના ટોચના ક્રમના બેટ્સમેન યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને ઋષભ પંતના બેટ પર મૌન રહ્યાં છે.
જોકે, જયસ્વાલે પર્થ ટેસ્ટમાં જરૂર 161 રનની ઇનિંગ રમી પરંતુ બાકી મેચોમાં તેઓ સારૂં પ્રદર્શન કરી શક્યો નથી. રોહિત શર્માએ આ ત્રણેય બેટ્સમેનો પર કરેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, તેણે આ બધાની ક્ષમતાઓ પર વિશ્વાસ છે.
પંત અંગે તેમણે કહ્યું કે,તેમના ઉપર કોઈ દબાણ નથી. તેઓ ભારતમાં સારા ફોર્મમાં હતા અને ઓસ્ટ્રેલિયામાં પણ તેમનો રેકોર્ડ સારો રહ્યો છે. આપણે બે અથવા ત્રણ મેચોના પ્રદર્શનના આધાર પર નિર્ણય લેવો જોઈએ નહીં.
તેમણે કહ્યું, ગિલ જયસ્વાલ અને પંત બધા એક જ હોડી પર સવાર છે. તેમણે ખ્યાલ છે કે તેઓ શું કરી શકે છે. આપણે તેમના માટે વધારે સમસ્યાઓ ઉભી કરવી જોઇએ નહીં.
જયસ્વાલ અંગે રોહિત શર્માએ કહ્યું, જયસ્વાલ પ્રથમ વખત અહીં આવ્યા છે. તેઓ પહેલા જ બતાવી ચૂક્યા છે કે તેઓ શું કરી શકે છે. તેમના પાસે ઘણી બધી પ્રતિભા છે. જ્યારે તમારા પાસે તેમના જેવો ખેલાડી હોય તો તમારે તેમના માઇન્ડસેટ સાથે વધારે છેડછાડ કરવાની જરૂરત રહેતી નથી. તેમણે તેમની બેટિંગ અંગે વધારે વિચારો અને સલાહ આપીને એક હદથી વધારે દબાણ આપવો જોઈએ નહીં. પોતાની બેટિંગ વિશે તેઓ પોતે જ સૌથી વધારે જાણે છે અને તેવી રીતે તેઓ પોતાની ક્રિકેટ રમે છે.
અંતમાં તેમણે કહ્યું કે, આ લોકો જાણે છે કે, તેમના પાસે શું આશાઓ રાખવામાં આવી રહી છે અને અમારૂ કામ તેમણે નાની-નાની વાતો પર ધ્યાન રાખવા અંગે કહેવાનું છે.
ટીમ ઇન્ડિયાએ પર્થમાં આ સિરીઝની પ્રથમ મેચ 295 રને જીતી હતી. પરંતુ એડિલેડમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો, તો બ્રિસબેનમાં ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી.









