
Zelensky visit UK: ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચેનો ઝઘડો આખી આખા વિશ્વએ જોઈ લીધો છે. આ પછી, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ બ્રિટન પહોંચ્યા છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિનું બ્રિટનમાં હીરોની જેમ સ્વાગત કરાયું છે. બ્રિટિશના PM સ્ટાર્મરે ઝેલેન્સકીને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું.
લંડનના વિડિયોમાં જોઈ શકાય છે કે ઝેલેન્સકીનું સ્વાગત કરવા માટે હજારો લોકો રસ્તાઓની બંને બાજુ ઉભા જોવા મળે છે. બ્રિટિશ PM કીર સ્ટારમરે પણ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સાથે જ ઝેલેન્સકીની પીઠ થપથપાવી હતી. આ પછી સ્ટાર્મર સત્તાવાર નિવાસસ્થાને 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર લઈ ગયા હતા. ભીડ તરફ ઈશારો કરતા સ્ટાર્મરે કહ્યું કે UKના લોકો તમને ટેકો આપવા આવ્યા છે. બ્રિટને શનિવારે યુક્રેનને 2.26 બિલિયન પાઉન્ડ ($2.84 બિલિયન) ની લોન આપવા સંમતિ આપી છે. આનાથી યુક્રેનની સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો થશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ શનિવારે કહ્યું હતું કે યુકે તરફથી મળેલી આ લોનનો ઉપયોગ શસ્ત્રો બનાવવા માટે કરવામાં આવશે.
London. A meaningful and warm meeting with Prime Minister @Keir_Starmer.
During our talks, we discussed the challenges facing Ukraine and all of Europe, coordination with partners, concrete steps to strengthen Ukraine’s position, and ending the war with a just peace, along with… pic.twitter.com/IAwcPgbhYW
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 1, 2025
શુક્રવારે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પ અને જેલેન્સકી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે યુકેમાં તેની વિપરિત તસ્વીર જોવા મળી છે. અહીં જેલેન્સકીનું ભવ્ય સ્વાગત કરાયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સકી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અને તેમને વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળી જવા કહ્યું હતુ. આ વિવાદ પછી, રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો અને નાટોનું ભવિષ્ય સંકટમાં છે. ઝેલેન્સકી અને ટ્રમ્પ વચ્ચેના સંબંધોને સુધારવા માટે બ્રિટન રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું છે. શનિવારે, કીર સ્ટાર્મરે ખુલ્લેઆમ યુક્રેન માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો.
UK યુક્રેન સાથે ઉભું છે
કીર સ્ટાર્મરે ઝેલેન્સકીને કહ્યું, ‘ડાઉનિંગ સ્ટ્રીટમાં આપનું સ્વાગત છે.’ તમને UKનો સંપૂર્ણ ટેકો છે. અમે યુક્રેનની સાથે મજબૂતીથી ઉભા છીએ, ભલે ગમે તેટલો સમય લાગે. આપણો સંકલ્પ દૃઢ છે. યુક્રેન માટે સાર્વભૌમત્વ અને સુરક્ષા પર આધારિત સ્થાયી શાંતિ પ્રાપ્ત કરવી મહત્વપૂર્ણ છે. ત્યારે ઝેલેન્સકીએ બ્રિટિશ લોકોનો આભાર માનતાં કહ્યું, યુદ્ધની શરૂઆતથી બ્રિટન સૌથી મોટા સમર્થકોમાંનું એક રહ્યું છે.’ આ માટે હું તમારો આભાર માનવા માંગુ છું.
આ પણ વાંચોઃ US-Ukraine: ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ NATOની ચિંતા કેમ વધી?, રશિયા ખુશ!
આ પણ વાંચોઃ ભાજપ MLAએ RTIને કહ્યું ખંડણી માંગવાનું સાધન, સરકારે RTI ‘બૂઠ્ઠો’ બનાવ્યો, જાગૃત લોકોનો ભારે વિરોધ