
- ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેની ચર્ચા વિશે યુક્રેનના વિપક્ષી સાંસદે શું કહ્યું?
યુએસ પ્રેસિડેન્શિયલ પેલેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચા બાદ યુક્રેનમાં વિપક્ષી પાર્ટીના સાંસદ ઇન્ના સોવસોનાએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ટેકો આપ્યો છે.
“યુક્રેનના રાષ્ટ્રપતિ પર યુએસ પ્રમુખ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો,” હોલોસ (વોઇસ) પાર્ટીના સભ્ય ઇન્ના સોવસોનાએ બીબીસીના વર્લ્ડ ટુનાઇટ કાર્યક્રમમાં પોતાનું મંતવ્ય રજૂ કર્યો હતો.
ઇન્નાએ કહ્યું કે તેમણે આવા આક્રમક વર્તનની કલ્પના પણ નહોતી કરી.
“મારું માનવું છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સમગ્ર યુક્રેનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. ટ્રમ્પ અને વાન્સે સ્પષ્ટપણે તેમનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી યુદ્ધ ચાલુ રાખવા માટે જવાબદાર છે, આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.”
ઇન્ના સોવસને કહ્યું, “મારું ધ્યાન સૌથી વધુ ખેંચે છે તે એ છે કે જ્યારે અમેરિકન ટીમ થોડા દિવસો પહેલા રશિયા સાથે વાત કરી રહી હતી, ત્યારે તેઓ રશિયાના પ્રતિનિધિઓ સાથે ખૂબ જ સારું અને મૈત્રીપૂર્ણ વર્તન કરી રહ્યા હતા, જે દેશ તેમના પર હુમલો કરે છે.”
“જે દેશના રાષ્ટ્રપતિ પર હુમલો થયો હતો તેમના સાથે વાત કરતી વખતે તેઓ અભદ્ર અને આક્રમક રીતે બોલી રહ્યા હતા, જેને સ્વીકારી શકાય નહીં.”
આ પણ વાંચો- વ્યાપાર માટે લોન લેનારાઓ બેંક વિરૂદ્ધ ગ્રાહક પંચમાં ન કરી શકે ફરિયાદ: સુપ્રીમ કોર્ટ