ભારતે પાકિસ્તાનની કઈ YOUTUBE ચેનલો પર પ્રતિબંધ મૂક્યો? યાદી જુઓ

  • World
  • April 28, 2025
  • 1 Comments

Pakistan YouTube Channel Ban: ભારતે ફરી એકવાર પાકિસ્તાનના ભારત વિરોધી પ્રચાર પર જોરદાર પ્રહાર કર્યો છે. સરકારે ભારત વિરુદ્ધ જુઠ્ઠાણા અને નફરત ફેલાવતી ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયની ભલામણ પર ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં ડોન ન્યૂઝ, સમા ટીવી, ARY ન્યૂઝ અને જીઓ ન્યૂઝ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા પછી આ ચેનલો પર ભારતે  તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ, સાંપ્રદાયિક અને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ  લગાવી પ્રતિબંધ મૂક્યો છે. મતલબ હવે પ્રતિબંધિત ચેલનલો ભારતમાં દેખાશે નહી.  આ પહેલા ભારતે પણ પાકિસ્તાન સરકારના સત્તાવાર X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકીને કડક સંદેશ આપ્યો હતો.

કઈ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો?

પ્રતિબંધિત ચેનલોમાં પાકિસ્તાનના મુખ્ય મીડિયા હાઉસનો પણ સમાવેશ થાય છે. ડોન ન્યૂઝ, ઇર્શાદ ભટ્ટી, સમા ટીવી, ARY ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, ધ પાકિસ્તાન રેફરન્સ, જીઓ ન્યૂઝ, સમા સ્પોર્ટ્સ, GNN, ઉઝૈર ક્રિકેટ, ઉમર ચીમા એક્સક્લુઝિવ, અસમા શિરાઝી, મુનીબ ફારૂક, સુનો ન્યૂઝ એચડી અને રાઝી નામા. આમાં ક્રિકેટ સંબંધિત ચેનલો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઘણી વાર રમત વિશે વાત કરવાને બદલે તે ભારત વિરુદ્ધ ઝેર ઓકતી હોવાનો દાવો કરાયો છે.

પહેલગામ હુમલા બાદ ગુસ્સો વધ્યો

22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હિન્દુ હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. કેટલાંક અહેવાલો અનુસાર 30 લોકોના મોત થયાનું કહેવાઈ છે. ભારતે તેને પાકિસ્તાન પૂર્વ આયોજિત આતંકવાદનો એક ભાગ ગણાવ્યો. આ હુમલા બાદ દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા. સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી અને માત્ર સિંધુ જળ સંધિ સ્થગિત કરી નહીં પરંતુ પાકિસ્તાની નાગરિકોના વિઝા પણ રદ કર્યા. હવે ડિજિટલ મોરચે ભારતે પાકિસ્તાનની તે યુટ્યુબ ચેનલોને નિશાન બનાવી છે જે ભારત વિરુદ્ધ ઝેર ઓકતી હતી. સરકારી સૂત્રોનું કહેવું છે કે આ ચેનલો ‘ખોટી અને ભ્રામક વાતો’ ફેલાવીને દેશમાં અશાંતિ ભડકાવવાનો પ્રયાસ કરી રહી હતી.

આ પણ વાંચોઃ

Surat: 23 વર્ષિય શિક્ષિકા 11 વર્ષિય બાળક સાથે ભાગી, ટુર પેકેજ પણ બુક કરાવ્યું, ટ્રેનમાં બેસી ફરાર

Gondal: કથીરિયા અને ગણેશ જાડેજાના ઝઘડાનું મૂળ શું છે?, ભાજપાનો રોલ કેટલો?

આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?

બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge

ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack

Water terrorism: સિંધુ સંધિ છતાં કચ્છમાં પાકિસ્તાનનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ

 

Related Posts

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading
Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો
  • June 15, 2026

Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ દસ્તાવેજો એક વિચિત્ર અને ચિંતાજનક આર્થિક ચિત્ર રજૂ કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 2 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 6 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 11 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 12 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 9 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત