
શ્રીલંકાના એક મંત્રીએ રવિવારે દેશવ્યાપી વીજળી ગુલ થવા માટે વાંદરાને જવાબદાર ઠેરવ્યો છે. તે કોલંબોની દક્ષિણે સ્થિત એક પાવર સ્ટેશનમાં પ્રવેશ્યો હતો.
દેશમાં વીજળી પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમાં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ અને તબીબી સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
શ્રીલંકાના ઉર્જા મંત્રી કુમાર જયકોડીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “વાંદરો અમારા ગ્રીડ ટ્રાન્સફોર્મરના સંપર્કમાં આવ્યો હતો. તેના કારણે સિસ્ટમમાં અસંતુલન સર્જાયું હતું.”
અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજળી પુનઃસ્થાપિત થવામાં થોડા કલાકો લાગશે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ મામલે વહીવટની ટીકા કરી રહ્યા છે.
આ પણ વાંચો- શું મહારાષ્ટ્ર ભાજપમાં બળવો થશે? ગોપીનાથ મુંડેની પુત્રીની અપ્રત્યક્ષ ધમકી