
Elon Musk on X Cyber Attack: યુએસ DOGE વિભાગના વડા એલોન મસ્કે દાવો કર્યો હતો કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર યુક્રેનથી સાયબર હુમલો થયો હતો, જેના કારણે સોમવારે(10 માર્ચે) Xનું સર્વર સમગ્ર વિશ્વમાં ડાઉન થઈ ગયું હતું. સર્વર થોડીવાર સારુ તો ક્યારેક ક્યારેક ડાઉન થઈ જતું હતુ.
ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા, એલોન મસ્કે કહ્યું, ‘અમને બરાબર ખબર નથી કે શું થયું, પરંતુ X સિસ્ટમને તોડી પાડવા માટે યુક્રેન ક્ષેત્રના IP એડ્રેસનો ઉપયોગ કરીને સાયબર હુમલો કરવામાં આવ્યો હતો.’ જ્યારે X ની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે હવે સંપૂર્ણપણે બરાબર ચાલે છે.
મસ્કે કોઈ દેશની સંડોવણીની શક્યતા વ્યક્ત કરી હતી
અગાઉ X પોસ્ટ પર એલોન મસ્કે સાયબર હુમલામાં કોઈ ખતરનાક જૂથ અથવા દેશની સંડોવણીની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, ‘X પર સાયબર હુમલો થયો છે. X પર દરરોજ સાયબર હુમલા થઈ રહ્યા છે, પરંતુ આ વખતે X પર મોટો હુમલો થયો છે. શું આ કોઈ ખતરનાક જૂથનું કામ છે કે પછી કોઈ દેશ પણ તેમાં સામેલ છે? તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
એલોન મસ્કે ઝેલેન્સકીને સરમુખત્યાર ગણાવ્યા
એલોન મસ્કે રશિયા યુદ્ધ અંગે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની ઘણી વખત ટીકા કરી છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિને સરમુખત્યાર ગણાવતા મસ્કે કહ્યું કે તેમને ખબર હતી કે તેઓ ચૂંટણી ખરાબ રીતે હારી જશે, તેથી તેમણે ચૂંટણી રદ કરી. હકીકતમાં, યુક્રેનના લોકો ઝેલેન્સ્કીને નફરત કરે છે. તેમણે પુરાવા વિના ઝેલેન્સકી પર એક વિશાળ ભ્રષ્ટાચાર મશીન ચલાવવાનો આરોપ લગાવ્યો, જે યુક્રેનિયન સૈનિકોના મૃતદેહોમાંથી પૈસા કમાય છે. વોગ મેગેઝિનના 2022 ના કવર ફોટો શેર કરતા, મસ્કે કહ્યું હતું કે, ‘જ્યારે બાળકો યુદ્ધના મોરચે ખાઈમાં મરી રહ્યા હતા ત્યારે તેમણે આ કૃત્ય કર્યું હતું.’ આ ફોટામાં, ઝેલેન્સકી તેની પત્નીનો હાથ પકડીને બેઠા હતા.
આ પણ વાંચોઃ યુક્રેન-અમેરિકા વચ્ચે સાઉદી અરેબિયામાં બેઠક!, શું રશિયા સાથે યુધ્ધ ખતમ કરશે? | Saudi Arabia
આ પણ વાંચોઃ અમદાવાદના જમાલપુરમાં દિવાલ ધારાશાઈ થતાં 6 લોકોના માંડ જીવ બચ્યા, પણ હાલત ગંભીર | Ahmedabad wall collapses
આ પણ વાંચોઃ Ahmedabad: આરોપીને પકડવા ગયેલી પોલીસકર્મીઓ પર માથાભારે શખ્સનો હુમલો
આ પણ વાંચોઃ Chhaava: ચેમ્પિયન્સ ટ્રોફીના ક્રેઝ વચ્ચે ‘છાવા’ની બોક્સ ઓફિસ પર ધૂમ, 700 કરોડનો આંકડો પાર કરશે?