World Crocodile Day: રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, સાસણ ગીરમાં મગર ઉછેર બંધ, કર્યું ખાનગીકરણ

દિલીપ પટેલ

World Crocodile Day, 2025: આજે વિશ્વ મગર દિવસ છે, ત્યારે સાસણ ગીર જંગલ વિસ્તારમાં આવેલા ડેમ, નદી, નાળાઓમાં અનેક મગરો આવી ગયા છે. અહીં મગર સફારી બનાવવાની પૂરી તક ગુજરાતનો વન વિભાગ ખોઈ રહ્યો છે. કમલેશ્વર બંધ 50થી 60 હજાર વન્ય પ્રાણીઓને પીવાના પાણીનો સ્ત્રોત છે. 1200 મગરોનાં જીવનનો આધાર છે. જેને સરકારે સહાય આપવાની બંધ કરી દીધી અને મગર ઉછેર બંધ કરવાની વન વિભાગને ફરજ પડી છે.

વડોદરામાં ક્રોકોડાયલ પાર્કનું કામ ખોરંભે

વડોદરાની વિશ્વામિત્રી નદી પર ક્રોકોડાયલ પાર્ક બનાવવાની યોજના 2017માં બની હતી. જેના માટે સરકારે રૂ. 10 કરોડ ફાળવ્યા હતા. ત્યારે ગીરના કેન્દ્ર માટે ગુજરાત સરકારે 2017માં રૂ. 5 કરોડ આપ્યા હતા. હવે આ ફંડ બંધ કરી દેવામાં આવ્યું છે.

મગર ઉછેર કેન્દ્ર બંધ કરી દેવાયું

 crocodiles
પ્રતિકાત્મક

1977થી સાસણ ખાતે ચાલતું મગર ઉછેર કેન્દ્ર બંધ કરી દેવાયું અને 1 હજાર મગર જંગલમાં ભટકવા લાગ્યા છે. મગરો કમલેશ્વર બંધમાં 1 હજાર મગર છોડી દેવાયા છે. સમગ્ર દેશમાં કદાચ કમલેશ્વર બંધ જંગલમાં હોવાથી મગરને ખોરાક પણ મળી રહે છે. આથી આટલા મોટા પ્રમાણમાં મગરની સંખ્યા કુદરતી રીતે વધી રહી છે.

2016ના વર્ષમાં 10 કિ.મી.ના વિસ્તારમાં 13 ઝોનના 120 સબ ઝોનમાં મગરની ગણતરી કરવામાં આવી હતી પરંતુ મગરની સંખ્યા ગુપ્ત રખાઈ હતી. વોચ-ટાવર બનાવીને આ જગ્યાએ વન-અવલોકન સ્થળ બનાવવામાં આવ્યું છે. કમલેશ્વર મહાદેવ મંદિર બંધ કરી દેવાયું છે. 2016માં ગણતરી કરવામાં આવી હતી.

દર વર્ષે સાસણમાં 5.50 લાખ પ્રવાસીઓ સિંહ જોવા આવે છે. ગીર સિંહ રાષ્ટ્રીય ઉદ્યાનના માર્ગ પર સાસણથી 13 કિલોમીટર દૂર જંગલની વચ્ચે આવેલો છે. હિરણ નદી પરના કમલેશ્વર બંધ મગર વસાહત તરીકે જાણીતો છે. 300 પક્ષીઓ જોવા મળે છે.

હિરણ-1 સિંચાઇ યોજના તરીકે ઓળખાય છે. કમલેશ્વર નેસ પાસે હિરણ નદી ઉપર ગીર જંગલ વિસ્તારમાં બંધનું કામ વર્ષ 1955માં ચાલુ કર્યું હતું. વર્ષ 1959માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

બંધમાં કોઇ એક ચોક્કસ નદીનું પાણી નથી આવતું. વરવાંગઠો, ફાકરો, નેસના વોંકળા અને જંગલમાં થતા વરસાદથી સુકી હિરણ વિસ્તારમાં આવતું પાણી છે. ડુંગરોમાંથી આવતું પાણી બંધમાં પહોંચે છે. 42.5 ફૂટ ઉંચા બંધનો ઘેરાવો ખુબ મોટો છે.

બંધના કાંપથી બનેલા ટેકરીઓ પર મગર બેસે છે. વન્યજીવોને પીવાના પાણી માટે મહત્વનો સ્રોત છે. બંધ તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પિવાનું પાણી આપે છે.

હિરણ નદી વિશે

હિરણ નદી, ગુજરાતનો એક મહત્વપૂર્ણ જળ સ્ત્રોત, ગીર જંગલમાંથી ઉદ્ભવે છે અને સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી સુંદર રીતે વહે છે. તે આ વિસ્તારના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે, ખાસ કરીને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવન માટે, પ્રાથમિક જીવનરેખાઓમાંની એક છે. નદી સ્થાનિક ઇકોસિસ્ટમને ટેકો આપે છે, જે એશિયાઇ સિંહ, દીપડા અને અનેક પક્ષીઓની પ્રજાતિઓ જેવી પ્રજાતિઓના અસ્તિત્વને સુનિશ્ચિત કરે છે.

હિરણ નદી નજીકમાં રહેતા કૃષિ સમુદાયો માટે પણ મહત્વપૂર્ણ છે, જે સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. તેના મનોહર કિનારા તેને પક્ષી નિરીક્ષણ અને ફોટોગ્રાફી માટે એક ઉત્તમ સ્થાન બનાવે છે. કમલેશ્વર ડેમની મુલાકાત લેવાથી આ ભવ્ય નદી અને તેની આસપાસની કુદરતી સુંદરતા સાથે ગાઢ જોડાણ મળે છે.

કમલેશ્વર બંધ વિશે

કમલેશ્વર બંધ એ હિરણ નદી પર બાંધવામાં આવેલ એક બંધ માળખું છે. તે એક મહત્વપૂર્ણ જળાશય તરીકે સેવા આપે છે, જે આ પ્રદેશમાં ખેતી, પીવાના પાણી પુરવઠા અને વન્યજીવનના પોષણને ટેકો આપે છે. ઘણીવાર “ગીર જંગલની જીવનરેખા” તરીકે ઓળખાય છે, આ બંધ જંગલના ઇકોસિસ્ટમના નાજુક સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ છે.

માછલીઓની પ્રજાતિઓ છે. પિકનિક અને પરિવાર સાથે ફરવા માટે એક ઉત્તમ સ્થળ છે. કમલેશ્વર બંધની મુલાકાત લેવાનો આદર્શ સમય શિયાળાના મહિનાઓ, નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો છે. ચોમાસુ (જૂન થી સપ્ટેમ્બર) લેન્ડસ્કેપને લીલાછમ સ્વર્ગ બનાવે છે.

શાંત હિરણ નદી દ્વારા આવરી લેવામાં આવેલો વિસ્તાર 518 કિલોમીટર છે અને તેની અંદાજિત લંબાઈ લગભગ 40 કિલોમીટર છે. બંધનો સપાટી વિસ્તાર 8 ચોરસ કિલોમીટર છે. બંધને ગીરની જીવનરેખા તરીકે ઓળખાવવામાં આવે છે. હિરણ નદીમાંથી એક કદાવર મગર તાલાલા શહેરમાં આવી ગયો હતો.

સિંચાઈ

નહેર મારફત તાલાલા, ઘુંસીયા, ગલીયાવડ, પીપળવા, બોરવાવ, વીરપુર, ગુંદરણ, ધ્રામણવા ગામને ખેતી માટે પાણી આપી શકાય છે. આ ઉપરાંત વેરાવળ તાલુકાના ગુણપર, સોનારીયા, કાજલી વગેરે ગામોને પણ આ નહેરનું પાણી છે. જેમાં મગર ઘણી વખત જોવા મળે છે.

