
ભારતીય માર્કેટમા મસ્કની એન્ટ્રી પછી શું હવે વધશે ઈન્ટરનેટની સ્પીડ અને ઘટશે નેટના ભાવ?
મોબાઈલ અને ઈન્ટરનેટ સર્વિસ કંપની ભારતી એરટેલ પછી હવે રિલાયન્સ જિયોએ પણ સ્ટારલિંગ ઈન્ટરનેટ સેવાઓને ભારત લાવવા માટે એલન મસ્કની કંપની સ્ટાર સ્પેસએક્સ સાથે કરાર કરી લીધો છે.
સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ છે, જેનું સંચાલન એલન મસ્કની કંપની સ્પેસ એક્સ કરે છે. સેટેલાઈટ બ્રોડબેન્ડ સેટેલાઈટ કવરેજની અંદર ક્યાંય પણ ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે.
એલન મસ્ક દુનિયા સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ સ્પેસએક્સ, ટેસ્લા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પહેલા ટ્વિટર)ના માલિક છે. વર્તમાન સમયમાં તેઓ અમેરિકન પ્રશાસનમા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
સ્ટારલિંક હાઈ સ્પીડ ઈન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે અને આનાથી છેવાડાના વિસ્તારોમાં પણ ઈન્ટરનેટ સર્વિસ પહોંચાડી શકાય છે, જ્યાં પારંપારિક ઈન્ટરનેટ સર્વિસને પહોંચાડવામાં મુશ્કેલીઓ આવતી હોય છે.
સ્ટારલિંકની સેવાઓ 100થી વધારે દેશોમાં ઉપલબ્ધ છે. ભારતના પડોશી દેશ ભૂતાનમાં પણ આની સેવાઓ છે. જોકે, ભારતમાં અત્યાર સુધી સ્ટારલિંકની નિયામકોની મંજૂરી મળી નથી અને આને લઈને સુરક્ષા ચિંતાઓ પણ છે.
પરંતુ હવે જ્યારે તેને મંજૂરી મળી ગઈ છે તો આ ભારતમાં ઈન્ટરનેટ સેવાઓની તસ્વીર બદલી શકે છે.
મુકેશ અંબાણી અને ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલ સેટેલાઈટ સ્પેક્ટ્રમની ફાળવણી વહીવટી પ્રક્રિયાની જગ્યાએ હરાજીથી કરવાના પક્ષમાં રહ્યા છે.
પરંતુ એલન મસ્ક હરાજી મોડલના ટીકાકાર છે.
સુનીલ મિત્તલનું કહેવું છે કે શહેરના લોકોને ઈન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની ઈચ્છા રાખનારી કંપનીઓને અન્ય કંપનીઓની જેમ ટેલિકોમ લાઈસન્સ લેવો જોઈએ અને સ્પેક્ટ્રમ ખરીદવું જોઈએ.
મિત્તલ ભારતના બીજા સૌથી મોટા વાયરલેસ ઓપરેટર છે. તેઓ અંબાણી સાથે ટેલિકોમ માર્કેટના 80 ટકા હિસ્સા પર નિયંત્રણ રાખે છે.
સ્ટારલિંક કેવી રીતે કામ કરે છે, તમે કેવી રીતે લઈ શકો છો તેની સર્વિસ?
પરંપરાગત બ્રોડબેન્ડ સેવાઓ ભૂગર્ભ ફાઇબર કેબલ અને સેલ્યુલર ટાવર પર આધાર રાખે છે. જ્યારે સ્ટારલિંક ‘લો અર્થ ઓર્બિટ’ સેટેલાઇટો દ્વારા ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરે છે.
સેટેલાઇટ સિગ્નલો જમીન પર રહેલા રીસીવરો સુધી પહોંચે છે અને તેને ઇન્ટરનેટ ડેટામાં રૂપાંતરિત કરી દે છે.
મસ્કની કંપની સ્ટારલિંક પાસે હાલમાં લગભગ 7,000 સેટેલાઈટ ભ્રમણકક્ષામાં છે. તેના 100 દેશોમાં 40 લાખ સબ્સક્રાઈબર્સ છે.
મસ્કે કહ્યુ કે,તેઓ દર પાંચ વર્ષે નવી ટેકનોલોજીથી આને પોતાના નેટવર્કને અપગ્રેડ કરે છે.
મસ્ક વર્ષ 2021માં જ ભારતમાં સેવાઓ શરૂ કરી દેવા ઈચ્છતા હતા, પરંતુ નિયમ-કાયદાઓની મુશ્કેલીના કારણે તેમને વિલંબ થઈ ગયો.
યૂઝરને સ્ટારલિંકની સર્વિસ માટે સ્ટારલિંક ડિશ અને રાઉટરની જરૂરત રહેશે, જે પૃથ્વીની ચારે તરફ ચક્કર કાપી રહેલા સેટેલાઈટ સાથે કોમ્યુનિકેટ કરશે.
આ ડિશ પોતાના પાસે સૌથી નજીકના સ્ટારલિંક સેટેલાઈટ કલસ્ટર સાથે જોડાઈ જશે. તેનાથી કોઈ જ અડચણ વગર કનેક્ટિવિટી મળી જશે.
સ્ટારલિંક નિશ્ચિત(ફિક્સ) સ્થળોએ ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવી છે, પરંતુ વધારાના હાર્ડવેર સાથે તે ચાલતા વાહનો, બોટ અને વિમાનમાં પણ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરી શકે છે.
સ્ટારલિંકની સ્પીડ શું હશે?
ઈન્ટરનેટ એલઈઓ સેટેલાઈટ ઓછી લેટેન્સી (25થી 60 મિલી સેકન્ડ)માં જ કામ કરી લે છે. જ્યારે પરંપરાગત જિયોસ્ટેશનરી સેટેલાઈટ ઈન્ટરનેટ 600થી વધારે મિલીસેકન્ડમાં કામ કરે છે.
આ સ્પીડના કારણે જ સ્ટારલિંકની સેવાઓ વીડિયો કોન્ફ્રન્સિંગ, ઓનલાઈન ગેમિંગ અને એચડી સ્ટ્રીમિંગ માટે વધારે સારી માનવામાં આવે છે. જોકે જિયો ફાઈબર અને એરટેલ એક્સટ્રીમ જેવા પરંપરાગત ફાઈબર આધારિત બ્રોડબેન્ડ શહેરી વિસ્તારોમાં ખુબ જ સારી સ્પીડ આપે છે.
સ્ટારલિંકથી ભારતના ગ્રામીણ વિસ્તાર અને છેવાડાના વિસ્તારોને ફાયદો મળી શકે છે, જ્યાં ફાઈબર ક્નેક્ટિવિટી નથી અથવા તેમની સર્વિસ વધારે સારી નથી.
ભારતમાં સ્ટારલિંકના આવ્યા પછી ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીને ખુબ જ મજબૂતી મળી શકે છે. પરંતુ સ્ટારલિંકની સેવાઓ વર્તમાન સેવાઓ કરતાં કેટલી સસ્તી છે, તેના ઉપર તેનો આધાર રહેશે.
સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસની કિંમત શું હશે?
સ્ટારલિંકના પ્લાન હજું સુધી ભારતમાં લોન્ચ થયા નથી. પરંતુ ભૂતાનમાં વર્તમાન સ્ટારલિંકની સેવાઓની કિંમતથી તેનો અંદાજો લગાવવામાં આવી શકે છે કે ભારતમાં આની કિંમત શું હોઈ શકે છે.
ભૂતાનમાં રેજિડેન્શિય લાઈટ પ્લાન દર મહિને 3000 નગુલત્રમ એટલે કે ભૂતાની કરેન્સીમાં ઉપલબ્ધ છે. ભારત અને ભૂતાનની કરન્સીનું મૂલ્ય એક સમાન છે, તેથી આ કિંમત ભારતીય કરન્સીમાં પણ તેટલી જ થશે.
ભૂતાનમાં આની સ્પીડ 23 એમબીપીસી અને 100 એમબીપીએસની વચ્ચે છે. બ્રાઉજિંગ, સોશિયલ મીડિયા અને વીડિયો સ્ટ્રીમિંગ માટે ખુબ જ યોગ્ય છે.
