ક્રિકેટર રિષભ પંતનો જીવ બચાવનાર યુવકે ગર્લફ્રેન્ડ સાથે પીધું ઝેર

  • India
  • February 12, 2025
  • 0 Comments
  • ક્રિકેટર રિષભ પંતનો જીવ બચાવનાર યુવકે ગર્લફ્રેન્ડ સાથે પીધું ઝેર

મુઝફ્ફરનગરમાં ભારતીય ક્રિકેટર રિષભ પંતને માર્ગ અકસ્માત પછી જીવ બચાવનાર યુવકે ઝેર પી લીધું છે. હવે તે પોતે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યો છે. પ્રેમમાં નિષ્ફળતાને કારણે તેણે તેની પ્રેમિકા સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. સારવાર દરમિયાન પ્રેમિકાનું મોત નીપજ્યું હતું, જ્યારે પ્રેમીની હાલત હજુ પણ ગંભીર છે. તેમની રૂરકીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ મામલો પુરકાજી પોલીસ સ્ટેશન વિસ્તારના બુચ્ચા બસ્તી ગામનો છે. અહીં 25 વર્ષનો રજત અને 21 વર્ષની મનુ કશ્યપ એકબીજાના પ્રેમમાં હતા. બંને પાંચ વર્ષથી એકબીજાને મળતાં હતાં. કલાકો સુધી ફોન પર વાતો કરતાં, પરંતુ બંને અલગ અલગ સમુદાયના હતા, જેના કારણે તેમના પરિવારોએ આ સંબંધને નકારી કાઢ્યો. તેમનાં લગ્ન બીજી જગ્યાએ નક્કી થયાં હતાં.

બંનેએ પોતાના પરિવારના સભ્યોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તેઓ માન્યા નહીં. પરિવારના સભ્યોએ તેમની મુલાકાત પર પણ પ્રતિબંધો લાદ્યો હતો. છોકરીને ઘરની બહાર જવાથી રોકવામાં આવી. આ કારણોસર બંનેએ ત્રણ દિવસ પહેલાં આ આત્મઘાતી પગલું ભર્યું હતું.

આ પણ વાંચો-મહાકુંભમાં માઘ પૂર્ણિમાના દિવસે લાખો ભક્તોએ લગાવી પવિત્ર ડૂબકી; હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

યુવતીના મૃત્યુ બાદ તેની માતાએ યુવક પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, રજતે તેમની પુત્રીનું ઘરેથી અપહરણ કર્યું અને બળજબરીથી ઝેર પીવડાવ્યું. પુરકાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જયવીર સિંહે જણાવ્યું કે, પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. પ્રેમી ભાનમાં આવ્યા પછી જ આપણે જાણી શકીશું કે આ ઘટના ખરેખર કેવી રીતે બની અને આ યુવાન રૂરકી કેવી રીતે પહોંચ્યો.

રિષભ પંતે પોતાનો જીવ બચાવનારા બે યુવાનોને એક્ટિવા ભેટમાં આપી હતી. ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતનો 30 ડિસેમ્બર, 2022ના રોજ કાર અકસ્માત થયો હતો. જ્યારે પંત દિલ્હીથી રૂરકી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે તેની કાર દેહરાદૂન હાઇવે પર પલટી ગઈ. હાઇવે પર કેટલાક લોકોએ પંતનો જીવ બચાવ્યો. તેમાં એક રજત પણ હતો.

આ પણ વાંચો-Mahakumbh 2025: સંગમ સ્નાન કરવા ગયેલા નવસારીના યુવાનનું ડૂબવાથી મોત

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 8 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 14 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?