મગર બચાવવા કેન્દ્ર

ભારતમાં મગરની ત્રણ જાતિઓની સંખ્યામાં ખૂબ ઘટાડો નોંધાતાં, એપ્રિલ 1975માં ગીરમાં પરિયોજના શરૂ કરાઈ. રેતીમાંથી મગરના માળા શોધી તેમાંથી ઈંડાં એકઠાં કરી ઉછેરવામાં આવતા હતા. બચ્ચા યોગ્ય કદના થાય ત્યારે તેમને સુરક્ષિત સ્થળે છોડવામાં આવતા હતા. હાલ દેશમાં કુલ 16 મગરઉછેર-કેન્દ્રો કામ કરે છે.

રિલાયન્સ પાસે 1 હજાર મગર

મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મ પાસે જગ્યાના અભાવ અને ભંડોળના અભાવે આશરે 1,000 મગર ગુજરાતની જામનગરની રિલાયંસ રિફાઈનરીના પ્રાણી સંગ્રહાલયમાં મોકલી આપ્યા હતા.

મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મ

ભારતમાં મગરોની ત્રણ લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે મદ્રાસ ક્રોકોડાઈલ બેન્ક મામલાપુરમ ખાતે 1976માં 8 એકરમાં શરૂ કરાઈ હતી. રિલાયંસ પહેલા મદ્રાસ ક્રોકોડાઈલ ફાર્મે 1,500 મગરો દેશનાં પ્રાણી સંગ્રહાલયોમાં મોકલ્યા છે. 1980થી અત્યાર સુધી બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈઝરાયલ, સિંગાપુર, ચેક રિપબ્લિક, ડૅન્માર્ક અને નેધરલેન્ડ્ઝ દેશો તરફથી દાન મળતું રહ્યું હતું. 300 મગરો પ્રાયોગિક ધોરણે ગ્રીન પાર્કમાં મોકલવામાં આવ્યા છે.

ક્રોકોડાઈલ ફાર્મના પાલક નિખિલ વાઈટકર હતા. 1994થી મગરોની સંખ્યા ઘટાડવાના ઈંડા તોડી નાખવા પડતા હતા. 1976થી શરૂ કરીને 1990 સુધીમાં આ ફાર્મ દેશના ઘણા રાજ્યોમાંથી મગર લાવવામાં આવ્યા હતા.

ફિલિપાઈન્સ

ફિલિપાઈન્સમાં મગરની ખેતી થાય છે. મગરના માંસ, ઈંડા અને મગરના ચામડાના વ્યવસાયિક ઉત્પાદન કરીને ધંધો કરે છે.

લક્ષણો

ડાયનોસોરના સમયનું પ્રાણી હોવા છતાં આ લાંબી ઉત્ક્રાંતિ દરમિયાન તેના લક્ષણોમાં થોડા જ ફેરફાર જોવા મળે છે. પૃથ્વી પરનું સૌથી જૂનુ 21 કરોડ વર્ષથી પ્રાણી મગર છે. જમીન અને પાણી બંનેમાં રહી શકે છે. પૂંછડીમાં અમુક પ્રકારના સેન્સર છે. જેનાથી તે વસ્તુ સજીવ છે કે નિર્જીવ તેની તુરંત ઓળખ મેળવી લે છે. પાણીમાં ઉતરે એટલે કચરો આંખમાં ન જાય માટે આંખ આગળ આવરણ આવી જાય છે. જેથી તેને પાણીમાં 40થી 50 ટકા ધૂંધળું દેખાય છે.

મનુષ્ય કરતા પણ મગર વધુ સામાજિક પ્રાણી છે. માદા મગર જ્યારે વધારે બચ્ચાને જન્મ આપે છે ત્યારે અન્ય માદા મગર બચ્ચાને દત્તક લઈ ઉછેર કરે છે. માણસ પર હુમલો કરવાના બનાવ સૌથી વધુ માર્ચથી જૂન મહિનામાં બને છે કારણકે આ મહિનાઓમાં મગરના બચ્ચા જન્મે છે. રક્ષણ માટે મગર આક્રમક બને છે.

