
- બિહારના આ મુસ્લિમ સંગઠનો નીતિશ કુમારના ઇફ્તારનો બહિષ્કાર કેમ કરી રહ્યા છે?
બિહારના એક અગ્રણી મુસ્લિમ સંગઠને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીનો વિરોધ કર્યો છે.
સંગઠનની આ જાહેરાત મુખ્યમંત્રી નીતિશ કુમારના વક્ફ બિલને “ટેકો” આપવાના વિરોધમાં કરવામાં આવી છે.
બિહાર, ઝારખંડ અને ઓડિશામાં તેના અનુયાયીઓ હોવાનો દાવો કરતી ઈમરત-એ-શરિયાએ રવિવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનારા ઈફ્તારના આમંત્રણના જવાબમાં એક પત્ર જારી કર્યો છે.
જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બિહારના મુખ્ય મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ 23 માર્ચ, રવિવારના રોજ યોજાનારી મુખ્યમંત્રી નીતિશ કુમારની દાવત-એ-ઇફ્તારનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.”
“આ નિર્ણય પ્રસ્તાવિત વક્ફ સુધારા બિલ 2024 ને તમારા સમર્થનના વિરોધમાં લેવામાં આવ્યો છે, જે મુસ્લિમોના આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને વધારવાનો ભય રાખે છે.”
નિવેદન અનુસાર, “પત્ર લખનાર સંગઠનોમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, ઈમરત-એ-શરિયા, જમિયત ઉલેમા હિંદ, જમિયત અહલે હદીસ, જમાત-એ-ઈસ્લામી હિંદ, ખાનકાહ મુજીબિયા અને ખાનકાહ રહેમાનીનો સમાવેશ થાય છે.”