
Pakistan PM Shahbaz Sharif hospital admitted: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડી દેવા કહ્યું છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની તબિયત લથડી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
પાકિસ્તાની PMની તબિયત એકાએક કેમ બગડી?
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને હરસમસાની બીમારી હોવાના સમાચાર છે. આ કારણે તેમની તબિયત લથડી છે. શાહબાઝને રાવલપિંડીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે, હજુ સુધી એ ખબર નથી પડી કે શાહબાઝની તબિયત કેવી છે?
પાકિસ્તાનના પીએમ ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને હરસમસાના રોગનો ભોગ બન્યા છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત શું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલના લેટરમાં ખુલાસો
શાહબાઝ શરીફ 27 એપ્રિલથી રાવલપિંડીની આર્મી હોસ્પિટલમાં દાખલ છે. તેમને હરસમસાની તકલીફ છે. હોસ્પિટલના લેટરથી ખબર પડી છે કે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લેટરમાં સ્પષ્ટપણે લખ્યું છે કે વડા પ્રધાન વિશે મીડિયા અને લોકોને કંઈ કહેવું જોઈએ નહીં. હોસ્પિટલે આ બાબત ગુપ્ત રાખવા જણાવ્યું છે. જો કે મિડિયામાં લેટર વાઈરલ થઈ જતાં વડા પ્રધાની બિમારીનો ખુલાસો થઈ ગયો છે.
પહેલાગામ હુમલા બાદ એકાએક પાકિસ્તાની વડપ્રધાન હોસ્ટિટલમાં દાખલ કરતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ
Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા
Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો
આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?