મગરોના ગર્ભનિરોધનr કોઈ પદ્ધતિ નથી. મગરોના ઈંડા અન્ય પ્રાણીઓ ખાઈ જાય છે. ઈંડા સંવર્ધન કેન્દ્રમાં હોય ત્યારે તેમાંથી જીવનો જન્મ 100 ટકા થાય છે. નર અને માદા મગરને લાંબા સમય સુધી અલગ રાખવામાં આવે તો ઝઘડતા હોય છે. તેમાં ઘણી મગરોના મોત થઈ શકે છે.

દિવસ દરમિયાન પાણીની બહાર જમીન પર, બપોર સમયે પાણીની આસપાસ ઠંડકવાળી જગ્યામાં રહે છે. રાત્રે પાણીમાં રહે છે. મગરનું શરીર 3થી 5 મીટર લાંબું હોય છે. શરીરની સપાટી પર શૃંગી અધિચ્છદીય શલ્ક યુક્ત કઠણ બાહ્ય કંકાલનું આવરણ હોય છે. મગરના દાંત હમેશા પડી જતા હોય છે, તેના સ્થાને નવા દાંત આવે છે. પૂંઠડીનો ઉપયોગ શત્રુને ફટકારવા અને ભક્ષ્ય મેળવવામાં થાય છે.

તરતી વખતે વાલ્વને લીધે કંઠ છિદ્ર બંધ રહે છે, જેથી પાણી અન્નમાર્ગમાં પ્રવેશતું નથી. મગરને બાહ્ય કર્ણ હોતા નથી, જ્યારે કર્ણ છિદ્ર ચામડીની સપાટીએ ખૂલે છે. કર્ણ છિદ્રો ચામડીના આવરણ વડે ઢંકાયેલા હોય છે. સરીસૃપ હોવા છતાં મગરનું હૃદય ચતુષ્ખંડી હોય છે.

મગર અંડપ્રસવી પ્રાણી છે અને તેની માદા ગ્રીષ્મ ઋતુને અંતે અને વર્ષાઋતુની શરૂઆતમાં ઈંડાં મૂકે છે. ઈંડાંને તે કચરા અને વનસ્પતિના બનાવેલા માળામાં મૂકે છે. ત્યારબાદ માળાને માટીમાં દાટે છે. બચ્ચાં જન્મે ત્યાં સુધી માતા માળા પર નજર રાખે છે. તાજાં જન્મેલા બચ્ચાંનો અવાજ સંભળાય ત્યારે તરત જ માળામાંથી બચ્ચાને બહાર કાઢે છે. કેટલીક માદા પોતાના બચ્ચાને મોં વાટે અન્ય જગ્યાએ લઈ જાય છે. જો બીકને લીધે બચ્ચાં બૂમ પાડે તો આસપાસમાં આવેલા બધા મગર બચ્ચાંની મદદે દોડી જાય છે.

સૉલ્ટ વૉટર, નાઇલ, ઓરીનોકો, અમેરિકન, ઘડિયાલ, મોરેલેટસ, મગર , ઑસ્ટ્રેલિયન તથા ન્યૂ ગિનિયન મગરની જાતો છે.

આ પણ વાંચો:

VADODARA: વિશ્વામિત્રી નદીમાં બે મોટા મગરના મોત, તંત્રમાં દોડધામ

કેવડિયા ઝૂમાં બે વર્ષમાં 60 વિદેશી પ્રાણીઓ મોતને ભેટતાં હોય તો રિલાયન્સ ઝૂમાં કેટલાં પ્રાણીઓના મોત થયા હશે?

મહાકુંભમાં ભાગદોડ: મગરના આસુ સારતાં નેતાઓ લોકોની સુરક્ષાની જવાબદારી ક્યારે સ્વીકારશે?

Simmi Chaudhary Murder: મોડલ શીતલ પરિણીત, 1 દિકરો પણ, કરાયા અંતિમસંસ્કાર, સુનીલ સાથેની મિત્રતા મોંઘી પડી

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

Snake Bite Death Meerut: પત્નીએ મોં અને પ્રેમીએ પતિનું ગળું દબાવી દીધુ, સર્પદંશનું કાવતરું, 14 દિવસના રિમાન્ડ

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