તો 25 એમબીપીએસથી લઈને 110 એમબીપીએસવાળા રિજિડેન્શિયલ પ્લાનની કિંમત 4200 નગુલત્રમ એટલે 4200 રૂપિયા બરાબર છે. પરંતુ એક વાત ભૂલવી જોઈએ નહીં કે ભૂતાન કરતાં ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ખુબ જ વધારે છે. તેથી ભૂતાન કરતાં ભારતમાં વધારે ગ્રાહકો હોવાથી પ્લાનની કિંમત ઓછી રાખવામાં આવી શકે છે.
ટેલીકોમ માર્કેટના જાણકારો અનુસાર, ભારતમાં સ્ટારલિંકની સર્વિસ 3500 રૂપિયાથી લઈને 4500 રૂપિયા વચ્ચે હોઈ શકે છે. જોકે, રિલાયન્સ જિયો અને ભારતીય એરટેલ સાથે કરાર હોવાના કારણે તે સસ્તું હોઈ શકે છે.
જાણકારો શું કહે છે?
કંન્સલ્ટિંગ કંપની ઈ વાઈ પાર્થેનન અનુસાર, ભારતના 140 કરોડ લોકોમાંથી લગભગ 40 ટકા લોકો પાસે અત્યારે પણ ઈન્ટરનેટની પહોંચ નથી, તેમાં મોટાભાગના ગ્રામીણ વિસ્તાર છે.
ચીનની વાત કરવામાં આવે તો દુનિયાભરના ઓનલાઈન ટ્રેંડ પર નજર રાખનારા ડેટા રિપોર્ટ અનુસાર, ચીનમાં લગભગ 1.09 અબજ ઈન્ટરનેટ યૂઝર્સ છે, જ્યારે ભારતમાં 75 કરોડથી વધારે ઈન્ટરનેટ યૂઝર્સ છે.
ભારતમાં ઇન્ટરનેટ અપનાવવાનો દર હજુ પણ વૈશ્વિક સરેરાશ કરતા પાછળ છે. હાલમાં તે 66.2 ટકા છે. પરંતુ તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે દેશ આ અંતર ઘટી રહ્યો છે.
જો કિંમત યોગ્ય રીતે નક્કી કરવામાં આવે તો સેટેલાઈટ બ્રોડબેન્ડ આ અંતરને ઓછું કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
સાથે જ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી)માં પણ સહાયક બની શકે છે, આ એક એવું નેટવર્ક છે, જે પ્રતિદિવસની ચીજોને ઈન્ટરનેટ સાથે જોડે છે અને તેમને એક-બીજા સાથે વાત કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે.
ટેકનોલોજીના વિશ્લેષક પ્રશાંતો રોયે જણાવ્યું કે, ભારતીય ઓપરેટરો સાથે ડેટા પ્લાનની કિંમતોની સ્પાર્ધાને કોઈ રોકી શકે નહીં. મસ્ક પાસે ખુબ પૈસા છે. તેઓ ભારતના ઘરેલુ માર્કેટમાં પોતાના પગ જમાવવા માટે કેટલાક વિસ્તારોમાં ફ્રિ સેવાઓ પણ આપી શકે છે.
સ્ટારલિંકે પહેલા જ કીનિયા અને દક્ષિણ આફ્રિકામાં કિંમતો ઓછી કરી દીધી છે.
જો કે, આ સરળ રહેશે નહીં. 2023ના રિપોર્ટમાં ઈવાઈ પાર્થેનને ઉલ્લેખ કર્યો છે કે સ્ટારલિંકનો ઊંચો ખર્ચ સરકારી સબસિડી વિના સ્પર્ધા કરવાનું મુશ્કેલ બનાવી શકે છે, કારણ કે સ્ટારલિંકનો ખર્ચ મુખ્ય ભારતીય બ્રોડબેન્ડ કંપનીઓ કરતા લગભગ 10 ગણો વધારે છે.
ગ્લોબલ કવરેઝ આપવા માટે એમઈઓ (MEO) સેટેલાઈટની સરખામણીમાં વધારે એલીઓ (ELEOS) સેટેલાઈટ (જેનો ઉપયોગ સ્ટારલિંક માટે હોય છે)ની જરૂરત હોય છે, જે લોન્ચ અને જાળવણીના ખર્ચાઓને વધારી દે છે.
આ પણ વાંચો-Ahmedabad: વસ્ત્રાપુરમાં ગટરની ગંદકી સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, કોની બેદરકારી?